આજે જ બદલી નાખો આ 7 આદતો, નહિ તો સમય પહેલા જ વધી જશે બ્લડ પ્રેશર અને હાર્ટએટેકનો ખતરો… જાણો બચવાના ઉપાય…

હાઈ બ્લડ પ્રેશરને સાઈલન્ટ કીલર પણ કહે છે. કારણ કે હાઈ બ્લડ પ્રેશરના કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી. તેથી સરળતાથી આ સમસ્યા પકડમાં આવતી નથી તેથી ડોક્ટર વારંવાર બ્લડ પ્રેશર ચેક કરાવવાની સલાહ આપતા હોય છે. તમને જણાવી દઈએ કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાના કારણે અનેક અન્ય બીમારી અને સમસ્યા થઇ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન કે પછી હાઈ બીપી તમે તેને કંઈ પણ નામ આપી શકો છો. પરંતુ આ બીમારી દિવસે દિવસે વધતી જાય છે. ભારતમાં દર 3 વ્યક્તિએ 1 વ્યક્તિ હાઈ બીપીની સમસ્યાથી પીડાઈ રહી છે. પહેલા હાઈ બીપીની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતી હતી. હવે આ બીમારી 20 વર્ષીય યુવકોને પણ થઇ શકે છે. એવામાં આજ અમે તમને એવી આદતો વિશે જણાવશું જેના કારણે થઇ શકે છે હાઈ બ્લડ પ્રેશરની બીમારી. જો તમે પણ આ આદતો ધરાવો છો તો આજે જ છોડો આ આદતો.

તણાવ:- હાઈ બીપીનું સૌથી મુખ્ય અને પ્રાથમિક કારણ છે સ્ટ્રેસ એટલે કે તણાવ. આજના સમયમાં હર કોઈ તણાવમાં જીવી રહ્યું છે. નાણા બાળકથી લઈને વૃદ્ધ દરેકને કોઈ ને કોઈ તણાવ રહેતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે વધારે સ્ટ્રેસ લેવાથી શરીરમાં હાઈ બીપી વધારનારા હોર્મોન્સ રીલીઝ થાય છે. જેના કારણે બ્લડ વેસલ્સ પર પ્રેશર આવે છે અને પરિણામે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગે છે. માટે જો તમે હાઈ બીપીથી બચવા માંગો છો તો આજ થી જ સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવાવવાનું શરુ કરી દો.

વધારે પડતા મીઠાનું સેવન:- ઘણા લોકોને વધારે મીઠું ખાવાની આદત હોય છે. તેઓ ભોજન કરતી વખતે સાથે મીઠું લઈને બેસતા હોય છે. આ ઉપરાંત તેઓ છાશ અને સલાડમાં ઉપરથી એક્સ્ટ્રા મીઠું ઉમેરતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજે જ આ આદતને છોડી દેવી. કારણ કે ભોજનમાં વધારે મીઠાનું સેવન કરવાથી શરીરમાં સોડીયમની માત્રા વધી જાય છે. જેના કારણે કીડની વોટર રીટેંશન થવાના કારણે રક્તમાં ઘણા બધા ફ્લુઈડનું વાહન થવા લાગે છે, જેના લીધે રક્ત વાહીનીઓમાં પ્રેશર વધે છે. અને પરિણામે હાઈ બીપીની સમસ્યા થાય છે.

મોટાપાની સમસ્યા કે વધતું વજન:- જે લોકો મોટાપાની સમસ્યા ધરાવે છે, તેમના શરીરમાં ફેટી ટીસ્યુઝ વધારે પ્રમાણમાં હોય છે જેના લીધે રક્ત વાહીનીઓ સંકોચાવા લાગે છે. જેના કારણે હૃદયને દિવસ દરમિયાન વધારે લોહીને પંપ કરવું પડે છે. અને તમને જણાવી દઈએ કે જો હૃદયનું કાર્ય વધી જાય તો તે હાઈ બીપી વધવાની નિશાની છે.

ફીઝીકલ એક્ટીવ ન રહેવું:- જો તમે દિવસ દરમિયાન એક જ જગ્યાએ બેસી રહો છો અને બેઠાળુ જીવન જીવી રહ્યા છો તો આજે જ નિયમિત રૂપે કોઈને કોઈ રીતે ફીઝીકલી એક્ટીવ રહેવાનું અથવા એકસરસાઈઝ કરવાનું ચાલુ કરી દો. કારણે કે જે લોકો ફીઝીકલ એક્ટીવ નથી રહેતા તેમનું બીપી વધે છે. આ ઉપરાંત જો તમે પહેલેથી હાઈ બીપીના શિકાર છો તો એકસરસાઈઝ કરીને તેને નિયંત્રણમાં લાવી શકો છો.

ધુમ્રપાન, તંબાકુ કે દારૂના સેવનથી બચવું:- ધુમ્રપાન કરવાથી પણ રક્ત વાહિકાઓ સંકોચવા લાગે છે અને હાઈ બીપી થવાનું રિસ્ક વધી જાય છે. તેથી ધુમ્રપાન કરવું નહિ. તેમજ વધારે તંબાકુ કે દારૂનું સેવન કરવાથી પણ હાઈ બીપીનું જોખમ વધી જાય છે. માટે દિવસ દરમિયાન એકથી વધારે ડ્રીંકનું સેવન કરવું જોઈએ નહિ. આ ઉપરાંત વધારે સેચ્યુંરેટેડ ફેટ ધરાવતા આહાર તેમજ ટ્રાન્સ ફેટનું સેવન ઓછું કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment