રિલાયન્સ જિઓ 5G ઈન્ટરનેટની ટ્રાયલ માટે તૈયાર ! જાણો ક્યાં શહેરોમાં કરશે ટ્રાયલ.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, જ્યારે મોબાઈલ નેટવર્કની દુનિયામાં ભારતમાં જિઓ એ એન્ટ્રી કરી ત્યાર બાદ ઈન્ટરનેટની ઉપયોગીતા ખુબ જ વધી ગઈ છે. લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા અને ઓનલાઈન જગતમાં ક્રાંતિ આવી એવું પણ કહી શકાય. તો તમને જણાવી દઈએ કે હાલ, જિઓ તેનાથી પણ આગળ વધી રહ્યું છે. જિઓ હાલ 5G નેટવર્ક તરફ ખુબ જ આગળ વધી રહ્યું છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

રિલાયન્સ જિઓએ 5G ટેકનોલોજી પર ખુબ જ ઝડપથી આગળ વધવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીએ સરકાર પાસેથી અમુક ખાસ ફ્રિકવન્સીના સ્પેક્ટ્રમની માંગ કરી હતી. તો એવું જાણવામાં આવી રહ્યું છે, ફ્રિકવન્સીના સ્પેક્ટ્રમ સરકાર તરફથી મળી જાય ત્યાર બાદ કંપની મુંબઈ અને દિલ્લીમાં સૌથી પહેલા 5G ઈન્ટરનેટનું ટ્રાયલ કરે એવું જણાય રહ્યું છે.

કંપનીના પૂર્ણ માલિકી વાળી અમેરિકાની સહયોગી કંપની રેડિસિસએ પહેલા જ વિદેશી કંપનીઓને 5G સોલ્યુશન વહેંચવાનું શરૂ કરી દીધું છે. સુત્રો અનુસાર એવું જાણવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ જિઓએ દિલ્લી અને મુંબઈમાં 5G નું ટ્રાયલ કરવા માટે દુરસંચાર વિભાગ પાસે 17 જુલાઈએ સ્પેક્ટ્રમ માટે વિનંતી કરી હતી. કંપનીએ 26 ગીગાહાર્ટ્ઝ અને 24 ગીગાહાર્ટ્ઝ બેન્ડમાં 800 મેગાહાર્ટ્ઝ ફ્રિકવન્સી અને 3.5 ગીગાહાર્ટ્ઝ બેન્ડ 100 મેગાહાર્ટ્ઝની માંગ કરી હતી. 

હાઈ ફ્રિકવન્સીની જરૂર શા માટે છે : સુત્રોના જણાવ્યા અનુસાર જિઓનું કહેવું છે કે, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન, કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં હાઈ ફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે કંપની ઈચ્છે છે કે, ભારતને પણ આત્મનિર્ભર બનાવવા માટે આ બેન્ડોનું ટ્રાયલ શરૂ કરવામાં આવે. સરકાર સૂચન અને ટ્રાયલ બંને માટે તૈયાર છે. પહેલેથી ઘણા બધા ટ્રાયલ ચાલી રહ્યા છે. 

જિઓએ 26.5-29.5 ગીગાહાર્ટ્ઝ અને 24.25-27.5 ગીગાહાર્ટ્ઝ બેન્ડ ફ્રિકવન્સીની વચ્ચે સ્પેક્ટ્રમની માંગ કરી છે. આ હાઈ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમની નીલામી આવતા વર્ષે થાય તેવી સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ટેલીકોમ્યુનિકેશન યુનિયને ગયા વર્ષ નવેમ્બરમાં 26 ગીગાહાર્ટ્ઝને 5G સ્તર માટે મંજુરી આપી હતી. જો કે બીજા બેન્ડો માટે સ્તર હજુ નક્કી નથી થયું. 

હાલમાં જ અમેરિકાની કંપની ક્વાલકોલ વેંચર્સ (Qualcomm Ventures) એ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું એટલા કર્યું છે. તેનાથી જિઓ પ્લેટફોર્મ્સના 5G પ્લાન પર આગળ વધાવથી મદદ મળશે, કેમ કે આ કમ્પની પાસે 5G ટેકનોલોજી સાથે જોડાયેલી વિશેષતાઓ છે. 

મુકેશ અંબાણીએ કર્યું હતું એલાન : હાલ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડેની એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જિઓએ પૂરી રીતે સ્વદેશી 5G સોલ્યુશન વિકસિત કર્યું છે. તેનાથી કંપની દેશમાં વિશ્વસ્તરીય 5G સર્વિસ શરૂ કરશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેનાથી આપણે ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સર્વિસ શરૂ કરી શકશું. જેવું સ્પેક્ટ્રમ મળશે કે આ મેડ ઈન ઇન્ડિયા 5G  સમાધાન ટ્રાયલ માટે તૈયાર હશે અને આવતા વર્ષે ફિલ્ડમાં પણ ઉતરશે. 

Leave a Comment