સવારે નાસ્તો ન કરવાથી થઈ શકે છે આ 6 બીમારીઓનો ખતરો, એકવાર જાણી લો નહિ તો શરીર બની જશે ખોખલું…

આપણે જાણીએ છીએ કે સવારના સમયમાં આજના સમયમાં કોઈને પણ સમય હોતો નથી. દરેક લોકો એક વ્યસ્તતા ભરેલી જિંદગી જીવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સવારના સમયે નાસ્તો કરવો એ તમારા આખા દિવસની મોટાભાગની ઉર્જા પૂરી પાડે છે અને જો તમે સવારનો નાસ્તો નથી કરતા તો તમને ઘણી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. આથી સવારના સમયે નાસ્તો કરવો ખુબ જરૂરી છે. 

મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો દિવસનું પહેલું ડાયટ હોય છે. દિવસની શરૂઆત કરવા માટે આપણા શરીરને એનર્જીની જરૂર રહે છે. જે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાથી મળે છે. જો કે, લાઈફની ભાગાદોડીમાં લોકો સામાન્ય રીતે દિવસની સૌથી જરૂરી ડાયટ છોડી દે છે. 12 કલાકથી વધારે સમય પછી પહેલું ભોજન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. નાસ્તો ન કરવાના ઘણા સાઈડ ઈફેક્ટ્સ છે જેના પર ધ્યાન આપવું જોઈએ.

વજન વધવું : જો તમે સવારનો નાસ્તો નથી કરતા તો તમારું વજન વધવા લાગે છે. પરંતુ મોટાભાગે લોકો એવું માને છે કે, ઓછું ખાવાથી વજન ઓછું થાય છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. જ્યારે તમે બપોર સુધી પોતાને ભૂખ્યા રાખો છો, તો તમારું શરીર હાઈ કેલરી વાળા ભોજન માટે તરસે છે. આ માટે તમે તમારી ભૂખને ઓછી કરવા માટે મીઠું અને ફૈટ યુક્ત ભોજન કરો છો તેનાથી વજન વધવા લાગે છે. 

ડાયાબિટીસનું જોખમ : ભૂખ્યા રહેવાથી તમારા શરીરમાં અનેક બીમારીઓ આવી શકે છે. જેમાંથી એક છે ડાયાબિટીસ. જ્યારે તમે નાસ્તો કરતાં નથી અને લાંબા સમય પછી ખાઓ છો તો, તમારા શરીરને એનર્જી પ્રદાન કરવા માટે તમારું બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. આ પ્રોસેસમાં લોકોને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

ડિમેન્શિયા : જૈપનિઝ જર્નલ ઓફ હ્યુમન સાયન્સિસ ઓફ હેલ્થ સોશિયલ સર્વિસેઝમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ, જે લોકો નાસ્તો કરતાં નથી તેઓ, માનસિક બીમારીઓથી પીડિત થઈ શકે છે. બ્રેન સેલ્સ કાર્યને પ્રતિબંધિત કરી શકે છે. જેનાથી ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓ થાય છે. 

માઈગ્રેન : માથાના દુખાવાથી બચવા માટે તમારે સવારનો નાસ્તો કરવો જરૂરી છે. શરીરને પુરતા પ્રમાણમાં ભોજન ન મળવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. બ્રેકફાસ્ટ ન કરવાથી શુગર લેવલ ઘટી જાય છે. જેનું પરિણામ એ આવે છે કે, તમારું બીપી વધી જાય છે. હાઈ બીપી સાથે શરૂઆતમાં સામાન્ય માથાનો દુખાવો થઈ શકે છે જે પછીથી ગંભીર માઈગ્રેનમાં બદલાઈ શકે છે.

મેટાબોલીઝ્મ : આપણાં શરીરને સવારે કામ કરવા માટે એનર્જીની જરૂરિયાત રહે છે. જ્યારે તમે દિવસની પહેલી ડાયટ નથી લેતા તો તે મેટાબોલીક એક્ટિવિટીમાં અટકાવ થાય છે અને વજન ઘટવાની પ્રોસેસ ધીમી પડી જાય છે. 

ઇમ્યુનિટી : નાસ્તામાં આવશ્યક પોષકતત્વો હોય છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને જગાડવા, બેક્ટેરિયા અને વાઈરસથી લડવા માટે જરૂરી હોય છે. નાસ્તો ન કરવાથી તમારું ઇમ્યુન સિસ્ટમ સરખી રીતે કાર્ય કરી શકતું નથી. જેનાથી તમે બીમારીઓનો શિકાર થઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment