દવાઓ ખાધા વગર ડાયાબિટીસ મટાડવાનો અકસીર ઉપાય, જાણો સેવન કરવાની રીત ડાયાબિટીસ આવી જશે ઈન્સ્ટન્ટ કાબુમાં….

અનિયમિત ખાણીપીણીના કારણે ભારતમાં ડાયાબિટીસ જેવી બીમારી હવે કંટક સમાન બની રહી છે. ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી છે. જેના કિસ્સા દિન-પ્રતિદિન વઘી રહ્યા છે. ભારતમાં ડાયાબિટીસથી પીડિત લોકોનો આંકડો ઘણો મોટો છે. એક રિપોર્ટ પ્રમાણે 3 વર્ષ પહેલાં ભારતમાં 17 મિલિયન લોકો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી લડી રહ્યા હતા. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે 2030 સુધી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 101 મિલિયન થઈ જશે. ખાસ વાત એ છે કે આ લાઈલાજ બીમારી વૃદ્ધોના મુકાબલે 20 થી 45 વર્ષની ઉંમરના લોકોને વઘારે પોતાની ઝપેટમાં લઇ રહી છે. 20 થી 79 ઉંમરના વર્ગને થતા ડાયાબિટીસના મામલામાં ભારત વૈશ્વિક સ્તર પર બીજા નંબર પર છે.

કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં તે જાણવા માટે બ્લડ શુગર લેવલથી જાણી શકાય છે. ડોક્ટરો પ્રમાણે એક સામાન્ય નિરોગી વ્યક્તિ નું બ્લડ શુગર લેવલ 70 થી 100 ની વચ્ચે હોય છે. જો સુગર લેવલ 100 થી 125 ની વચ્ચે હોય તો આ બોર્ડર લાઇન ડાયાબિટીસનો એક સંકેત છે. જો બ્લડ શુગર લેવલ 126 થી ઉપર હોય તો સમજવું કે તમને ડાયાબિટીસ થઈ ચૂક્યું છે. ડાયાબિટીસના અનેક દર્દીઓ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ઇન્સ્યુલિનનો ઉપયોગ કરે છે.ખાણીપીણીમાં બદલાવ, એક્સરસાઈઝ અને યોગ જેવી પ્રક્રિયાનો સહારો લઈને પણ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કદંબ વૃક્ષના પાનનુ સેવન કરીને પણ ડાયાબિટીસની સમસ્યા પર નિયંત્રણ મેળવી શકાય છે? કદંબના પાનનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે આયુર્વેદ પ્રમાણે યોગ્ય માત્રામાં કદમ ના પાનનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ઘણો ફાયદો મળે છે. તો ચાલો આ લેખના માધ્યમથી જોઈએ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કદંબના પાન કેવી રીતે કારગર નિવડે છે.

કદંબના પાનમાં એન્ટી ડાયાબીટીક ગુણ ઉપલબ્ધ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ કદંબના પાન માં હાઇડ્રોસાયક્લોન્સ અને મિથેનોલિક અર્ક મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ શરીરમાં ઈન્સ્યુલિનના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ઇન્સ્યુલિનનું ઉત્પાદન નિયંત્રિત રાખવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.બ્લડ શુગર નિયંત્રિત કરવા માટે કદંબના પાનનો ઉપયોગ:- બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે કદંબના પાનનું સેવન સીધું જ કરી શકાય છે. તમે ઈચ્છો તો આને સુકવી લો અને ત્યારબાદ તેને પીસીને ચુર્ણ તૈયાર કરી લો. તમે સવારમાં અને સાંજે આનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો કદંબના પાનના ચૂર્ણને રાત્રે સુતા પહેલા દૂધમાં મેળવીને પણ પી શકો છો.

કદંબના પાનનો ઉકાળો:- જો તમારા ઘરની આસપાસ કદંબનું વૃક્ષ હોય તો તમે આના પાનનો તાજો ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે કદંબના કેટલાક પાનને બે ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો. બે થી ત્રણ મિનિટ કદંબના પાનને ઉકાળ્યા બાદ તેમાં 4 થી 5 વાટેલા લવિંગને નાખીને ઉકાળો. લવિંગ અને કદંબના પાન ને ત્યાં સુધી ઉકાળવાના છે જ્યાં સુધી પાણી અડધો ગ્લાસ જેટલું ના રહી જાય. આને ગાળીને નવશેકુ ગરમ હોય ત્યારે સેવન કરવું.

કદંબના પાનને આયુર્વેદમાં ડાયાબિટીસ માટે ઘણા સહાયક માનવામાં આવ્યા છે. પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી છો અને હોમિયોપેથીક કે બીજી કોઈ અન્ય દવાઓનું સેવન કરી રહ્યા હોવ તો આનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

2 thoughts on “દવાઓ ખાધા વગર ડાયાબિટીસ મટાડવાનો અકસીર ઉપાય, જાણો સેવન કરવાની રીત ડાયાબિટીસ આવી જશે ઈન્સ્ટન્ટ કાબુમાં….”

Leave a Comment