બપોરે ભોજન બાદ ઘી સાથે કરો આ 1 ટુકડાનું સેવન, હાડકા, અસ્થમા, ચામડીના રોગો સહિત લોહીની કમી કરશે પૂરી… હૃદય રહેશે એકદમ નિરોગી…

આપણે બધા જ જાણીએ છીએ કે ઘી અને ગોળ એક એવા ખાદ્ય પદાર્થ છે જેને આપણા આયુર્વેદમાં એક અનોખું સ્થાન મળ્યું છે. જેના અઢળક ફાયદા આપણા સ્વાસ્થ્યને થાય છે. દરરોજ દેશી ઘી અને ગોળ ખાવાથી આપણી રોગ પ્રતિકારકશક્તિ વધે છે ચહેરામાં અનોખી ચમક આવે છે. દેશી ઘી અને ગોળ હોર્મોન્સ અને શારીરિક શક્તિને મજબુત કરે છે. આ કોમ્બિનેશન બપોરના ભોજન બાદ લેવું જોઈએ.

આ કોમ્બિનેશનને ટ્રાય કરવાથી તમારી સ્કીન પર ખુબ જ સારી અસર થશે. તેમજ આ બંને વસ્તુમાં આયર્ન અને જરૂરી ફેટી એસિડ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. આ કોમ્બિનેશનનું સેવન કરવાથી ગળ્યું ખાવાની ઈચ્છા તો પૂરી થશે જ સાથે સાથે હોર્મોન્સ અને શારીરિક શક્તિને પણ બુસ્ટ કરે છે. તો ચાલો જાણીએ આ બંનેના કોમ્બિનેશનથી આપણા શરીરને મળતા અદ્દભુત ફાયદા.

ગોળના ફાયદા : હાડકા –  વિશેષરૂપે જે લોકોને સાંધાનો દુખાવો હંમેશા રહેતો હોય, તેમના માટે ગોળ ખાસ  ફાયદાકારક છે. ગોળ હાડકાને મજબૂતી આપે છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત કરવામાં સહાયક હોય છે. જો શિયાળામાં સાંધાના દુખાવામાં વધારે તકલીફ હોય તો આદુના ટુકડાને ગોળના ટુકડા સાથે ખાવ. આમ કરવાથી ઘણો ફાયદો થશે.

શરીરની તાકાત : ગોળ શરીરને તૈયારીમાં જ તાકાત આપે છે. જો તમને થાક અને કમજોરી જેવું મહેસૂસ થાય ત્યારે ગોળ ખાઓ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. વિશેષ વાત એ છે  કે, ગોળ જલ્દી પચી જાય છે અને એનર્જી લેવલને વધારી દે છે. એટલા માટે તમને જ્યારે પણ થાક લાગે તો ગોળ ખાવ. જો કે ડાયાબિટીસના રોગીઓને ગોળ ખાવાની નાં કહેવામાં આવે છે.

આયર્નની ઉણપ : ગોળ ખાવાથી શરીરમાં ક્યારેય આયર્નની ઉણપ નહિ આવે. વિશેષરૂપે જે લોકો એનિમિયાથી પીડાય છે તેઓ એ હંમેશા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો. તેનાથી તેમને ફાયદો થશે.

ત્વચા : ત્વચા માટે ગોળ ફાયદાકારક હોય છે. ગોળ લોહીમાં રહેલા ખરાબ ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે તેનાથી લોહી ચોખ્ખું થઈ જાય છે અને ત્વચામાં ચમક આવી જાય છે. સાથે સાથે ખીલ અને કરચલીઓની સમસ્યા પણ દૂર થાય છે.

શરદી ઉધરસ : ગોળની તાસીર ગરમ હોય છે એટલા માટે જ્યારે કોઈને શરદી ખાંસી થઈ હોય તો તેમને જરૂરથી ગોળ ખાવો જોઈએ. જો કે કાચો ગોળ ન ખાવો. ખાંડની જગ્યાએ ગોળ નાખીને ચા પીવી.

અસ્થમાના રોગી : અસ્થમાના રોગી માટે ગોળ ફાયદાકારક હોય છે. આ એન્ટી એલર્જીક હોવાના કારણે અસ્થમાના રોગીને રાહત મળે છે અને શરીરના તાપમાનને પણ કંટ્રોલમાં કરે છે.

દેશી ઘી ના ફાયદા : 1 ) દરરોજ એક ચમચી ઘી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. દેશી ઘી હૃદયની નળીઓ બ્લોક થતાં બચાવે છે.
2 ) આમા બે પ્રકારના વિટામિન હોય છે. આ વિટામિન હાડકા સુધી કેલ્શિયમને પહોંચાડવાનું કામ કરે છે.
3 ) ઘી માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
4 ) દેશી ઘી માં ફેટ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે આ સાચી રીતે વજન વધારવામાં મદદરૂપ થાય છે.
5 ) આના ઉપયોગથી તમારી ત્વચા એકદમ મુલાયમ અને ચમકદાર બનશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment