અમેરિકાની નોકરી છોડીને પોતાના ગામ આવીને કરે છે આ કામ, વર્ષે કમાય છે લાખો રૂપિયા. જાણો શું છે એ કામ.

કહેવાય છે કે મનમાં ઇચ્છા હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. આ વાત યુપીના શાહજહાંપુરમાં રહેનારા શરદ ગંગવાર પર બંધ બેસે છે. જી હાં, શરદ ગંગવાર અમેરિકામાં નોકરી કરતો હતો. ત્યાં તે સારુ કમાતો હોવા છંતા તેણે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો અને પોતાના ગામ માટે અને ગામના લોકો માટે કંઈક કરવાનું વિચાર્યું. તેણે ગામમા ડેરી ખોલી હતી. મુખ્યાલયના લગભગ 25 કિલોમીટર દૂર તહલીસ તિલહરના રાજનપુર ગામમાં રહેનારા શરદ ગંગવારે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેની સાથે તેણે એમ.બી.એ પણ કર્યું છે. 

શરદ પાંચ વર્ષથી ડેરીમાં કામ કરે છે. તેઓ ઓર્ગેનિક દૂધનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબરમાંથી પણ જૈવિક ખાતર બનાવે છે. તેનાથી તેને વાર્ષિક આશરે 15 લાખ રૂપિયા મળે છે. તે જણાવે છે કે, તેણે પાંચ વર્ષ પહેલા માત્ર બે ગાયોથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ શરદે હિંમત ગુમાવી ન હતી. શરદે એનડીઆરઆઈ કરનાલથી ડેરી ઉદ્યોગ સાહસિકતાનો શોર્ટ કોર્સ કર્યો હતો. આજે તેમની પાસે 70 પ્રાણીઓ છે.

શરદનું કહેવું છે કે, `કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેની તાલીમ લેવી જરૂરી છે, તથા જે લોકો પહેલેથી જ સંસ્થાઓ ચલાવી રહ્યા છે તેવા અનુભવી લોકોને મળવું જોઈએ. તેઓએ તેમની સાથે બેસીને કાર્યની વિશિષ્ટતાઓને સમજવી જોઈએ. તો જ આપણે આપણું કામ સારી રીતે શરૂ કરી શકીએ. આ ઉપરાંત કાર્ય કરવા માટે, તમારી પાસે દ્રઢ ઇચ્છાશક્તિ હોવી આવશ્યક છે. એ સિવાય તમે સફળ ન થઈ શકો.’

શરદ કહે છે કે, ‘એમ.બી.એ. કર્યા પછી, તેને નોકરી કરવાની ઇચ્છા હતી તેથી તે અમેરિકા ગયો. ત્યાં જઈને લગભગ 8 વર્ષ ત્યાં કામ કર્યું. એક સારું પેકેજ પણ મળી રહ્યું હતું, પરંતુ જિંદગીની રેસમાં સંતોષ ક્યાંય ન હતો. તેથી મેં મારા દેશ પરત ફરવાનું અને ત્યાં કંઈક કરવાનું નક્કી કર્યું કે જેથી મારે નોકરી કરવાની જરૂર ન પડે.’ 

શરદની વાત કરીએ તો, તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. શરૂઆતથી જ તે દૂધના વિકાસના ક્ષેત્રમાં તેને રસ હતો. તેથી નોકરી છોડ્યા પછી તેણે ડેરી શરૂ કરી. ત્યાર બાદ, સહકારી મંડળીની રચના કરવામાં આવી હતી. તેમાં ધીમે ધીમે લોકો પણ તેની સાથે જોડાયા. શરદ કહે છે કે, ‘જો આપણે સારું કામ કરીએ તો આપણને બજાર શોધવાની જરૂર નથી. બજાર પોતે જ આપણી પાસે આવે છે.’

ડેરીની સાથે શરદે બકરી ઉછેર પણ શરૂ કરી દીધો છે. તેણે બકરીઓના ઉછેરની વિશિષ્ટતાઓ શીખવા માટે સીઆઈઆરજી મથુરામાંથી તાલીમ લીધી હતી. શરદ કહે છે કે, ‘તેઓ અન્ય ડેરી ઉત્પાદનો પણ લોંચ કરવા જઈ રહ્યા છે. આ સાથે તેમનું ધ્યાન જૈવિક ખાતર પર પણ છે.’ તો મિત્રો હાલ લોકોને શુદ્ધ વસ્તુની જરૂર છે અને શરદ દ્વારા કાર્ય કરવામાં આવ્યું તે ખુબ વખાણવા લાયક છે. શરદ ગંગવારના વિડીયોની લિંક પણ નીચે આપવામાં આવી છે. 

Leave a Comment