રાત્રે સુતા પહેલા દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, શરદી-ઉધરસ, વજન, તણાવ સહીત શરીરની અનેક સમસ્યાનો 100% અકસીર ઈલાજ..

તુલસી નાં બીજ અને સાકરના મિશ્રણના ઘણા બધા ફાયદા છે. તુલસી અને સાકર ધાર્મિક રીતે પણ ખુબ જ મહત્વ છે. આ બંને નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે. તુલસીના બીજમાં પ્રોટીન, ફાયબર, આર્યન, સોડીયમ, મેગ્નેશ્યમ, ફોસ્ફરસ અને વિટામીન સી હાજર હોય છે. સાથે જ તેમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઓક્સીડેંટ અને એન્ટી ફંગલ જેવા ગુણો હોય છે. સાકર મુખ્ય ઉપયોગ પ્રસાદીમાં અને માઉથ ફ્રેશનરના રૂપે ખાવામાં આવે છે અને શરીરને સ્વસ્થ્ય રાખવામાં ખુબજ ઉપયોગી છે. 

આમાં વિટામીન, કેલ્શ્યમ, આર્યન, અને એન્ટી ઓક્સીડેંટ હાજર હોય છે. તુલસીના બીજ અને સાકર નું સેવન કરવાથી પેટ ને લગતી સમસ્યા દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે. આ મિશ્રણના સેવન કરવાથી મોંની દુર્ગંધ પણ દૂર થઇ જશે. આવો આપણે આ બંને મિશ્રણના ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિશે જાણીએ.

તુલસીના બીજ અને સાકરના ફાયદા:-
1. વજન ઓછું કરવા:- તુલસીના બીજ અને સાકરનું  સેવન વજન ઓછું કરવામાં મદદ રૂપ થાય છે. તુલસીના બીજ અને સાકરમાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે તેના લીધે મેટાબોલિઝ્મ સારી રીતે કામ કરે છે અને ખોરાકનું પાચન પણ સારી રીતે થાય છે. રોજ આનું સેવન કરવાથી વજન ઓછું કરી શકાય છે.  

2. રોગ પ્રતિકારક શક્તિ વધારે:- આ મિશ્રણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને આયર્ન હાજર હોય છે. જે તમારી રોગપ્રતિકારકશક્તિ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. આ મિશ્રણનું સેવન કરવાથી ઘણા બધા રોગો સામે લડવામાં મદદ કરે છે. તમે સવાર, સાંજ આનું સેવન કરી શકો છો.

3. માનસિક તણાવ:- તુલસીના બીજ અને સાકરનું સેવન કરવાથી માસિક શાંતિ અને એકાગ્રતા વધારવામાં મદદ રૂપ થાય છે. તમે રાત્રે સુતી વખતે આનું સેવન કરી શકો છે.

4. શરદી ઉધરસમાં:- આનું સેવન કરવાથી શરદી ઉધરસ નથી થતા આમાં ઉપલબ્ધ એન્ટી બેક્ટેરિયલ ગુણ શરદી ઉધરસમાં રાહત આપે છે. અને વાત પિત્ત અને કફ ના રોગને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે. આમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે સોજાને  પણ દૂર કરવામાં કારગર છે.

5. એનિમિયા:- તુલસીના બીજ અને સાકરમાં ભરપુર માત્રામાં આર્યન મળે છે.  આનું સેવન કરવાથી એનિમિયા ની સમસ્યા માં આરામ આપે છે. આ લોહીની કમીને દૂર કરે છે. અને શકર નું સેવન કરવાથી હિમોગ્લોબીન ના સ્તરમાં પણ ઘણો સુધારો થાય છે.

6. મોંની દુર્ગંધથી છુટકારો:- તુલસીના બીજ અને સાકરનું સેવન કરવાથી મોંની દુર્ગંધ અને ખાટા સ્વાદથી છુટકારો મળે છે. તુલસીના બીજમાં અને સાકરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ જેવા ગુણો હોય છે જેની મદદ થી  મોંના કીટાણું સાથે લડવામાં મદદ કરે છે. જેનાથી  મોંની દુર્ગંધ દૂર થાય છે અને  મોંના છાલા પણ દૂર થાય છે.

તુલસીના બીજ અને સાકરનું સેવન કરવાની રીત:- 1 ) તુલસીના બીજ અને સાકર પીસીને આ મિશ્રણને ત્રણ ગ્રામ માત્રામાં સેવન કરી શકો.
2 ) સાથે જ તમે તુલસીના બીજને  ફુલવા દો અને એ જ પાણીમાં સાકર ને પીસીને નાખી દો અને આને પિય  લો. જેનાથી પેટ, પાચન અને કબજિયાતમાં રાહત આપે છે.
3 ) સાકર અને તુલસીના બીજ ને પીસીને રાત્રે દુધમાં મેળવીને લઈ શકો છો. જેનાથી યાદશક્તિ સારી રહે છે.
4 ) તુલસીના બીજ અને સાકરનું  મિશ્રણ તમે મધ સાથે પણ લઈ શકો છો જેનાથી શરદી ઉધરસમાં રહર મળે છે.
5 ) તમે તુલસીના બીજ અને સાકરના  મિશ્રણ સેવન  સવાર સાંજ પણ લઈ શકો છો. આનાથી વજન પણ ઓછું થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment