આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી શાકભાજી, જેને ખાવાથી 30 થી વધુ ગંભીર રોગો થઈ જશે છુમંતર… અદ્દભુત ફાયદા જાણીને ચોંકી જશો…

મિત્રો તમે કદાચ બજારમાં કંટોલા જોતા હશો. એકદમ લીલા કંટોલા સ્વાદમાં મસ્ત હોવાની સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ એટલા જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને પુરતું પોષણ આપે છે. તેમજ તમે કદાચ કંટોલાનું શાક, બનાવીને ખાતા હશો. પણ તમે તેનું જ્યુસ અથવા ફળના રૂપમાં પણ સેવન કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો તમારા સ્વાસ્થ્યને ફીટ રાખવામાં તમારી મદદ કરે છે. ચાલો તો જાણી લઈએ કંટોલાના કેટલાક ફાયદાઓ વિશે.

ચોમાસામાં મળતું ફળ કંટોલા વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. તે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ ગણવામાં આવે છે. તે ભારતના દરેક ભાગમાં ઉપલબ્ધ છે. તે એક મૌસમી ફળ છે. તેની ખેતી મોટાભાગે પહાડી જમીન પર કરવામાં આવે છે. કંટોલાને મોટા ભાગે શાકભાજીના રૂપમાં ખાવામાં આવે છે. કંટોલાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

કંટોલા દેખાવમાં લીલા રંગના હોય છે. તે એકદમ કારેલાં જેવા જ દેખાય છે, પરંતુ આકારમાં નાના હોય છે. બહારથી એકદમ અજીબ અને ધારદાર દેખાતું આ ફળ અંદરથી એકદમ મીઠું હોય છે. તે જ કારણે કંટોલાને મીઠા કારેલાં પણ કહેવામા આવે છે. તેને અલગ-અલગ જગ્યાએ ઘણા નામથી ઓળખવામાં આવે છે. તેને કકોડા, કંટોલા, કકોરા વગેરેથી ઓળખવામાં આવે છે. કંટોલામાં અદ્ભુત ઔષધિય ગુણ જોવા મળે છે. આયુર્વેદમાં કંટોલાને એક ઔષધિના રૂપમાં પ્રયોગમાં લેવામાં આવે છે.

કંટોલાની બનેલી ઔષધિ શ્વાસ પ્રણાલી સંબંધી રોગ, મૂત્રવિકાર, તાવ, સોજા વગેરેમાં ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. એવું કહેવામા આવે છે કે, સાપ કરડે ત્યારે તેનો ઉપયોગ લાભદાયી હોય છે. તેના ઉપયોગથી સાપના ઝેરને શરીરમાંથી કાઢી શકાય છે. કંટોલાના પાંદડાથી બનેલ લેપ ઘાવ ભરવામાં અને દુખાવાથી રાહત અપાવવામાં ખૂબ જ લાભદાયી હોય છે. આ ફળના બીજને પણ તમે તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. કંટોલાના ફળના જ્યુસનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. અને સાથે જ તેમાં રહેલ તત્વો પણ શરીરમાં અવશોષિત થાય છે. ચોમાસામાં કંટોલાનું સેવન કરવાથી શરીર વધારે મજબૂત અને દ્રઢ બને છે. ચોમાસાની ઋતુમાં કંટોલાને પોતાના આહારનો મહત્વપૂર્ણ ભાગ જરૂરથી બનાવવો જોઈએ. આવો આ લેખના માધ્યમથી જાણીએ કંટોલા ખાવાથી થતાં અમુક અદ્ભુત ફાયદાઓ વિશે.

1) વજન ઘટાડવામાં સહાયક :- જો તમે પોતાનું વજન ઝડપથી ઘટાડવા માંગતા હો તો તમે કંટોલાનું સેવન કરી શકો છો. જે લોકો પોતાના વધતાં વજનથી પરેશાન હોય અને વજન ઘટાડવા માંગતા હોય, તેમણે તો કંટોળાનું સેવન જરૂરથી કરવું જોઈએ. કંટોળામાં પાણીની માત્રા સૌથી વધારે હોય છે, જે વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી હોય છે. જો તમે પણ તમારું વજન ઘટાડવા માંગતા હોય તો તેનું સેવન શરૂ કરી દેવું. કંટોળા તમારા માટે ચમત્કારી આહાર બની શકે છે.

2) બીપી કંટ્રોલમાં રાખે છે :- જો તમારું બીપી લો અથવા તો હાઈ રહેતું હોય તો તમે કંટોલાનું સેવન કરીને રેગ્યુલર કરી શકો છો. કંટોલાનું સેવન કરવાથી હાઇ બીપીથી ગ્રસ્ત લોકોને ઘણા ફાયદા થાય છે. કંટોલા માં હાઇ ફાઈબર હોવાથી તે બીપીની સમસ્યા દૂર કરે છે. તેમાં રહેલ ફાઈબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને સાથે જ હ્રદય સંબંધી બાકી રોગોને પણ મટાડે છે.

3) ડાયાબિટીસ વિરોધી :- જે લોકો ડાયાબિટીસના રોગથી પીડિત છે તેઓ જો કંટોલાનું સેવન કરે છે તો તેનું શુગર નિયમિત થઇ શકે છે. કંટોલાનું વરસાદની ઋતુમાં નિયમિત રૂપથી સેવન કરવા માટે ડાયાબિટીસના રોગીઓને વધારે લાભ થાય છે. તેમાં રહેલ ફાઇટો-પોષક તત્વો, પોલિપેપ્ટાઇડ-પી શરીરમાં રક્ત શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખે છે. ફાઈબર અને પાણીની માત્રા વધારે હોવાને કારણે કંટોલા ડાયાબિટીસ વિરોધક છે. ડાયાબિટીસના રોગીઓને નિશ્ચિત રીતે તેનું સેવન કરવું જોઈએ.

4) રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે :- શરીરને અનેક રોગો સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિની જરૂર હોય છે આ માટે તમે કંટોલાનું સેવન કરી શકો છો. કંટોલામાં રહેલ એસ્કાર્બિક એસિડ એટલે કે, વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારો આપે છે. વિટામિન સી શરીરમાં શ્વેત રક્ત કોશિકાઓ વધારવામાં યોગદાન આપે છે. આ જ શ્વેત રક્ત કોશિકાઓ શરીરને ઇન્ફેક્શન અને વાઇરસથી બચાવે છે માટે જ સલાહ આપવામાં આવે છે કે, ચોમાસામાં કંટોલાનું જ્યુસ કે શાકના રૂપમાં સેવન કરવું જોઈએ.

5) ત્વચા માટે લાભદાયી :- જે લોકોને ત્વચા સંબંધી કોઈ પરેશાની હોય તો તેઓ કંટોલાનું સેવન કરી શકે છે. કંટોલાનું દરરોજ સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ, માથા પર રેખાઓ જલ્દી આવતી નથી. આજના પ્રદૂષણ અને દૂષિત ખાણીપીણીના કારણે ઉંમર પહેલા જ શરીર ઢીલું પડવા લાગે છે. એવામાં કંટોલાનું સેવન કરવાથી સ્કિનની અંદર રહેલ કોલેજન ટાઈટ અને મજબૂત બન્યા રહે છે. તેનાથી ત્વચા એકસાથે દ્રઢ બની રહે છે. માટે કંટોલાને વૃદ્ધત્વ વિરોધી ફળ ગણવામાં આવે છે.

6) શરીરને બનાવે મજબૂત :- શરીરની મજબૂતી માટે કંટોલાને એક શક્તિશાળી ફળ ગણવામાં આવે છે. પ્રોટીનની માત્રા વધારે હોવાને કારણે કંટોલા માંસપેશીઓના વિકાસ માટે ખૂબ જ લાભદાયી જણાવવામાં આવ્યું છે. પ્રોટીન શરીરના બિલ્ડીંગ બ્લોક્સ હોય છે. કંટોલામાં રહેલ પ્રોટીન દ્વારા કોઈ પણ ઘાવ જલ્દી ભરાવવામાં મદદ મળે છે. સાથે જ તે શરીરને અદ્ભુત ઉર્જા પ્રદાન કરે છે.

7) પાચન તંત્રને સ્વસ્થ રાખે છે :- જો તમારું પાચન તંત્ર નબળું છે તો તમે કંટોલાનું સેવન કરીને તેને મજબુત બનાવી શકો છો. કંટોળાના પૌષ્ટિક તત્વો પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, વિટામિન અને મોઈશ્ચર એટલે કે પાણીની માત્રા વધારે હોવાને કારણે કંટોળાના સેવનથી ભોજન પચાવવામાં સરળતા રહે છે. તેના સેવનથી આપણું પેટ સ્વસ્થ અને હળવું રહે છે. જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન હોય તો, ચોમાસામાં કંટોલા ખાવા ન ભૂલવા.

8) આંખો માટે લાભદાયી :- આંખની રોશની વધારવા માટે કંટોલા ખુબ જ ગુણકારી છે. કંટોલામાં થિયામાઈન એટલે કે વિટામિન બી હોય છે જે આંખ માટે એક જરૂરી ન્યૂટ્રીઅંટ હોય છે. સાથે જ તેમાં વિટામિન એ પણ જોવા મળે છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

9) પથરી અને બવાસીર માટે ઉપયોગી :- કંટોલા પાવડરના રૂપમાં પણ ખાઈ શકાય છે. તેના પાવડરમાં ઘણા ગુણ રહેલા હોય છે. કંટોલાના પાવડરનું દરરોજ દૂધ કે પાણી સાથે સેવન કરવાથી પથરી કે બવાસીર જેવા રોગના ઇલાજમાં મદદ મળે છે.

10) કેન્સરથી બચાવે છે કંટોલા :- કંટોલાનું સેવન નાની નહીં પરંતુ કેન્સર જેવી મોટી બીમારીથી પણ તમને બચાવે છે. તેનું સેવન નિયમિત રૂપથી કરવાથી શરીરનું કેન્સર મટી શકે છે. કંટોલા એકદમ પ્રાકૃતિક છે. તેના સેવનથી શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. માટે ચોમાસામાં કંટોલાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment