નવું ઇલેક્ટ્રિક સ્કુટર – માત્ર 12 રૂપિયામાં ચાલાશે 60 થી 70 કિમી.

મિત્રો, તમે ઇલેક્ટ્રિક સ્કુટર વિશે જાણતા જ હશો. હજી હાલમાં જ એક નવું એકદમ સ્માર્ટ અને વોરંટી સાથે નું ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ થયું છે. આ એક એવું સ્કુટર છે જે તમને વધુ એવરેજ આપશે. તેમજ પાવર બચાવવામાં મદદ કરશે. જો તમે આ સ્કુટર વિશે વધુ જાણવા માંગો છો તો આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ. 

techo electra એ એક નવું ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કુટરનું નામ techo electra saathi આપ્યું છે. આ કંપની પુણે ની છે. જેઓએ સ્વદેશી આ સ્કુટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 57,697 રૂપિયા રાખી છે. જો તમે આ સ્કુટર ખરીદવા માંગતા હો તો આ નંબર 9540569569 પરથી બુક કરાવીને ખરીદી શકો છો. જયારે આ સ્કૂટરની ડીલીવરી સપ્ટેમ્બર માસ માં થશે. અત્યારે આ કંપનીએ ખાલી મહારાષ્ટ્રમાં તેની ડીલરશીપ શરૂ કરી છે, ત્યાર બાદ  ટૂંક સમયમાં તે દેશભરમાં તેના નેટવર્ક ને ફેલાવશે।

techo electra માં ઘણા નવા ફીચર આપવામાં આવ્યા છે. જેમ કે એલઈડી હેડ્લાઈટ્સ, સેન્ટ્રલ લોકીંગ સીસ્ટમ, એન્ટી-થેક્ટ અલાર્મ, સ્માર્ટ રિપેયર ફંકશન, ફ્રન્ટ, રીયર બાસ્કેટ અને ફાસ્ટ ચાર્જીંગ. ‘saathi’ મોપેડ માં બંને બાજુ ટેલેસકોપિક, બ્લેક અલોય વિલ્જ, 10 ઇંચ ટ્યુબલેસ ટાયર અને ડ્રમ બ્રેક જેવી ખાસીયત જોવા મળે છે. સાથે ‘saathi’ 3 વર્ષની વોરંટી પણ આપે છે. 

આ ઉપરાંત આમાં BLDC મોટર અને 48V Ah Li-ion બેટરી પણ આપવામાં આવે છે. techo electra saathi એક વખત ફૂલ ચાર્જ થઈ ગયા પછી 60 થી 70 કિમી સુધી ચાલી શકે છે. આની બેટરીને ફૂલ ચાર્જ થવા માટે લગભગ 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે. જયારે સ્કુટરના ચાર્જર પર 1.5 વર્ષની વોરંટી છે. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે કંપનીએ એવો દાવો કર્યો છે કે સ્કુટરને ચાર્જ થવા માટે 1.5 યુનિટ જેટલી વીજળીનો વપરાશ થાય છે. આમ તે માત્ર 12 રૂપિયા 60 થી 70 કિમી જેટલું ચલાવી શકાય છે. આની સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. સ્કૂટરની લંબાઈ, પહોળાઈ અને ઉચાઇ 1720 મીમી * 620 મીમી * 1050 મીમી છે. આ સ્કુટર સ્ટીલ રેન્ફોસડ ચેસીસ પર આધારિત છે. જયારે માર્કેટમાં તેની ટક્કર Gemopai Miso સાથે થશે. 

આ ઉપરાંત આ કંપનીએ બીજા ત્રણ સ્કુટર પણ લોન્ચ કર્યા છે. Neo, Raptor અને Emerge નો સમાવેશ થાય છે. તેની કિંમત આ પ્રકારે છે 

Neo – એન્ટ્રી લેવલ સ્કુટર છે. જેની કિંમત 43,967 રાખવામાં આવી છે.  Emerge  – પ્રીમીયમ સ્કુટર છે, જેની કિંમત 72,247 રાખવામાં આવી છે. Raptor – જેની કિંમત 60,771 રાખવામાં આવી છે. 

Leave a Comment