ભારતીય વાયુસેનમાં શામિલ થશે લડાકુ વિમાન રફેલ, જાણો પહેલી બેચમાં કેટલા વિમાન આવશે.

લગભગ લોકોને જાણ હશે કે, ભારતમાં હવે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સરકાર દ્વારા ખુબ જ અહેમ અને મહત્વના પગલા લેવાય છે. કેમ કે દેશની સુરક્ષા એ દરેક સામાન્ય વ્યક્તિની સુરક્ષા હોય છે. તો મોદી સરકાર દ્વારા દેશની સુરક્ષાને લઈને થોડા સમેય પહેલા દેશની લડાકુ સેવાને મજબુત બનાવવા માટે મહત્વના પગલા લેવાયા હતા. તે પગલામાં સરકાર દ્વારા નવા લડાકુ વિમાન ખરીદ્યા હતા. તો હવે તેની રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. કેમ કે ટૂંક જ સમયમાં એ વિમાનની પહેલી બેચ ભારતમાં આવી જશે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

મિત્રો તમને જણાવી દઈએ કે દેશની તાકાત વધારવા માટે સરકાર દ્વારા રાફેલ વિમાનની ખરીદી કરી હતી. તો તમને જણાવી દઈએ કે રાફેલ વિમાનની પહેલી બેચ 29 જુલાઈના રોજ વાયુસેનામાં શામિલ કરવામાં આવે તેવી સંભાવના છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ વિમાનોને શામિલ કરવાને લઈને અંતિમ સમારોહ ઓગસ્ટના બીજા પખવાડિયામાં થશે. ભારતીય વાયુ સેનાના પાંચ રાફેલ વિમાનની પહેલી બેચ જુલાઈના અંત સુધીમાં ભારત પહોંચે તેવી સંભાવના છે. એવું જાણવામાં આવી રહ્યું છે કે, વિમાનને અંબાલા વાયુસેના સ્ટેશન પર 29 જુલાઈના રોજ શામિલ થવાની સંભાવના છે.

ભારતીય વાયુ સેના દ્વારા આગળ જણાવવામાં આવ્યું કે, “વાયુસેનાના હવાઈ ચાલક દળ અને જમીની ચાલક દળના સદસ્યોને અત્યાધુનિક અસ્ત્ર પ્રણાલીઓ સહીત વિમાન સાથે સંબંધિત બધું પ્રશિક્ષણ મેળવેલ છે અને તે પૂર્ણ રીતે પરિચાલિત છે. વિમાનો અહિયાં પહોંચે ત્યાર બાદ પ્રયાસ વિમાનને જલ્દીથી જલ્દી અભિયાનમાં પૂરી રીતે પરિચાલિત કરવા પર કેન્દ્રિત થશે. 

આધિકારિક સુત્રોનું કહેવું છે કે, રફેલ લડાકુ વિમાનોને પૂર્વી લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરવામાં આવે તેવી સંભાવના છે. તેનાથી ભારતની વાયુસેના ચીનની સાથના વિવાદને ધ્યાન રાખીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાની અભિયાન ક્ષમતાઓને મજબુત બનાવી શકે. ભારતીય વાયુસેનાના એક અલગ બયાનમાં કહેવામાં આવ્યું હતું કે, બળના શીર્ષ કમાન્ડર બુધવારથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસીય સંમેલનમાં હાજર અભિયાન લેન્ડસ્કેપ પર અને તૈનાતીની સમીક્ષા કરશે.

 

આગળ જણાવતા કહ્યું કે, આગળના દશકમાં ભારતીય વાયુસેનાની અભિયાન ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે કાર્યયોજના પર પણ ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, રફેલ વિમાનોના આવ્યા બાદ વાયુસેનાની લડાકુ શક્તિમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે ભારતે લગભગ 58 કરોડ રૂપિયામાં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાંસ સાથે એક અંતર સરકારી સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. તમને વધુમાં જણાવીએ તો એ 36 રાફેલ વિમાનોમાં 30 લડાકુ વિમાન છે અને 6 પ્રશિક્ષણ વિમાન ભારતમાં આવશે. પરંતુ હાલ પહેલી બેચ 29 ના રોજ આવી શકે તેવી સંભાવના જણાઈ રહી છે.  

Leave a Comment