આ છે વગર દવાએ સાંધાના દુખાવા મટાડવાના દેશી ઉપાય, અજમાવો એકવાર યુરિક એસિડ કંટ્રોલ કરી ગઠીયાના રોગોથી આપશે કાયમી છુટકારો…

1 ) સફરજનના વિનેગરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હાજર હોય છે. આનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. આ સાંધામાં વધારે પડતા યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે એક કપ નવશેકું પાણી લઈ તેમાં એક ચમચી મધ અને એક ચમચી વિનેગર મેળવો. આને રોજ સવારે ખાલી પેટે દરરોજ પીવાથી દુખાવામાં જલ્દી આરામ મળશે.

2 ) રોજ હળદર સેવન કરવાથી સોજા ઓછા થાય છે. સંધિવાના સોજામાં પણ વધુ અસરકારક. હળદરની જે કેપ્સુલ આવે છે 500 એમજે અથવા 1000 એમજે તે લઈ શકો છે અથવા હળદર વાળું જ્યુસ પણ પિય શકો છો. આ સિવાય ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને સુતા પહેલા રોજ પીવું જોઈએ. તેનાથી સંધિવામાં રાહત મળશે.  

3 ) આદુંથી પણ ગઠીયા વામાં રાહત મળે છે. આ માટે સુકુ આદુ એટલે કે સૂંઠનો પાવડર બનાવી લો. હવે 6 ચમચી સૂંઠ પાવડરમાં 6 ચમચી જીરુ પાવડર અને 3 ચમચી મરી પાવડર આ બધી વસ્તુ સારી રીતે મેળવીને સ્ટોર કરી લો. દરરોજ દિવસમાં ત્રણવાર અડધી ચમચી પાવડરનું  પાણી સાથે સેવન કરો. તેનાથી સંધિવામાં રાહત મળશે. અને દુખાવો પણ ઓછો થઈ જશે. દરરોજ આદુનો ટુકડો ચાવવાથી પણ સંધિવામાં રાહત મળે છે કારણ કે તેનાથી શરીરમાં લોહીનું સંચાર વધે છે.

4 ) સંધિવામાં સરસવના તેલની માલિશ પણ ખુબ ફાયદાકારક છે. તેનાથી દુખાવામાં તો રાહત મળે જ છે પરંતુ શરીર જકડાઇ ગયું હોય તો પણ રાહત મળે છે. આ કુદરતી ઉપચાર છે. તેનાથી લોહીનો સંચાર પણ વધે છે. સરસવના તેલને  થોડું નવશેકું ગરમ કરીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરો. તમે ઇચ્છો તો તેમાં ડુંગળીનો રસ પણ મેળવી શકો છો. રાત્રે સૂતા પહેલાં નિયમિત રૂપે માલિશ કરવાથી દુખાવામાં ઘણો આરામ મળે છે.

5 ) સિંધવ મીઠુંમાં મેગ્નેશ્યમનું પ્રમાણ ખુબ જ હોય છે. જે શરીરમાં પીએચ લેવલને સંતુલિત બનાવી રાખે છે. શરીરમાં પીએચ લેવલ સંતુલિત હોવું ખૂબ જરૂરી છે કારણકે હાય એસિડિટીથી સંધિવા જેવા રોગોને અગ્રતા મળે છે. આ માટે અડધો કપ નવશેકું ગરમ પાણીમાં એક નાની ચમચી સિંધવ મીઠું અને એટલા જ પ્રમાણ માં લીબુંનો રસ સારી રીતે મેળવીને રાત્ર સુતા પહેલા પિય લ્યો. આ સિવાય તમે એક ડોલમાં નવશેકું ગરમ પાણી લ્યો તેમાં સિંધ મીઠું નાખીને સંધિવા વાળી જગ્યા પર શેક કરો આમ કરવાથી તમને દુખાવામાં રાહત મળશે.

6 ) તજમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેના કારણે સંધિવાનો દુખાવો જલ્દી દૂર કરવામાં મદદ કરે છે. એક કપ નવશેકા પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને એક ચમચી મધ મેળવી દો. હવે આને રોજ સવારે ખાલી પેટ પીવું. આનું સેવન કરવાથી સંધિવા અને તેના દુખાવાથી મળશે એકદમ રાહત.

7 ) સંધિવામાં રાહત આપે છે માછલીનું તેલ. કારણ કે તેમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે જે દુખાવાને જલ્દીથી દૂર કરે છે. આ માટે એકથી બે ચમચી માછલીના તેલનું સેવન રોજ કરવું જોઈએ. સંધિવામાં સવારે ઉઠતાની સાથે દુખાવાની સમસ્યા થાય છે. આખી રાત એકની એક પોજીશનમાં સુતા રહેવાથી હાથ અને પગ જકડાઈ જાય છે અને સવારે તેની અસર જોવા મળે છે. જો ખાલી પેટ માછલીના તેલનું સેવન કરશો તો આ સમસ્યા દૂર થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment