જાણો અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં શું થશે બદલાવ ? 5 ઓગસ્ટના ભૂમિ પૂજન માટે આવી શકે છે પીએમ મોદી.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. તેને લઈને દેશની જનતા ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તેનો ઇંતઝાર પૂરો થયા છે. કેમ કે રામ જન્મભૂમી પર હવે ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. તો મિત્રો એવા ખબર આવી રહ્યા છે કે, તો 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના નિર્માણ માટે પાયો એટલે કે નીવ મુકવામાં આવશે. પરંતુ એ નીવ મુકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે. તેમજ તેના નકશામાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા રામ મંદિર બે માળ વાળું બનવાનું હતું, પરંતુ હવે બે નહિ ત્રણ માળ વાળું બનશે. 

ભગવાન શ્રી રામના મંદિરનું મૂળ સ્વરૂપ લગભગ એ જ રહેશે. ગર્ભગૃહ અને સિંહદ્વારના નકશામાં કોઈ બદલાવ નહિ થાય. તો રામ મંદીના આગળના ભાગમાં, સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપને છોડીને લગભગ બધી જ વસ્તુનો નકશો બદલી જશે. પહેલા નક્કી કરવામાં આવ્યું તે મુજબ મંદિરની ઉંચાઈ 128 રાખવામાં આવી હતી. પરંતુ હવે તે ઉંચાઈ 161 ફૂટ થઈ ગઈ છે. 

મિત્રો ત્રણ માળ વાળા બનતા રામ મંદિરમાં 318 સ્થંભ હશે, દરેક માળ પર 106 સ્થંભ બનાવવામાં આવશે. રામ મંદિરના નવા નકશાને તૈયાર કરવામાં વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરા જોડાયેલા છે. રામ મંદિરમાં પાંચ શિખરો બનાવવામાં આવશે. લગભગ 100 થી 120 એકર જમીન પર પાંચ શિખર વાળું મંદિર આખી દુનિયામાં ક્યાંય પણ નથી. આ મંદિરનું નિર્માણ ખુબ જ અદ્દભુત રીતે કરવામાં આવશે. 

સુત્રો અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિજિત મુહુર્તમાં ‘સર્વાર્થ સિદ્ધી યોગ’ માં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. તાંબાના કળશમાં ગંગાજળ અને અન્ય તીર્થોનું જળ લાવીને પૂજા કરવામાં આવશે. રામ મંદિરમાં ભૂમિ પૂજનમાં શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ લગભગ 40 કિલો ચાંદી ભગવાન શ્રી રામ શીલાને સમર્પિત કરશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 40 કિલો ચાંદી શ્રી રામ શીલાનું પૂજન કરશે અને તેને સ્થાપિત કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ અનુસાર, લગભગ 40 કિલો ચાંદીની શ્રી રામ શીલાથી ભૂમિ પૂજન થશે અને 3.30 ફૂટ ઊંડી જમીનમાં પાંચ ચાંદીની શીલાઓ રાખવામાં આવશે, જે 5 નક્ષત્રોનું પ્રતિક હશે. 

એવું માનવામાં આવે છે કે, અભિજિત મુહુર્તમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. એ જ કારણે શ્રી રામ મંદિરનું ભૂમિ પૂજન અભિજિત મુહુર્તમાં કરવાનું નક્કી થયું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, સોમપુરા જ રામ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિરને પણ એમણે બનાવ્યું છે. મંદિર બનાવવા માટે પૈસાની કમી નહિ થવા દઈએ.

Leave a Comment