300 બીમારીઓનો ઈલાજ છે આ એક ઔષધી, ફળ, ફૂલ, પાન અને બીજમાં ગુણોને ભરપુર ખજાનો… જાણો ઉપયોગની રીત

કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે. અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે. અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. એવામાં સરગવાની સિંગ ના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આને વર્ષો થી આયુર્વેદ માં અનેક રોગોના ઉપચાર રૂપે કરાય છે. તેને મુંગા, મોરિંગા અને ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. તેના પાંદડા, દાંડી અને દરેક ભાગોનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે તેના પાંદડામાં નારંગી કરતાં 7 ગણું વધુ વિટામિન સી અને કેળા કરતાં 15 ગણું વધુ પોટેશિયમ હોય છે.

આયુર્વેદ પ્રમાણે સરગવામાં 300 રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તેથી કેટલાક લોકો આને ચમત્કારિક વૃક્ષ પણ કહે છે. આ વૃક્ષ સામાન્ય સમસ્યા જેવી કે વાળ ખરવાથી લઈને અસ્થમા,સંધિવા જેવા રોગોમાં પણ ફાયદાકારક છે. જોકે એક્સપર્ટ સરગવો ગુણો નો ભંડાર હોવા છતાં તેને ડોક્ટરની સલાહ વગર પોતાના આહારમાં સામેલ કરવા ની સલાહ નથી આપતા.

સરગવાના ઔષધીય ફાયદા – સરગવામાં ઔષધીય ગુણ :- આયુર્વેદ ડોક્ટર જણાવે છે કે આ એક ઓલ ઈન વન હર્બ છે. આ વૃક્ષ એક એન્ટિ બાયોટિક, એનાલ્જેસિક, એન્ટિ-ઓક્સીડેંટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટી કેન્સર, એન્ટીવાયરલ અને એન્ટી ફંગલ અને એન્ટિજિંગ ના રૂપમાં કામ કરે છે.

વિટામિન A,B,C થી ભરપૂર :- વિટામિન એ, વિટામિન B1- થાઇમિન, B2 -રિબોફ્લેવિન, B3 -નિયાસિન, B-6, ફોલેટ, વિટામિન C – એસ્કોર્બિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક.કેવી રીતે કરવો આનો ઉપયોગ – પાન :- આ છોડ ના દરેક ભાગ ફાયદાકારક હોય છે પરંતુ આના પાન સૌથી અધિક ગુણકારી હોય છે. તમે તમારી રસોઈ બનાવતી વખતે તાજા સરગવાના પાનનો ઉપયોગ કરી શકો છો.

શીંગ :- આની શીંગનું સૂપ અને કરી બનાવી શકાય છે. આના સૂકા પાનનો પાવડર પણ ઉપયોગ કરી શકાય છે. તેના સિવાય સરગવાની શીંગને ઉકાળીને તેનું સૂપ પીવાથી ગઠિયા વા ના દુખાવાથી રાહત મળે છે.

પાવડર :- તમે 1 નાની ચમચી સરગવા નો પાવડર લઈ શકો છો અથવા તમે તેને રોટલી, ચીલા, સ્મૂધી, એનર્જી ડ્રિંક, દાળ વગેરેમાં સ્વાસ્થ્ય હેતુઓ માટે મેળવી શકો છો.

સરગવાની શીંગ ના આ 10 ફાયદા તેને અલગ બનાવે છે :-
1) તે તમારા હિમોગ્લોબિનને સુધારવામાં મદદ કરે છે.
2) બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
3) લીવર અને કિડનીને ડિટોક્સિફાય કરે છે.
4) લોહીને શુદ્ધ કરે છે, ચામડીના રોગો દૂર કરે છે.
5) વજન ઘટાડવામાં મદદ કરે છે.

6) ચયાપચનમાં સુધારો કરે છે.
7) તમારા શુગર લેવલને નિયંત્રિત કરે છે.
8) તણાવ, ચિંતા અને મૂડ સ્વિંગ ઘટાડે છે.
9) થાઇરોઇડ કાર્ય સુધારે છે.
10) માતાઓમાં સ્તન દૂધનું ઉત્પાદન વધારે છે.

આ લોકોએ સરગવાનું સેવન ન કરવું જોઈએ:- સરગવાની તાસીર ગરમ હોય છે, તેથી જે લોકોને ગરમીની સમસ્યા – એસીડીટી, રક્તસ્રાવ, પાઈલ્સ, વધુ માસિક સ્રાવ, ખીલ હોય તેને ટાળવું જોઈએ અથવા સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment