શરીરમાં યુરિક એસિડ વધે તો ભૂલથી પણ ન ખાતા આ સફેદ વસ્તુ, નહિ તો થશે ન થવાના રોગો…

યુરિક એસિડ ભોજનનુ પાચન અને શરીરની કોશિકાઓ તૂટવાની કુદરતી ક્રિયાઓથી બને છે. કેટલાક ખાદ્ય પદાર્થોમાં પ્યુરિન નામનું પ્રાકૃતિક તત્વ હોય છે. જ્યારે શરીર પ્યુરિનનું પાચન કરે છે તો યુરિક એસિડ બને છે. કિડની લોહીમાંથી મોટાભાગે યુરિક એસિડને પેશાબ દ્વારા બહાર પણ કાઢી દે છે. જો આ યુરિક એસિડ વધુ માત્રામાં બનવા લાગે તો કિડની તેને કાઢી નથી શકતી. એવામાં લોહીમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે. જો શરીરમાં વધુ પ્રમાણમાં યુરિક એસિડ જામવા લાગે તો તેને હાઇપરયૂરીસીમિયા કહેવાય છે.

લોહીમાં યુરિક એસિડનું ઉત્પાદન વધવાની સાથે હાથ પગમાં જકડન થવા લાગે છે. અને ઊઠવા બેસવામાં તકલીફ થાય છે. આંગળીઓમાં સોજા અને અસહ્ય દુખાવો પણ થાય છે. શરીરમાં યુરિક એસિડ વધવાથી ગઠીયો વા, સંધિવા, ગાઉટ વગેરે જેવી બિમારીઓ થાય છે. સાથે સાથે સાંધામાં ગાંઠની ફરિયાદ પણ થઇ જાય છે. યુરિક એસિડ વધવાથી બ્લડ પ્રેશર, થાઈરોડ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ થાય છે. એવામાં સલાહ આપવામાં આવે છે કે દહીંનું સેવન ન કરવું જોઈએ. તમારા મનમાં પણ આ પ્રશ્ન થતો જ હશે. તો ચાલો જાણીએ આ વિશે આયુર્વેદિક ડોક્ટર દ્વારા.યુરિક એસિડ વધવાથી શું થાય છે:- જ્યારે લોહીમાં યુરિક એસિડની માત્રા વધી જાય તો આ ક્રિસ્ટલની જેમ બની જાય છે. આ ક્રિસ્ટલ નાના નાના ટુકડાના રૂપે હાડકાની વચ્ચે જામવા લાગે છે. તેના કારણે સોજો થવા લાગે છે અને હાડકામાં અસહ્ય દુખાવો થાય છે. જ્યારે યુરિક એસિડ અનિયંત્રિત થવા લાગે તો હૃદયનો હુમલો, કિડની ફેલ્યર અને મલ્ટીપલ ઓર્ગન ફેલીયર જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

જો યુરિક એસિડ વધ્યું હોય તો પ્રોટીનનું સેવન ઓછું કરવું:- યુરિક એસિડને નિયંત્રિત કરવામાં જીવનશૈલી અને ખાનપાનમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે પ્રોટીનનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે પ્રોટીનના વધુ સેવનથી યુરિક એસિડનું સ્તર વધવા માંડે છે. દહીંમા પ્રોટીનની માત્રા વધારે હોય છે જે યુરિક એસિડ માટે હાનિકારક બની શકે છે.દહી વધારે યુરિક એસિડ:- બપોરનું ભોજન લીધા બાદ દહી ખાવાનું લોકોને વધારે પસંદ હોય છે પરંતુ જેનું યુરિક એસિડ વધેલું હોય તેવી વ્યક્તિઓએ દહીંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. દહીમાં હાજર ટ્રાન્સ ફેટ યુરીક એસીડની માત્રા વધારવાનું કામ કરે છે.

ખાટી વસ્તુઓ ને ટાળવી:- યુરિક એસિડ વધે તો ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે દહી સ્વાદમાં ખાટું હોય છે. આનુ સેવન કરવાથી યુરિક એસિડ વાળા દર્દીઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દહીં ને લઇ ને શું કહે છે આયુર્વેદ:- આયુર્વેદ પ્રમાણે દહીં ખાવાથી સાંધામાં સોજો આવી શકે છે જે યુરીક એસીડ માં હાનિકારક છે. દહીં ખાવાનો સમય પણ આયુર્વેદ પ્રમાણે નિશ્ચિત છે. દહી રાત્રે ક્યારેય પણ ન ખાવું જોઈએ. જો દિવસમાં દહી ખાવું હોય તો ખાંડ મેળવીને ખાઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment