રશિયાએ બનાવી કોરોનાની બીજી વેક્સિન, જાણો શું હશે તેની ખાસ વિશેષતા.

દુનિયાભરના લોકો કોરોના વાયરસની મહામારીના કારણે હાલ ખુબ જ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વિશ્વના તમામ લોકો કોરાનાની રસી(વેક્સિન) ક્યારે શોધાય તેની રાહ જોઈ રહ્યાં છે. તો બીજી તરફ ઘણા વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ કોરોનાની રસીની શોધ કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ રશિયાએ કોરોનાની રસી શોધી હતી. હવે સમાચાર મળી રહ્યાં છે કે, રશિયાએ કોરોનાની બીજી રસી પણ શોધી છે. જેનાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે કોરોના બીજી વેક્સિન પણ રશિયાએ કેવી રીતે શોધી. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

રશિયાએ કોરોના વાયરસની એક નવી રસી તૈયાર કરી લીધી છે. આ અગાઉ 11 ઓગષ્ટના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિતે કહ્યું હતું કે, ‘રશિયાએ કોરોના વાયરસની સફળ વેક્સિન બનાવી છે. આ રસી શોધનાર રશિયા વિશ્વનો પહેલો દેશ છે.’ રશિયાએ કોરોના વેક્સિનનો ઉપયોગ કરવાની પરવાનગી પણ આપી દીધી હતી. હવે રશિયાએ બીજી રસી પણ તૈયાર કરી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાનું કહેવું છે કે, ‘પહેલી રસી છે તેમાં અમુક આડઅસર(સાઇડઇફેક્ટ) થવાની શક્યતા હતી. પરંતુ આ જે નવી રસી તૈયાર કરવામાં આવી છે તેની કોઈ આડઅસર નથી.’

રશિયાએ પહેલી વેક્સિનનું નામ Sputnik5 રાખ્યું હતું. બીજી વેક્સિનને EpiVacCorona નામ આપવામાં આવ્યું છે. રશિયાએ EpiVacCorona વેક્સિનનું નિર્માણ સાઇબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી) માં કરવામાં આવ્યું છે. આ પહેલાં આ ઇન્સ્ટિટ્યૂટ ટોપ સિક્રેટ બાયોલોજીકલ વેપન રિસર્ચ પ્લાંટ હતો.રશિયા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, EpiVacCorona વેક્સિનનો ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. પરંતુ જે 57 વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવ્યું હતું. તેમાંથી કોઈ પણ વોલેન્ટિયર્સને કોઈ સાઇડ ઇફેક્ટ થઇ નથી. દરેક વોલેન્ટિયર્સ સ્વસ્થ્ય છે અને સારુ ફીલ કરી રહ્યાં છે. EpiVacCorona ની આ રસી બે શીશીમાં આવશે, પહેલી શીશીમાં 14 અને બીજી 21 દિવસ બાદ આપવામાં આવશે. રશિયાને આશા છે ઓક્ટોબર સુધી આ વેક્સિનને રજિસ્ટર કરવામાં આવશે અને નવેમ્બરથી તેનું ઉત્પાદન શરૂ થશે.

વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજીએ કોરોના વાયરસસની 13 સંભવિત વેક્સિન પર કામ કર્યુ છે. લેબમાં પ્રાણીઓ પર વેક્સિનની તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને બ્રિટન પણ કોરોનાની સફળ વેક્સિન બનાવવા માટે મથ્યા છે અને ત્રણ દેશની વેક્સિનનો ત્રીજા તબક્કામાં પહોંચી ચુકી છે.

Leave a Comment