ફક્ત 1 ગ્લાસ આનું સેવન તાવ, તણાવ, લોહીની ઉણપ અને પાચન સમસ્યાઓ કરી દેશે ગાયબ… રોગપ્રતિકારક શક્તિ વધારી શરીરને રાખશે આજીવન સ્વસ્થ…

આયુર્વેદમાં ઘણી બધી ઔષધીનો સમાવેશ થાય છે, જેના ઉપયોગથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. આવી જ એક ઔષધીનું નામ છે ગળો. ગળો ખુબ જ ઉપયોગી અને પ્રસિદ્ધ ઔષધી છે. સાથે જ તેનું જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જો આ જ્યુસનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે.

તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ગળાના રસનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો. તો ચાલો જાણીએ ગળાના રસના ફાયદા.

તણાવ :- તણાવ દૂર કરવામાં ગળાનો રસ ખુબ જ કામ કરે છે. ગળાના રસમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હાજર હોય છે, જે તણાવ દૂર કરે છે સાથે જ વ્યક્તિનો મૂડ પણ સુધારવામાં ખુબ જ ઉપયોગી છે. જે લોકો તણાવને દૂર કરવા માંગતા હોય તેને ડાયટમાં આ રસ જરૂર સામેલ કરવો જોઈએ. 

ઈમ્યુનિટી :-  રોગપ્રતિકારક શક્તિને વધારે માટે ગળાનો રસ ખુબ જ કામ આવે છે. તમને જણાવીએ કે ગળાના રસમાં ઈમ્યુનોમોડયુલેટરી પ્રભાવ હાજર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારીને અનેક બીમારીઓથી આપણને દૂર રાખવામાં મદદ કરે છે.

પાચનક્રિયા :- પાચન ક્રિયાને તંદુરસ્ત રાખવા માટે ગળાનો રસ ખુબ ઉપયોગી છે આ રસ આંતરડાને મજબુત કરીને પાચનક્ષમતામાં પણ સુધારો કરે છે. જો તમને પાચનક્રિયાને લગતી સમસ્યા છે તો તમારા ડાયટમાં જરૂર કરો ગળાનો રસ. 

એનિમિયા :- શરીરમાં લોહીની ઉણપ એટલે કે, એનિમિયા સમસ્યાથી બચવા માટે ગળાનો રસ ખુબ જ મદદ રૂપ થાય છે. આ રસ આર્યનના અવશોષણને વધારીને સાથે સાથે એનિમિયાની સમસ્યાથી રાહત આપે છે. તેની સિવાય ગળાનો રસ લોહીમાં લાલ અને સફેદ રક્ત કોશીકાઓને વધારે છે અને એનિમિયા સમસ્યામાં ફાયદો થાય છે. 

તાવ :- ગળાનો રસ શારીરિક સમસ્યાને દૂર કરવાની સાથે તાવની સમસ્યાને પણ દૂર કરે છે. તમને જણાવીએ કે, ગળાના મૂળ અને તેનો અર્ક તાવમાં રાહત આપીને બેક્ટેરિયાને શરીરમાંથી દૂર રાખે છે. ગળાના રસથી જેમ ફાયદા થાય છે તેમ તેના નુકશાન પણ થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગળાના રસના નુકશાન :-  1 ) જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય કે દવા લેતા હોય તો આ રસનું સેવન ન કરવું, નહિ તો બ્લડ શુગરનું લેવલ ઘટી શકે છે.
2 ) તેની તાસીર ગરમ હોય છે માટે વધારે પડતું આનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે જેમ કે બળતરા અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.
3 ) ગર્ભવસ્થા સમયે ગળાના રસનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

4 ) ઉપર જણાવ્યા મુજબ ગળાના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, પરંતુ વધારે સેવન કરવાથી નુકશાન પણ થઈ શકે છે. માટે થોડા માત્રામાં આનું સેવન કરવું જોઈએ અને જો તમે સ્પેશિયલ ડાયટ ફોલો કરી રહ્યા હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય તો આનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment