જાણો પૂજન કરાવી રહેલા પૂજારીએ PM મોદી પાસે પૂજન સંકલ્પ ની દક્ષિણમાં શું માગ્યું…

મિત્રો તમે જાણો છો કે ગઈ કાલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે હાજરી આપી અને તેમના હાથે જ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આ દિવસ ખુબ જ યાદગાર રહેશે. વર્શીથી ચાલી રહેલા વિવાદનું અંતે અંત આવ્યો છે કોર્ટે રામ મંદિરની સ્થાપના માટે મંજુરી આપી દીધી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અયોધ્યામાં રામ મંદિરની આધારશીલા રાખી. આ ઉપરાંત પુરા મંત્રોચ્ચાર દ્રારા ભૂમિ પૂજન કાર્યક્રમ પૂરો થયો હતો. મોદીજી તેમાં યજમાન પદે હતા. નરેન્દ્ર મોદીજી સાથે ત્યાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ ના પ્રમુખ મોહન ભાગવતએ પણ હાજરી આપી હતી. 

જયારે ભૂમિ પૂજનનો કાર્યક્રમ શરુ હતો તે સમયે પૂજા કરાવી રહેલા પૂજારીએ નરેન્દ્ર મોદીજીને કહ્યું કે, ‘કોઈપણ યજ્ઞમાં દક્ષિણા ખુબ મહત્વની હોય છે. દક્ષિણા તો આજે એટલી આપી દીધી છે કે આજે અરબો લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ભારત તો આપણો જ દેશ છે, તેનાથી ઉપર કઈક આપો, થોડી સમસ્યા છે, તે સમસ્યાઓને દુર કરવાનો સંકલ્પ તો લીધેલો છે, 5 ઓગસ્ટ માં બીજું કઈક જોડાય જાય તો ભગવાન ની વિશેષ કૃપા થશે.’ 

આમ સિવાય તમે જાણો છો કે હાલ કોરોનાનો કહેર શરુ છે આથી ભૂમિ પૂજન સમયે સોશીયમ અંતર રાખવાની પણ કાળજી લેવામાં આવી છે. મોદીજીએ પણ સામાજિક અંતર જાળવી રાખ્યું હતું. આ સિવાય અન્ય અતિથીઓ પણ અંતર જાળવી રાખ્યું હતું. ભૂમિ પૂજન કરતા પહેલા મોદીજીએ સૌ પહેલા તો રામલલા ના દર્શન કર્યા હતા. આ સમયે મોદીજીએ સાષ્ટાંગ પ્રણામ કરીને રામલલા પાસે આશીર્વાદ લીધા હતા. 

ખાસ અને મહત્વપૂર્ણ વાત એ છે કે ભૂમિ પૂજન એ જગ્યા પર કરવામાં આવ્યું જ્યાં રામલલા વિરાજમાન હતા. મોદીજીએ કુલ 9 શીલા રાખીને રામ જન્મભૂમિની આધારશીલા રાખી. આ કાર્યક્રમ માં કુલ 175 સાધુ સંત ઉપસ્થિત થયા હતા. આ સિવાય કોરોનાને કારણે સામાજિક અંતર પણ રાખવામાં આવ્યું હતું. 

પ્રધાનમંત્રી લગભગ 11 વાગ્યે પોતાના હેલીકોપ્ટર માં અયોધ્યાના સાકેત કોલેજ પહોચ્યા હતા. ત્યાર પછી તેમની ટીમ હનુમાનગઢી પહોચી હતી, ત્યાં પણ હનુમાન મંદિરમાં દર્શન કરી મોદીજીએ આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન મોદીજીને પાઘડી અને મુકુટ પણ પહેરવામાં આવ્યા હતા. 

Leave a Comment