સવારમાં ફક્ત અડધા કલાકનું કામ અને જીવનભર સ્વસ્થ રહેશે, જાણો એ કામ અને તેના 10 મોટા ફાયદા.

જો તમે જીવનમાં સ્વસ્થ રહેવા ઇચ્છો છો. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા શરીર માટે શું ફાયદાકારક છે. હાલની સ્થિતિમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે અનેક પગલાં લે છે. કોઈ એક્સરસાઇઝ કરે છે, તો કોઈ જીમ જાય છે. જો તમને ભારે કસરત કરવી અથવા જીમમાં જવાનું પસંદ નથી, તો પછી તમે સરળ કસરત કરીને સ્વસ્થ જીવન પણ જીવી શકો છો. તમે જોયું હશે કે ઘણા લોકો સવારે બગીચામાં અથવા રસ્તા પર સવારે ચાલવા નીકળે છે. ચાલવું એ એક સરળ અને શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચાલવાથી આપણું મન પણ ખુશ થાય છે જે આપણા સ્વાસ્થ્યને પર અસર કરે છે.

મોર્નિંગ વોકના ફાયદા : ઓસ્ટીયોપોરોસિસ અને ગાંઠ સંબંધિત રોગોમાં અસરકારક એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે, સવારે ચાલવાથી ઓસ્ટીયોપોરોસિસ અને સંધિવા જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સંધિવાની સમસ્યાથી પીડિત છે, તો તેણે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ સરળ શારીરિક કસરત કરવી જોઈએ. આ શારીરિક કસરતમાં ચાલવું, સાયકલ ચલાવવી અને સ્વિમિંગ કરવું ફાયદાકારક માનવામાં આવે છે.ડિપ્રેશન : આજકાલ ડિપ્રેશન એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જે ઘણા લોકોને જીવ લે છે. હતાશા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે વ્યક્તિએ દરરોજ સવારે ચાલવું જોઈએ. કારણ કે તે માનસિક સ્થિતિને મજબૂત બનાવે છે. એક સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે, ડિપ્રેશનના દર્દીઓ જેઓ સવારે 20 થી 40 મિનિટ ચાલે છે તેની માનસિક સ્થિતિમાં સુધરો થાય છે.

ડાયાબિટિસ : અત્યારે તો સામાન્ય રોગોમાં ડાયાબિટીસ સામેલ છે. અસ્ત વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘણા લોકો ડાયાબિટીસનો ભોગ બને છે. દરરોજ સવારે ચાલવાથી ડાયાબિટીઝનું જોખમ 20 થી 30% સુધી ઓછું થાય છે. એટલા માટે ડોકટરો ડાયાબિટીસના દર્દીઓને સવારે ચાલવાની સલાહ આપે છે.

હૃદય રોગ : સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે, મોર્નિંગ વોક કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. મોર્નિંગ વોક નિયમિત કરવાથી હૃદયની અનેક રોગોનું જોખમ ઓછું થાય છે. હાર્ટના દર્દીઓ માટે મોર્નિંગ વોક ખુબ ફાયદાકારક છે.કેન્સરનો ખતરો : ઘણા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે, મોર્નિંગ વોક પણ કેન્સરનું જોખમ ઘટાડવામાં સક્ષમ છે. અઠવાડિયામાં આશરે 3 કલાકની મોર્નિંગ વોક સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે જ્યારે 6-કલાક ચાલવું એ આંતરડાનું કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. દરરોજ મોર્નિંગ વોક મહિલાઓને લગતા કેન્સરનું જોખમ ઘટાડે છે.

મગજની કાર્યક્ષમતા : દરરોજ નિયમિત મોર્નિંગ વોક કરવાથી માનસિક સ્થિતિ મજબૂત થવાની સાથે માનસિક કાર્યક્ષમતા પણ વધે છે. એટલું જ નહીં રોજની સવારની ચાલથી અનેક માનસિક સમસ્યાઓથી પણ રાહત મળે છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિ માટે મોર્નિંગ વોક ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.વજન : નબળી જીવનશૈલી અને ખોટા આહારને કારણે સામાન્ય રોગોમાં પણ સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે. વજન ઓછું કરવા માટે વ્યાયામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે વ્યક્તિને જીમમાં જવું અથવા ભારે કસરત કરવી પસંદ નથી, તેણે દરરોજ નિયમિત મોર્નિંગ વોક કરવી જોઈએ. મોર્નિંગ વોક વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. સંશોધન અનુસાર, એવું જાણવા મળ્યું છે કે, સવારે ચાલવાથી પેટનો ભાગ ઓછો થાય છે અને સ્નાયુઓ મજબૂત બને છે.

ઇમ્યુનિટી : કોઈ પણ રોગ સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા વિશે જાણવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિના શરીરની પ્રતિરોધકતા નબળી હોય તો તે અનેક રોગોનો શિકાર થઈ શકે છે. વૈજ્ઞાનિકોને સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, દરરોજ 30 મિનિટ ચાલવું શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે.ત્વચા : સંતુલિત આહાર સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે શરીરની અંદર મુક્ત રેડિકલ્સ બહાર કાઢવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ મોર્નિંગ વોક કરવાથી શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેના કારણે ત્વચાના કોષો પણ સુરક્ષિત રહે છે. મોર્નિંગ વોક ત્વચાને સ્વસ્થ બનાવવા સાથે એન્ટિ-એજિંગની સમસ્યા પણ દૂર કરે છે, તમને હંમેશા તાજગીનો અનુભવ કરાવે છે. 

મોર્નિંગ વોકથી વાળ :  એવું કહેવામાં આવે છે કે, વિટામિન ડીના અભાવને કારણે ઘણી વાર સ્ત્રીઓમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. વિટામિન ડી સવારે સૂર્યની કિરણોમાં શોષાય છે, જે આપણી ત્વચામાં જાય છે અને શરીરની અંદર વિટામિન ડીને ઉમેરે છે. વિટામિન ડીની મદદથી આપણા વાળ મજબૂત બને છે અને સ્વસ્થ રહે છે.

Leave a Comment