કરો આ દેશી ફળનું સેવન વજન અને ચરબી ઘટાડી બચાવશે ડાયાબિટીસ, પાચન અને શ્વાસની બીમારીઓથી.

આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાના કારણે ખૂબ જ પરેશાન છે. આના કારણો માં અસંતુલિત જીવનશૈલી તેમજ આનુવંશિક કારણ અને બીમારી પણ જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં બોડી શેમિંગના કિસ્સાઓ પણ સામે આવે છે. આગળ જઈને માનસિક તણાવનું કારણ બની શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ખૂબ જ પ્રયત્ન કરે છે. જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યા પછી સાથે-સાથે માર્કેટની દરેક વસ્તુઓનો ઉપયોગ કરે છે, જે વજન ઘટાડવાની લાલચ આપે છે તેમાં લલચાઈ જાય છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી.

પરંતુ શું તમને ખબર છે તમે કોઈપણ આડઅસર વિના તમારી વજન ઘટાડવાની મુસાફરીને સરળ બનાવી શકો છો. આમ તો વજન ઘટાડવા માટે કેટલાક પ્રકારના સુપર ફુડ્સ તમે અજમાવ્યા હશે. પરંતુ અમે તમારા માટે દેશી અને મોસમી ફળોનો સુજાવ લઈને આવ્યા છે. જે બજારમાં સરળતાથી મળી રહે છે તેમજ મેદસ્વિતા માટે પણ અસરકારક છે.1) જરદાળુ:- જરદાળુ ખાટા-મીઠા સ્વાદવાળું રસદાર ફળ હોય છે.તેમાં કેટલાક પ્રકારના પોષક તત્વો સમાયેલા હોય છે. સાથે તેમાં કેટલાક પ્રકારના ઔષધીય ગુણ જોવા મળે છે. જે પાચન, દ્રષ્ટિ સુધારણા, હૃદયરોગ, એનિમિયા, ડાયાબિટીસ જેવા રોગો સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં હાજર ફાઇબર શરીરમાં સંતૃપ્તિ હોર્મોનને મુક્ત કરે છે. પેટને ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. આનાથી વ્યક્તિ વધારે ખાવાથી મેદસ્વિતાથી બચી શકે છે. વજન ઓછું કરવાની દિશામાં સરળતાથી પોતાના ડાયટને અનુસરી શકે છે.

2) સોનાવે ફળ:- સોનાવે ફળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ડાયાબિટીસમાં ખૂબ જ વધારે લાભદાયક છે. આ ફળ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ફળ વિટામિન, આયર્ન, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર છે. સારી રોગપ્રતિકારક શક્તિ અને વાળની ​​સંભાળ માટે તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.3) તાડફળી:- આઈસ એપલને તાડફળી પણ કહેવામાં આવે છે. તેનો સ્વાદ નારીયેલના પાણી જેવો આવે છે. તેમાં ભરપૂર માત્રામાં મિનરલ, વિટામિન્સ અને ખાંડ હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે સારું હોય છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

4) બીલી ફળ:- સફરજનની જેમ જ પોષક તત્વ અને બહારનું આવરણ સખત હોવાના કારણે બીલીને વુડ એપલ પણ કહેવામાં આવે છે. ગરમીની મોસમમાં તેનું જ્યૂસ ખૂબજ પસંદ કરવામાં આવે છે. તેમાં ઉચ્ચ ફાઈબર અને વિટામિન જોવા મળે છે. જે તેને વજન ઘટાડવા માટે પરફેક્ટ બનાવે છે. ઉપરાંત આ ફળ પાચન સ્વાસ્થ્ય, શ્વસન સંબંધી બીમારીઓને રોકી શકે છે. ઉપરાંત જો તમે ડાયાબિટીસના રોગી છો તો તમે આ સુપર ફુડનું સેવન કરી શકો છો. તે ડાયાબિટીસની પ્રગતિને ધીમી પાડવાનું કામ કરે છે.5) સ્ટાર ફ્રુટ:- સ્ટાર ફળ ને જો કાપવામાં આવે તો તે સ્ટાર જેવું દેખાય છે. એટલા માટે તેને સ્ટાર ફળ પણ કહેવામાં આવે છે. જે સ્વાદમાં થોડું ખાટુ હોય છે. તેમાં વિટામિન બી અને ફાયબર જેવા પોષક તત્વો જોવા મળે છે. પાચન સ્વાસ્થ્યમાં સુધારાની સાથે સ્ટ્રોક અને હૃદય રોગથી બચાવ કરવામાં સહાયકારક થાય છે. સાથે જ આ ફળ આપણી વેઇટલોસ જર્ની ને સરળ કરે છે.તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે તથા ફાઇબર જરૂરી માત્રામાં હોય છે. જે શરીરની વધારાની ચરબીને બાળવાનું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment