વર્ષો જુનો પીંડીનો દુખાવો દુર કરવા અજમાવો આ 1 ઉપાય, રાતોરાત મળશે રાહત… મળશે દવાઓ કરતા પણ ઝડપી રીઝલ્ટ…

પગની એડીની ઘૂંટીથી ઉપરનો ભાગ અને ગોઠણથી નીચેના ભાગને પીંડી કહેવામાં આવે છે. પગની પીંડીઓમાં દુખાવો થવાથી પગની કાર્યક્ષમતા પર પ્રભાવ પડે છે. પીંડીના દુખાવાનું કારણ અર્થરાઈટ્સ, હાડકા કમજોર હોવા, હાડકું ઘસાવું, માંસપેશીઓનો દુખાવો, નસો ક્ષતિગ્રસ્ત હોવી વગેરે કારણે થઈ શકે છે. આ દુખાવાને દૂર કરવા માટે કેટલાક આ ઘરેલું ઉપાય પીંડીના દુખાવામાં ખુબ જ ઉપયોગી છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવશું પીંડીના દુખાવાને દૂર કરવાના ઘરેલું અને આયુર્વેદિક ઉપાય, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

સફરજનના વિનેગરનો ઉપયોગ :- સફરજનના વિનેગરના ઉપયોગથી પીંડીના દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. તેના માટે તમે એક ડોલ ગરમ પાણીમાં સફરજનના વિનેગરને મેળવીને ત્યાર બાદ દર્દથી અસરગ્રસ્ત જગ્યાને આ પાણીમાં ડુબાડી દો. થોડા સમય પછી સાદા પાણીથી પીંડી ધોઈ નાખો. તેના સિવાય તમે સફરજનના વિનેગર સાથે મધનું સેવન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 

આદુનો ઉપયોગ :- આદુ પીંડીના દુખાવામાં ખુબ જ ઉપયોગી છે, આ માટે તમે આદુના તેલને અસરગ્રસ્ત જગ્યા પર લગાવીને થોડા સમય પછી સાદા પાણીથી ધોઈ લો. આ સિવાય તમે આદુની ચાનું સેવન કરીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તમે આદુ વાળી ચા દિવસમાં બે વાર પિય શકો છો. આમ કરવાથી પીંડીના દુખાવામાં રાહત મળશે.

લીંબુનો ઉપયોગ :- લીંબુના ઉપયોગથી પણ આ સમસ્યાને દૂર કરી શકો છે, લીંબુના રસમાં એરંડીયાનું તેલ મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. આમ કરવાથી લીંબુની અંદર રહેલા એન્ટીઓક્સિડેન્ટ તત્વ દુખાવાને દૂર કરે છે.

સિંધવ મીઠાનો ઉપયોગ :- સિંધવ મીઠાના ઉપયોગથી પીંડીના દુખાવાને દૂર કરી શકાય છે. આ માટે તમે એક ડોલ ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને અસરગ્રસ્ત જગ્યાને થોડો સમય ડુબાડો. તમે આ પ્રયોગ દિવસમાં 1 કે 2 વાર કરી શકો છે. આમ કરવાથી પીંડીનો દુખાવો દૂર થાય છે અને માંસપેશીઓને આરામ મળે છે. 

લના તેલનો ઉપયોગ કરવાની રીત :- પીંડીના દુખાવાના ઘણા બધા કારણ હોય શકે છે, માટે આ દુખાવાને દૂર કરવાના કેટલાક ઘરેલું ઉપાય તમને ખુબ જ મદદ કરશે. તલનું તેલના ઉપયોગ દ્વારા આ સમસ્યાથી છુટકારો મળવો. પીંડીનાં દુખાવાના ઘણા બધા કારણો હોય છે. માટે આ દુખાવાને દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાય, જે તમને ખુબ જ કામ આપશે. તલના તેલમાં હળદર મેળવીને તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવી દો અને હલકા હાથે માલીશ કરો. માલીશ કર્યાના 30 મિનીટ બાદ ગરમ પાણીથી પીંડી ધોઈ લો આ ઉપાયથી પીંડીના દુખાવાને દૂર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment