કોરોના વેક્સીન નું ટ્રાયલ પૂર્ણ..10 ઓગષ્ટ સુધી આવી શકે છે વેક્સીન રશિયાનો દાવો

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. કોરાના વાયરસ કેસ દિવસેને દિવસે વધતાં જ જાય છે. રોજ નવા આંકડા સામે આવે છે, જેમાં મૃત્યુ આંક, નવા કેસ તથા સાજા નવાના આંકડા સામેલ હોય છે. હવે કોરોના નામના રોગચાળાને ફેલાતો અટકાવા માટે વેક્સીનની રાહ જોવાઇ રહી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન ન આવે ત્યાં સુધી દેશમાં આયુર્વેદીક ઉપચાર કરે છે. દેશવાસીઓ જ્યાં વેક્સીનની રાહ જોઇ રહ્યાં છે તેવામાં રશિયાથી સારા સમાચાર આવ્યાં છે. 

તાજેતરમાં જ રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે, તેઓએ જે વેક્સીન શોધ્યું છે તે વિશ્વાસપાત્ર છે અને તેનું ટ્રાયલ પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ વેસ્કસીન રશિયાની ગામાલેયા ઇન્સ્ટીટ્યૂટએ બનાવ્યું છે. તે ઉપરાંત બે બીજી કંપનીઓએ પણ ક્લીનિકલ ટ્રાયલ કરવાની અનુમતિ માંગી છે. ઉલ્લેખનીય છે કે, ગામાલેયા ઇન્સ્ટીટ્યૂટએ વેક્સીનને લઇને દાવો કર્યો છે કે આ વેક્સીન 10 ઓગસ્ટ અથવા તે પહેલાની તારીખ મળે તે માટે કાર્યરત છે.  

એક મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાના આરોગ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ જણાવ્યું હતું કે, ગમાલેયાની રસીની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હવે તે તેના વૈજ્ઞાનિકો પર આધારીત છે જ્યારે તેઓ રસી બજારમાં લાવે છે.

મોસ્કોમાં ગામાલેયા સંસ્થાના વૈજ્ઞાનિકોએ ગયા મહિને દાવો કર્યો હતો કે,`તે ઓગષ્ટના મધ્ય સુધીમાં કોરોના વાયરસ માટેની પ્રથમ રસી(વેક્સીન)ને મંજૂરી આપી શકે છે. એટલે કે, રશિયા આવતા બે અઠવાડિયામાં કોરોના વાયરસની રસી બજારમાં લાવશે.’ રશિયન અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ એક ચેનલને જણાવ્યું હતું કે,`તેઓ રસીને મંજૂરી આપવા માટે 10 ઓગષ્ટ અથવા તે પહેલાંની તારીખે કામ કરી રહ્યા છે.’

ગામાલેયા ઇન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોનો દાવો છે કે,` તેઓ આ રસી 10 ઓગષ્ટ સુધીમાં સામાન્ય લોકોને આ રસી આપવી કે નહીં તેની મંજૂરી આપવામાં આવશે. પરંતુ આ પરવાનગી સૌથી પહેલા હેલ્થ વર્કર્સને ફ્રન્ટલાઈન આપવામાં આવશે.’

રશિયાના સોવરન વેલ્થ ફંડના પ્રમુખ કિરિલ મિત્ર્રિવે કહ્યું કે, આ ઐતિહાસિક પ્રસંગ છે. જેમ કે આપણે અવકાશમાં પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક છોડી દીધું છે. આ તેવો જ એક પ્રસંગ છે. અમેરિકાના લોકો સ્પુતનિક વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, તે જ રીતે તેઓ આ રસીના લોન્ચ થવાથી પણ આશ્ચર્ય પામશે.. 

જો કે રશિયાએ હજુ સુધી રસીના ટ્રાયલ અંગે કોઈ ડેટા જાહેર કર્યો નથી. જેના  કારણે, તેની અસરકારકતા વિશે કોઇપણ પ્રકારનો અંદાજ લગાવી શકાય તેમ નથી. કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે, તો બીજી તરફ રસીને ઝડપથી બજારમાં લાવવા માટે રાજકીય દબાણ પણ વધી છે. આ ઉપરાંત રસીના અધૂરા હ્યૂમન ટ્રાયલ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. 

વિશ્વભરમાં ડજનબંધ વેક્સીન ટ્રાયલ ચાલી રહી છે. કેટલાક દેશોમાં વેક્સીન ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચ્યા છે તેવામાં  રશિયાને હજી વેક્સીનનો બીજો તબક્કો પણ  પૂર્ણ કરવાનું બાકી છે. રસીના ડેવલપર 3 ઓગસ્ટ સુધીમાં આ તબક્કો પૂર્ણ કરવાની યોજના બનાવી હતી.

ત્યાર બાદ ત્રીજા તબક્કાની પરીક્ષણ શરૂ કરવામાં આવશે. રશિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ રસી ઝડપથી તૈયાર કરવામાં આવશે, કારણ કે આ રસી પહેલાથી જ આવા અન્ય રોગો સામે લડવામાં સક્ષમ છે. તેથી આ વિચાર બીજા ઘણા દેશો અને કંપનીઓ ધરાવે છે. 

રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, રશિયન સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલ્યટિયર્સ તરીકે પણ કામ કર્યું છે.તે સાથે એવો પણ દાવો કરવામાં આવે છે કે, આ પ્રોજેક્ટના ડિરેક્ટર એલેક્ઝાંડર જીન્સબર્ગે પણ જાતે આ રસી લીધી છે. 

Leave a Comment