એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલી રસોઈ ખાવાની ભૂલ ન કરતા, નહીં તો શરીરમાં જશે ધીમું ઝેર… જાણો તીનના વાસણમાં બનેલું ભોજન ખાવાના નુકશાન…

મિત્રો હેલ્દી ખોરાક એ શરીરની જરૂરત છે. પણ આપણે જે વાસણમાં ખોરાક બનાવીએ છીએ તે વાસણનું પણ મહત્વ છે. તેનાથી પણ તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. આજે આપણે વાત કરીશું એલ્યુમીનીયમના વાસણ વિશે. જેમાં રસોઈ બનાવવી તમારા સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે.

દરેક માણસની ચાહત હોય છે કે તે હંમેશા સ્વસ્થ રહે. સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે યોગ, એકસરસાઈઝ અને ઘણા પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન આપતા હોય છે. તે સિવાય લોકો ખાણીપીણીને પણ હેલ્થી રાખવાનો પ્રયત્ન કરતાં હોય છે. તે માટે અલગ-અલગ પ્રકારની હેલ્થી વસ્તુઓ સવારથી રાત સુધી બનાવે અને ખાય છે. પરંતુ એક વસ્તુ, જેના પર લોકોનું ધ્યાન જતું નથી, તે છે રસોઈ બનાવતી વખતે ઉપયોગમાં લેવાતા વાસણ. હા, હેલ્થી ભોજન માટે જેટલું શાકભાજી અને મસાલાનું ધ્યાન રાખવામા આવે છે તેટલું જ સાચી ધાતુના વાસણ સિલેક્ટ કરવા માટે પણ આપવું જોઈએ. મોટા ભાગના લોકો એ વાતથી અજાણ છે કે, કઈ ધાતુના વાસણમાં રસોઈ કરવાથી ભોજનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

ભારતીય ઘરોમાં સામાન્ય રીતે એલ્યુમિનિયમ, તાંબા, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ અને ટેફલોનથી બનેલ વાસણોનો ઉપયોગ થતો હોય છે. તે સમય હવે જતો રહ્યો છે જ્યારે પિત્તળ અને પ્યોર સ્ટીલના વાસણોનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવતો હતો. હવે બજારમાં કુકરથી લઈને કડાઈ સુધી, દરરોજ ઉપયોગમાં આવનાર ઘણા વાસણ એલ્યુમિનિયમના જ મળે છે. માટે ઘણા લોકો આ વાસણોમાં જ રસોઈ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે? જો તમે હજુ સુધી આ વાતથી અજાણ હોય, તો આજે અમે તમને જણાવવા જય રહ્યા છીએ એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ કરવાથી સ્વાસ્થ્યને થતાં નુકસાન.

એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરવાના નુકસાન:- ઘણા લોકો એલ્યુમિનિયમના વાસણને સાફ કરવા માટે તેને ચમચી કે વાયરના કુચાથી ઘસતા હોય છે, જે ધાતુના કણોને દૂર કરે છે. જ્યારે આ વાસણમાં રસોઈ કરવામાં આવે છે, તો ભોજનમાં એલ્યુમિનિયમના કણ સમાવિષ્ટ થઈ જાય છે. માટે જ એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરવાથી એલ્યુમિનિયમ પણ શરીરમાં જાય છે. આ એલ્યુમિનિયમ સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. જેમકે, હાઇપર એસિડિટી, અપચો, પેટ ફૂલવું અને સ્કીનથી જોડાયેલી સમસ્યાઓ વગેરે.એલ્યુમિનિયમના વાસણમાં ખાટી વસ્તુઓ બનાવવી નુકસાનદાયક:- એલ્યુમિનિયમના વાસણમાં ખાટી વસ્તુઓ જેમકે, લીંબુ, ટામેટાં વગેરે પકવવાથી એલ્યુમિનિયમનું આયોનાઇઝેશન શરૂ થઈ જાય છે, જેનાથી તે ભોજનમાં ભળવા લાગે છે. માટે એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલ ખાટી વસ્તુઓનું સેવન કરવાથી તે આપણા શરીરમાં જાય છે અને આંતરિક સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

મગજ માટે સારું નથી એલ્યુમિનિયમના વાસણમાં ભોજન:- શરીરમાં એલ્યુમિનિયમ વધુ માત્રામાં જવાથી મગજ અને યાદશક્તિ પર પણ અસર પડે છે. વાસ્તવમાં, એલ્યુમિનિયમ ઓક્સિડેટિવ ફ્રી રેડિકલ્સની જેમ કામ કરે છે અને ધીરે ધીરે શરીરમાં ઝેરની જેમ ભળીને મગજની કેશિકાઓને અસર કરે છે. જોકે, આ અસર લાંબા સમયે જ દેખાય છે. તે વ્યક્તિ માટે ખતરનાક પણ થઈ શકે છે.અન્ય નુકસાન:- અમુક કેસમાં શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધારે હોવાથી કિડની ફેઇલ થવાની સમસ્યા થઈ શકે છે. એલ્યુમિનિયમના વાસણમાં ભોજન કરવાથી લીવર સિસ્ટમ પણ ખરાબ થઈ શકે છે. જો આપણા શરીરમાં વધારે એલ્યુમિનિયમ જાય તો, તે માંસપેશીઓ, કિડની અને હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે. 

આ બીમારીઓનું કારણ પણ બની શકે છે એલ્યુમિનિયમ:- અસ્થિ રોગ, આંખની બીમારીઓ, અતિસાર, ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, મોંમાં વારંવાર સોજો અને એક્જિમાં જેવા ત્વચા રોગ માટે તમે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરતા હોય , તો તમારે આ નુકસાનથી સાવધાન રહેવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment