જીમનો ખર્ચ કર્યા વગર જ વજન ઘટાડવા અજમાવો આ 7 ટેકનીક, બરફની જેમ ઓગળી જશે ચરબી અને મળશે ધાર્યું પરિણામ…

આજની ખાણીપીણી અને જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોનું વજન વધી જાય છે. ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે અનેક કોશિશ કરવા છતાં વજન ઘટાડી શકાતું નથી. વળી આજની ભાગદોડ ભરેલી અને વ્યસ્ત જીવનશૈલીમાંથી જીમ જવા માટે નો સમય પણ ફાળવી શકાતો નથી એવામાં વજન ઘટાડવું એ માનસિક અને શારીરિક પડકાર થી ઓછું નથી, કારણકે કોઈ એક ખાસ રીતે રૂટિન ને અપનાવીને વર્કઆઉટ કરવું અને સાથે જ ઓછું ખાવાનું મુશ્કેલી ભર્યું છે.

પરંતુ જો આપણને એવું કહેવામાં આવે કે એક્સરસાઇઝ વગર પણ વજન ઓછું કરી શકાય છે તો શું તમે વિશ્વાસ કરી શકશો?  આમ કરવાની કેટલીક રીતો છે જેના વિશે આજે અમે આ લેખ દ્વારા તમને જણાવીશું. આ રીતોમાં ડાઇટીંગ પણ નથી કે એક્સરસાઇઝ કરવી પણ સામેલ નથી તેથી ગભરાશો નહીં. વજન ઘટાડવા માટે આ એકદમ અસરકારક ઉપાય છે.

1) હેલ્ધી વસ્તુઓનો ડાયટમાં બદલાવ કરો-: જો તમને તમારું વજન ઓછું કરવું હોય તો તમારે સમજવું પડશે કે તમારે તમારું વજન કેમ ઓછું કરવું છે અને તમારો ઉદ્દેશ્ય શું છે. જો તમારું વજન વધી ગયું હોય તો તમારા શરીરને હાલવા ચાલવામાં તકલીફ થતી હોય તો તમારે દરરોજ ખાવાની વસ્તુઓમાં અમુક વસ્તુઓ રિપ્લેસ કરવી પડશે. જો તમે જંકફૂડ ખાવ છો તો તેની જગ્યાએ ફળ ને નાસ્તાના રૂપમાં ખાઈ શકો છો. જો તમે સાચે જ તમારું વજન ઘટાડીને શરીરમાં બદલાવ જોવા ઇચ્છતાં હોવ તો મક્કમ મનોબળ કરવું પડશે. વજન ઓછું કરવા માટેનું આ પહેલું અને નાનું પગથિયું છે. અને આનાથી જ તમે ઘણો ફરક મહેસૂસ કરશો.

2) સવારમાં મેથી નું પાણી પીવો:- બે ચમચી મેથીના દાણા ને એક ગ્લાસમાં પલાળીને અને સવારમાં કંઈપણ ખાધા વગર તે પાણીને ગાળીને પી લો. કારણકે મેથીના દાણા કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. અને પાણી આપણા શરીરના ટોક્સિન્સ ને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તો આ પીણું તમને એનર્જી પણ આપશે અને તમને ડિટોક્સ પણ કરશે. સવારમાં ઉઠીને આપણે લીંબુનો રસ અને મધને ગરમ પાણીમાં મેળવીને પણ પી શકીએ છીએ. તેનાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે.

3) પોતાની રીત જાતે જ પસંદ કરો:- તમારા મિત્ર એ વજન ઓછું કરવા વાળો ખોરાક ખાધો અને તમે પણ તમારું વજન ઓછું કરવા ઇચ્છતાં હોવ તો એ જરૂરી નથી કે તમારા મિત્રએ જે ભોજન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું હતું એ તમારા માટે પણ અસરકારક બને. વોટર વેઈટ લોસ કરવાથી વજન જલ્દી ઘટી શકે છે. પરંતુ આટલું જલ્દી વજન ઘટાડવાથી કોઈ ફાયદો નથી કારણ કે તે થોડાક દિવસોમાં જ પાછું જેવું હતું તેવું જ વધી જશે. આ રીતોમાં બની શકે કે તમને જલ્દી બદલાવ જોવા ન મળે પરંતુ આદત બદલાતા સમય લાગે છે. પોતાના જીવનને સારું બનાવવાની કોશિશ કરો પછી તમને વજન ઓછું કરવા માટે કોઈ વિશેષ ભોજનની જરૂર નહીં પડે.

4) પર્યાપ્ત  ઊંઘ અને વિટામિન ડી લો:- તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઊંઘની કમી ના કારણે શરીરના હોર્મોન અસંતુલિત થઈ શકે છે. જેના કારણે તમારું વજન ઘટવાની પુરી પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ શકે છે. તેથી પર્યાપ્ત ઊંઘ લો અને કોશિશ કરો કે તમારા ડાયટમાં વિટામિન ડી અને પાણીની પૂરતી માત્રા ને શામેલ કરો. વળી પાણીમાં વિટામીન ડી તમારી વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

5) તમારા ખોરાકમાં બદલાવ કરો:- વજન ઘટાડવા માટે ખોરાકમાં પણ બદલાવ જરૂરી છે. જ્યાં સુધી તમે આમ નહીં કરો ત્યાં સુધી તમે તમારા શરીરમાં બદલાવ નહીં લાવી શકો. તમારે તમારા ખોરાકમાં દરેક પ્રકારના જંકફૂડ, ખાંડ, ચોકલેટ અને સરળ કાર્બોહાઇડ્રેટ વાળા ભોજનને બહાર કરવા પડશે અને પોતાના ખોરાકમાં લીલી શાકભાજી, ફળ, આખું અનાજ અને પ્રોટીનથી ભરપૂર માત્રા વાળી વસ્તુઓ તમારા રસોઈમાં સ્ટોર કરો.

6) પોતાનું ભોજન જાતે બનાવો:- બહારનું ભોજન કે બીજા કોઈએ બનાવેલા ભોજનની જગ્યાએ તમે જાતે થોડું ખાવાનું બનાવો. તેથી તમે તમારા ભોજન ને તમારા હેલ્થ પ્રમાણે તૈયાર કરી શકશો અને મસાલા પણ તમારા સ્વાસ્થ્ય અને ટેસ્ટ પ્રમાણે નાખશો. જાતે ભોજન તૈયાર કરવા પાછળ મનોવૈજ્ઞાનિક કારણ એ પણ છે કે તમે તમારા દ્વારા બનાવેલા ભોજન નો સ્વાદ ધીમે ધીમે લેશો. જેથી તમે એકસ્ટ્રા કેલેરી લેવાથી બચી જશો અને તમારું વજન નિયંત્રિત રહેશે.

7) થોડા થોડા સમયાંતરે ખાઓ:- તમે વિચાર્યું હશે કે વજન ઘટાડવા માટે પોતાને ભૂખ્યા રાખીને વજન ઘટાડી શકાય છે. પરંતુ આમ કરવાથી વજન તો ઓછું થશે તો પણ તે વોટર વેટ લોસ હશે, જે તમે જમવાનું શરૂ કરવાની સાથે જ ફરીથી વધવા લાગશે થોડા સમય પછી તમે જાતે જ મહેસૂસ કરશો કે તમારું વજન ફરીથી એટલું જ વધી ગયું છે. વજન ઓછું કરવા માટે સારું અને સ્વસ્થ ભોજન ખાવું જોઈએ તમે તમારા ભોજનમાં તાજા શાકભાજી, આખું અનાજ અને લીન મિટ સામેલ કરી શકો છો. તમારે ભોજનને ઓછા ભાગમાં પાંચથી છ વાર આરામથી ખાવું જોઈએ. વજન ઘટાડવા માટે હેલ્ધી ડાયટ, હેલ્થી રુટીન અત્યંત જરૂરી છે. તેને ફોલો કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment