આવી રીતે કેરીને રાખશો તો બગડશે પણ નહિ અને ચાલશે આખું વર્ષ, ઝટપટ જાણો કેરીને સ્ટોર કરવાની આ રીત… અને ખાવ આખું વર્ષ કેરી….

મિત્રો, ઉનાળો હવે પૂરો થયો અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદે પણ પોતાની પધરામણી કરી છે. ધીમે ધીમે ચોમાસું સમગ્ર ગુજરાતમાં ફેલાય જશે. મિત્રો ચોમાસું આવે એટલે સ્વાભાવિક છે કે હવે કેરીની સિઝન પણ પૂરી થવા આવી. પરંતુ  તમે એવું ઈચ્છતા હો કે, જો કેરી બારેમાસ ખાવા મળે તો ?  એવો વિચાર આવે એ સંભવ છે. આજે અમે તમને આ લેખમાં પાકી કેરીને તમે આખું વર્ષ કેવી રીતે સાચવી શકો તેના વિશે જણાવશું. સ્ટોર કરવાની રીત એવી છે કે સ્વાદમાં જરા પણ ફેર પડતો નથી, તેમજ તમે તાજી કેરી ખાતા હો, તેવું જ લાગે છે. તો ચાલો જાણીએ કરીને આખા વર્કેષ માટે કેવી રીતે સ્ટોર કરવી.

આપણે પાકી કેરીને ઘણીવાર ફ્રિઝમાં સ્ટોર કરવા છતાં પણ  બગડી જતી હોય છે. પરંતુ આ લેખમાં અમે તમને એવી પદ્ધતિ જણાવશું કે આખું વર્ષ કેરીનો સ્વાદ અકબંધ અને તાજો જ રહેશે.

પાકી કેરીને સ્ટોર કરવા પહેલા કાચી કેરી લેવાની છે અને તેને પકવવાની છે. આ સિવાય જો પાકી કેરીને સ્ટોર કરવા ઇચ્છતા હો, તો વરસાદ થાય એ પહેલા સ્ટોર કરી લેવી જોઈએ. જો તમે પાકી કેરી સ્ટોર કરવા માંગો છો તો જાણી લો તેની બે સરળ રીતે વિશે.

પહેલા કાચી કેરી લઈ તેને ઘરે પકાવો. કેરી પાકી જાય પછી તેની છાલ કાઢો, પરંતુ પાકેલી કેરી કડક લેવાની છે સ્ટોર કરવા માટે. છાલ કાઢી નાખ્યા બાદ તેના નાના ટુકડા કરી તેને સમારી લો. તમારે કેરી સમારતી વખતે ગોટલાને ઘસીને ન સમારો, તેને ઉપર ઉપરથી જ સમારી લો. જ્યારે ગોટલી પર રહેલ કેરીના ગર્ભનો આપણે ઉપયોગ કરી લઈશું.

કેરી સમારી નાખ્યા બાદ તેમાંથી થોડા ટુકડા એક અલગ વાસણમાં કાઢી લો, અને હવે તેમાં ગોટલા પર રહેલ કેરીને સમારી લો. આ મિશ્રણનો ઉપયોગ આપણે રસ કરવામાં કરીશું અને આ રસને પણ આપણે સ્ટોર કરીશું. હવે આ મિશ્રણને બ્લેન્ડરમાં કે મીક્ષ્યરમાં ક્રશ કરી લો, પછી તેને ગરણીની મદદથી ગાળી લો. આમ કેરીનો રસ અને કેરીના ટુકડા તૈયાર છે. યાદ રાખો કે તમારે આ રસમાં બિલકુલ પાણી નથી નાખવાનું. કારણ કે પાણી નાખવાથી રસ બગડી જશે અથવા તો જામી જશે.

હવે તમારે કેરીનો રસ અને કેરીના ક્યુબ સ્ટોર કરવા માટે BPF ફ્રી નામનું જ એર ટાઈટ કન્ટેનર લો. જેમાં તમારે આ કેરીના ક્યુબ અને રસ બંને સ્ટોર કરવાના છે. આ સિવાય હવે તમારે કેરીના રસમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે. આ દળેલી ખાંડ નાખવાથી રસ કલર અને સ્વાદ એકદમ તાજા જ રહે છે. હવે આ રસને એક જીપ પાઉચમાં ભરી લો. આ પાઉચમાં હવા ન રહે તે રીતે જીપ બંધ કરી દો.

હવે કેરીના ક્યુબ ભરવા માટે એક એર ટાઈટ કન્ટેનર લો. આ કન્ટેનરમાં પહેલાં નીચે થોડી ખાંડ ભભરાવી દો, એ પણ યાદ રાખો કે તમારે એક વખતમાં જેટલો વપરાશ હોય એટલી સાઈઝનું જ કન્ટેનર લેવું. જેથી કરીને કેરીના ક્યુબ તમે કાઢો તો તેના તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય.

એક વખત કેરીની લાઈન કરી લીધા પછી તમારે ફરીથી થોડી ખાંડ નાખવાની છે અને પછી બીજી વખત કેરીના ક્યુબ નાખવાના છે. આમ કેરીના ક્યુબ નાખ્યા પછી તેના પર ફરીથી થોડી ખાંડ નાખીશું. પરંતુ કોઈ પણ ડબ્બામાં કેરી ભરો ત્યારે તેમાં ઉપર થોડી જગ્યા બાકી રાખવી, અખો ડબ્બો ન ભરવો. હવે એકદમ ટાઈટ ડબ્બાને બંધ કરી દો.

આમ કેરીનો રસ અને કેરીના ક્યુબ બંને ફ્રિઝમાં રાખવા માટે તૈયાર છે. હવે તેને ફ્રિઝરમાં મૂકી દો. આમ તમે ફ્રિઝરમાં કોઈ પણ વસ્તુને સ્ટોર કરી શકો છો. તમારી પાસે  જુનું ફ્રિઝ હોય તો તેમાં ફ્રિઝરમાં કેરીને મુકવી અને જો તમારી પાસે આધુનિક ફ્રિઝ હોય તો તેમાં ફૂલ કુલનું ખાનું હોય ત્યાં મુકવું. તેમાં મુકવાથી જો કોઈક વખત લાઈટ કે અન્ય કારણસર ફ્રીઝ બંધ થઈ ગયું હોય તો 8 થી 10 કલાક સુધી કેરીને કંઈ નથી થતું. તો મિત્રો આ પદ્ધતિ અનુસાર તમે આખું વર્ષ કેરીની મજા માણી શકો છો. તો આ છે આખું વર્ષ કેરીને સ્ટોર કરવાની બેસ્ટ ટીપ્સ. કેરી રહેશે એકદમ તાજી અને સ્વાદમાં પણ બેસ્ટ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment