તમારી આ 4 ખરાબ આદતો આંતરડાને અંદરથી જ ખોતરીને ખાઈ જશે, કેન્સરનું જોખમ વધે એ પહેલા જાણો પેપ્ટિક અલ્સરના લક્ષણો..

પેપ્ટીક અલ્સર બે પ્રકારના હોય છે. એક પેટની અંદર ગેસ્ટ્રિક અલ્સર છે અને બીજું નાના આંતરડાના ઉપરના ભાગમાં ડ્યુડેનલ અલ્સર છે. આલ્કોહોલ પીવાથી આંતરડાના અસ્તરને નુકસાન થાય છે, એટલે કે, આંતરડાના રક્ષણ માટે લાળની અસ્તર હોય છે તેમાં ક્ષતિ થવા લાગે છે.

આપણું જીવન ભોજન પર ટકેલું હોય છે જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો આ નાના આંતરડામાં પહોંચે છે અને આ જ ભોજનમાં આવશ્યક પોષક તત્વો ને ગાળીને કાઢી લેવામાં આવે છે. પરંતુ જ્યારે આંતરડામાં કંઈક ગડબડ થઈ જાય તો ભોજન યોગ્ય રીતે પચતું નથી અને શરીરમાં અનેક બીમારીઓની શરૂઆત થવા લાગે છે. આંતરડામાં અલ્સર પણ આમાંથી જ એક છે.

અલ્સર નો મતલબ ઘાવ હોય છે. પેપ્ટિક અલ્સર પેટનું આંતરિક અસ્તર અને નાના આંતરડાના ઉપરના ભાગમાં થતો ખુલ્લો ઘાવ છે. પેપ્ટિક અલ્સર જ્યારે કોઈને થઈ જાય તો પેટમાં અત્યંત તેજ દુખાવો થાય છે. પેપ્ટિક અલ્સર બે પ્રકારના હોય છે એક પેટની અંદર હોય છે જેને ગેસ્ટ્રીક અલ્સર કહેવાય છે. બીજુ નાના આંતરડાના ઉપરના ભાગમાં હોય છે જેને ડ્યુડેનલ અલ્સર કહેવાય છે.પેપ્ટિક અલ્સર જ્યારે શરૂ શરૂમાં થાય છે ત્યારે મોટા ભાગે લોકોને તેની ખબર નથી પડતી. જ્યારે ઘાવ વધારે વધી જાય છે ત્યારે ખબર પડે છે અને લોકો ત્યારબાદ જ ડોક્ટરની પાસે જાય છે. પરંતુ કેટલાક લક્ષણ એવા હોય છે જે પહેલેથી જ સંકેત આપી દે છે કે પ્રેક્ટીક અલ્સર ની સમસ્યા થવાની છે. એવામાં લક્ષણોને ઓળખીને ડોક્ટરની પાસે જવાથી આ બીમારીને શરીરમાં ફેલાતા રોકી શકાય છે. વધારે દિવસો સુધી નજર અંદાજ કરવાથી પેપ્ટીક અલ્સર કેન્સરમાં પણ બદલાઈ શકે છે.

પેપ્ટિક અલ્સર ના કારણો:- સામાન્ય રીતે પેપ્ટિક અલ્સર માટે ઇન્ફેક્શન જવાબદાર હોય છે. જ્યારે પેટમાં બેક્ટેરિયમ હેલીબેકટર પાયલોરી નામના બેક્ટેરિયા પ્રવેશી જાય તો આ પેપ્ટિક અલ્સર ને જન્મ આપે છે. તેમજ લાંબા સમય સુધી નોન-સ્ટેરોઇડ એન્ટી ઈમ્ફ્લેમેટરી દવાઓ જેવી કે આઈબ્યુપ્રુવેન અને નેપ્રોક્સેન નો ઉપયોગ પણ આંતરડામાં ઘાવ કરી દે છે. તેના સિવાય આંતરડામાં ઘાવ માટે ખૂબ જ વધારે સ્પાઈસી ફૂડ પણ જવાબદાર હોઈ શકે છે.આ ખરાબ આદતોના કારણે થઈ શકે છે અલ્સર:-

1) સ્મોકિંગ:- જે લોકો સ્મોકિંગ કરે છે તેમને  પેપ્ટિક અલ્સર માટે જવાબદાર હેલીબેકટર બેક્ટેરિયાને આંતરડામાં વિકસવાનું  જોખમ અનેક ઘણું વધી જાય છે તેથી તુરંત જ સિગરેટ છોડી દેવી જોઈએ.

2) આલ્કોહોલ:- આલ્કોહોલ પીવાથી આંતરડાના અસ્તર એટલે કે આંતરડાની સુરક્ષા માટે લાડ નું જે અસ્તર હોય છે તેમાં ક્ષતિ થવા લાગે છે તેની સાથે જ આલ્કોહોલ પેટમાં એસિડના પ્રમાણને વધારી દે છે જેથી બેક્ટેરિયા વિકસવાનું જોખમ વધી જાય છે.

3) સ્પાઈસી ફૂડ:- ખૂબ જ વધારે સ્પાઈસી ફૂડ ખાવાથી પણ આંતરડામાં ઘાવ થઈ શકે છે.જો તેનાથી સમસ્યા વધતી હોય તો તેને ખાવાથી બચવું જોઈએ.4) દુખાવાની દવા:- ઘણા બધા લોકો માઈગ્રેન, શરીરનો દુખાવો વગેરે માટે આઈબ્યુપ્રુવેન જેવી નોન-સ્ટેરોઇડ એન્ટી ઇમ્ફ્લેમેટરી દવાઓ લઈ લે છે. તેનાથી પેટમાં ઘાવ થઈ શકે છે.

5) તણાવ:- પેટ કે આંતરડામાં અલ્સર થવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ પણ છે. સ્ટ્રેસ એટલે કે તણાવના કારણે કેટાકોલામાઇન સ્ટ્રેસ હોર્મોન વધુ બહાર નીકળે છે, જે પેટના અસ્તરને ઘાવ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment