કાજુ, બદામ સાથે ખાવ આ અમુલ્ય દાણા, શરીરમાં કરશે ચમત્કાર જેવું કામ… લોહીની ઉણપ, કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરશે સાફ…

આજના સમયમાં વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડવા માટે આપણે  સ્વાસ્થ્યવર્ધક ફૂડનું સેવન કરવું જોઈએ. આવા ફૂડમાં ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આજ કારણે સ્વાસ્થ્ય એક્સપર્ટ પણ ડ્રાય ફ્રુટ ખાવાની સલાહ આપે છે. ડ્રાયફ્રુટ અનેક પ્રકારના હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણે બધાં બદામ, કિસમિસ, કાજુ, અખરોટ,અંજીર વગેરેને આપણા ડાયટમાં સામેલ કરીએ પણ છીએ. પરંતુ કેટલાક એવા ડ્રાયફ્રુટ છે જેને એક સાથે લેવાથી શરીરને વધારે લાભ થાય છે. કાજુ બદામ પિસ્તા અને અખરોટ એક સાથે લેવાથી આપણને દરેક પોષક તત્વો એકસાથે મળે છે. અને આપણે સંપૂર્ણ દિવસ દરમિયાન એનર્જેટિક હોવાનો અહેસાસ કરીએ છીએ, થાક દૂર થાય છે અને બીમારીઓથી બચી શકાય છે. 

કાજુ બદામ પિસ્તા અખરોટ માં પોષક તત્વ:- કાજુ માં કેલેરી, હેલ્ધી ફેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, ફાઇબર, પ્રોટીન, આયર્ન, વિટામિન બી6 અને મેગ્નેશિયમ ઉપલબ્ધ હોય છે. બદામમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, તાંબુ અને ફોસ્ફરસ ઉપલબ્ધ હોય છે. પિસ્તામાં કેલેરી, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ આયર્ન વિટામિન બી6 અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે. અખરોટમાં હેલ્ધી ફેટ,પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટસ, ડાયટરી ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી6 અને મેગ્નેશિયમ હોય છે.કાજુ બદામ પિસ્તા અખરોટ ખાવાના ફાયદા:- ડ્રાયફ્રુટ માં પોટેશિયમ ઘણું વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, તેથી આ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટમાં ફાયબર ઉપલબ્ધ હોય છે જે ભોજન પચાવવામાં આંતરડાને મદદ કરે છે. મળને નરમ બનાવે છે અને મળ ત્યાગ કરવાની ગતિને સરળ બનાવે છે. કાજુ, પિસ્તા અને અખરોટમાં આયર્ન ઉપલબ્ધ હોય છે તેના સેવનથી એનિમિયા દૂર કરી શકાય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે.

કાજુ, પિસ્તા, અખરોટ માં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે આ બધાને એક સાથે ખાવાથી શરીરમાં એનર્જી જળવાયેલી રહે છે. બદામમાં વિટામિન ઈ હોય છે. આ ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી વિટામિન હોય છે. કાજુ, બદામ, પિસ્તા, અખરોટમાં પ્રોટીન વધારે હોય છે તેથી આને ખાવાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે, નવી માંસપેશીઓનું નિર્માણ પણ થાય છે. કાજુ, પિસ્તા,અખરોટ માં વિટામિન બી6 પણ હોય છે. આ વિટામીન આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી હોય છે આ રક્તવાહીનીઓને સ્વસ્થ બનાવે છે.,મૂડ સારો રાખે છે સાથે જ હાડકાંને પણ મજબૂત બનાવે છે.કાજુ, બદામ,પિસ્તા,અખરોટ કેટલી માત્રામાં ખાવા જોઈએ?- ડ્રાયફ્રુટનું સેવન હંમેશાં સીમિત માત્રામાં જ કરવું જોઈએ. તમે ત્રણ થી પાંચ બદામ, બે થી ત્રણ કાજુ,એક-બે પિસ્તા અને એક અખરોટની ગીરીનું સેવન કરી શકો છો. દરરોજ આટલી માત્રા માં ડ્રાય ફ્રુટ ખાવાથી તમે હંમેશા ફિટ અને હેલ્ધી રહેશો. શરીર બીમારીઓથી લડવામાં તમારી મદદ કરશે.

કાજુ, બદામ,પિસ્તા,અખરોટ ખાવા નો યોગ્ય સમય:- ડ્રાયફ્રૂટ્સ ખાવાનો સૌથી યોગ્ય સમય સવારનો હોય છે. તમે સવારમાં ખાલી પેટે કાજુ, બદામ,પિસ્તા અને અખરોટ ખાઈ શકો છો. તેનાથી તમને સંપૂર્ણ દિવસ દરમિયાન એનર્જી મળશે કમજોરી અને થાક દૂર થશે.કાજુ બદામ પિસ્તા અખરોટ કેવી રીતે ખાવા જોઈએ?:- ડ્રાયફ્રુટ હંમેશા પલાળીને જ ખાવાની સલાહ આપવામાં આવે છે તેથી તમે રાત્રે ડ્રાયફ્રુટ ને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. સવારે ઊઠીને તેની છાલ કાઢીને ખાઈ લો. તેનાથી ડ્રાયફ્રુટ ની ગરમ તાસીર  સામાન્ય થઈ જશે. બદામ અને અખરોટ ને જરૂરથી પલાળીને અને તેની છાલ કાઢીને જ ખાવા જોઈએ. કારણકે બદામની છાલ તેના પોષક તત્વોને અવશોષિત નથી થવા દેતી તેથી તેની છાલ કાઢીને જ બદામ ખાવી જોઈએ.

તમે પણ તમારા ડાયટમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને સામેલ કરી શકો છો, પરંતુ જો તમને આમાંથી કોઈ પણ ડ્રાય ફ્રુટ થી એલર્જી હોય તો તેનું સેવન કરવાથી બચવું. સાથે જ પિત્ત પ્રકૃતિના લોકો એ કાજુ, પિસ્તાનું સેવન કરવાથી બચવું જોઈએ.બદામ અને અખરોટને પલાળીને ખાવા. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment