શ્રી મદ્દ ભગવદ્દ ગીતા અનુસાર જાણો એકાગ્રતાનું મૂળ રહસ્ય. પહોંચાડશે તમને સફળતા સુધી.

મિત્રો, તમે શ્રીમદ ભગવદ્દ્ ગીતા વિશે તો જાણ્યું હશે. તેમાં આપેલ વિવિધ અધ્યાયો દ્વારા મનુષ્યને જીવનમાં યોગ, ધ્યાન, કર્મ, જ્ઞાન, વગેરે અંગે કહેવામાં આવ્યું છે. ગીતા એક એવું રહસ્ય છે જે મનુષ્યને તેના જીવનના રહસ્ય જાણવામાં મદદ કરે છે. કર્મનો મહિમા જણાવી કર્મ દ્વારા કંઈ ગતિ થાય છે તે સમજાવ્યું છે. તો જ્ઞાન યોગમાં સ્થૂળ અને સૂક્ષ્મનું જ્ઞાન કરાવી બાહ્યને આંતરિક જ્ઞાનનો મહીમા ગાયો છે. જ્યારે યોગને ધ્યાનમાં મનુષ્યના જીવનમાં ધ્યાનનું મહત્વ સમજાવ્યું છે. 

આજે આપણે પહેલા તો મૂળ સવાલથી શરૂઆત કરીશું અને મૂળ સવાલ છે કે, ‘જીવનમાં કોઈ પણ કામ કરવા માટે શા માટે એકાગ્રતા જરૂરી છે ? તેના વગર કોઈ પણ કામ વ્યવસ્થિત નથી થઈ શકતું ? એવું કહેવાય છે કે, તમારા જીવનની ઉચ્ચતા તે તમારા જીવનના અનુભવ પર આધારિત હોય છે. આપણા જીવનમાં જે દરેક પળનો અનુભવ છે, તે જ આપણા જીવનની સાર્થકતા નિર્ધારિત કરે છે અને એ પળનો અનુભવ છે એ પ્રભાવ આપણી એકાગ્રતા પર પડે છે. 

અહીં કહેવાનો અર્થ એ છે કે, આપણે આપણા જીવનમાં એકાગ્રતા એટલા અંતે નથી વધારવા માંગતા કે આપણે જીવનમાં આવતી મુશ્કેલી અથવા પરીક્ષાઓમાં સફળ થવા ઈચ્છીએ છીએ. પરંતુ તેનો અર્થ બીજો પણ થાય છે. આપણે જીવનના વાસ્તવિક આનંદ અને જીવનની સફળતા માટે એકાગ્રતાની જરૂર છે. આ અંગે સ્વામી સર્વપ્રીયાનંદ જે રામ કૃષ્ણ મિશનના સન્યાસી છે. તેઓ કંઈક આવું કહે છે. તેમના લેક્ચર અને અનુભવ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રચલિત છે. 

સ્વામી સર્વાપ્રીયાનંદ આ અંગે જણાવતા કહે છે કે તેઓ ગીતા, અષ્ટાંગ યોગ અને પોઝીટીવ psychology ની મદદથી પ્રવાહ એટલે કે આનંદ અને એકાગ્રતાને સમજાવે છે. તેઓ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે, mihaly ને એકાગ્રતાના ઊંડા અનુભવને flow (પ્રવાહ) નામ શા માટે આપ્યું ? તેઓ ઉદાહરણ આપતા જણાવે છે કે, જ્યારે તેમણે કોઈ મ્યુઝીક ડાયરેક્ટરને પૂછ્યું કે, તેને છેલ્લે સૌથી વધુ આનંદ ક્યારે આવ્યો ? તે સમયે તે મ્યુઝીક ડાયરેક્ટરએ જવાબ આપ્યો કે, તે જ્યારે મ્યુઝીક રૂમમાં બધાની વચ્ચે હોય છે તે સમયે પોતે એટલો તેમાં ખોવાઈ જાય છે કે હાથ તેની જાતે જ હલવા લાગે છે. હું એટલો આનંદિત હોઉં છું કે મને કંઈ ભાન જ નથી રહેતું. વાસ્તવમાં અહી તે પ્રવાહમાં વહે છે તેનું મન એકાગ્રતામાં લીન થઈ જાય છે. જે વાસ્તવિક આનંદ છે. 

આ વિશે સ્વામી સર્વાપ્રીયાનંદ કહે છે કે, આ કોઈ નાની અનુભૂતિ નથી, પરંતુ આપણે પણ આવા અનુભવ કરીએ છીએ બસ, તેનો ખ્યાલ નથી રહેતો. જ્યારે તમે કોઈ કામ કરો છો, તેમાં તલ્લીન થઈ જાવ છો, ત્યારે તેની જાતે જ flow પ્રગટ થઈ જાય છે. mihaly પોતાની પુસ્તકમા કહે છે કે, આપણી એકાગ્રતાની એક સીમા હોય છે. જે અનુસાર આપણું મગજ એક વખતમાં 7 bits જેટલી માહિતી પ્રોસેસ કરી શકે છે અને બે માહિતી વચ્ચે ઓછામાં ઓછુ 1/18 સેકંડનું અંતર હોય છે. તેનો અર્થ કે તમે એક સેકન્ડમાં 18*7 = 128 bits ની માહિતી લઈ શકાય છે. 

જ્યારે mihaly નું કહેવું છે કે, આપણી માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા ઘણી સીમિત છે. જે લોકો આ માહિતી વાંચી રહ્યા છે તેઓની લગભગ 128 bits માહિતી લઈ શકે છે. જ્યારે આ સમયે તમારા મગજમાં પણ બીજી અન્ય માહિતી ચાલી રહી છે. જેમાં 30 bits માહિતી ખર્ચ થઈ રહી છે. તેથી જ્યારે બે લોકો એકસાથે બોલે છે ત્યારે બંનેની માહિતી એકસાથે ગ્રહણ થઈ શકતી નથી. અને જો 3 લોકો બોલે તો કોઈની વાત સંભળાતી જ નથી. 

આમ પોતાના ધ્યાનની bits એક જગ્યા પર જ ખર્ચ કરો. કહેવાય છે કે તમે 128 bits માંથી કેટલી bits કોઈ એક વસ્તુ પર ધ્યાન લગાવીને ખર્ચ કરી શકો છો તે તમારી એકાગ્રતાને નક્કી કરે છે. સ્વામી સર્વાપ્રીયાનંદ કહે છે કે, આપણે 128 માંથી બધી જ bits કોઈ એક વસ્તુ પર ખર્ચી નથી શકતા. કારણ કે, તેથી એવી એકટીવીટી કરો જેમાં 128 bits માંથી વધારેમાં વધારે bits કોઈ એક વસ્તુ પર ખર્ચી શકાય. તે માટેના ઘણા પોઈન્ટ છે જે અંગે આપણે જાણીશું. 

skill oriented : એવી સ્કીલ જે તમે ઘણા લાંબા સમયથી પ્રેક્ટીસ કરીને અભ્યાસ કરીને શીખી હોય. કારણ કે અભ્યાસથી કોઈ પણ કામ એકદમ પરફેક્ટ થાય છે. અભ્યાસ કરવાથી તમે તે કલામાં ધ્યાન લગાવી શકો છો. તેમાં ધ્યાન શાંત ચિતે લાગે છે. જ્યારે આ કલાને ચેલેન્જ મળે છે ત્યારે ધીમે ધીમે આ એકગ્રતા વધીને flow માં ફેરવાઈ જાય છે. પરિણામે શ્રેષ્ટ વસ્તુનું સર્જન થાય છે. 

merging of action and awareness : કહેવાનો અર્થ, જ્યારે તમે કોઈ કામમાં એટલા મશગુલ થઈ જાવ છો ત્યારે તમારી વ્યક્તિગત ચેતના ખોવાઈ જાય, તમે ખુદને ભૂલી જાવ છો. અંગે સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે, જે વ્યક્તિ સંપૂર્ણ ધ્યાન સાથે કોઈ કામમાં ડૂબીને કામ કરે છે, તેને પોતાના શરીરની સુધ પણ ન રહે, ત્યારે તે કામ તે વ્યક્તિની ક્ષમતાથી પરે અસીમિત રૂપમાં પ્રગટ થાય છે. જ્યારે આ અંગે સ્વામી સર્વાપ્રીયાનંદ કહે છે કે, જ્યારે તમે લાંબા સમય સુધી કોઈ કામ કરો છો અથવા તો વાંચો છો ત્યારે તમે પોતાની થકાવટ ભૂલી જાવ છો, પણ જ્યારે તમારું કામ પૂરું થાય છે પછી તમારું ધ્યાન ભૂખ, થાક, અને બીજા વિચારો તરફ જાય છે. 

આ અંગે સ્વામી વિવેકાનંદ ગીતાનો ઉલ્લેખ કરતા કહે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે ત્યારે તેઓ કહે છે કે, જે સાધક પૂરી રીતે મારાથી જોડાયેલ હોય છે, જે યોગ કે ધ્યાન દ્વારા મારામાં સ્થિર રહે છે, તેના બધા જ ક્રમ એકાગ્રતા અથવા તો ધ્યાનમાં ડૂબીને જ થાય છે અને આવો સાધક ક્યારેય વ્યક્તિગત લાભની ઈચ્છા નથી રાખતો. જો તમે કોઈ કામ કરતા કરતા તેના પરિણામની ચિંતા થાય છે તો તમે ક્યારેય તે કામમાં એકાગ્રતા નહિ લાવી શકો. સ્વામી સર્વાપ્રીયાનંદ સચિન તેંદુલકરનું ઉદાહરણ આપતા કહે છે. જ્યારે સચિન સારું રમે છે ત્યારે તે ક્યારેય નોટીસ બોર્ડને નથી જોતો કારણ કે પરિણામ જોવાથી ધ્યાન ભટકી જાય છે. 

clarity of action & immediate feedback : આપણને ક્યારેય કોઈ મોટા ગોલની ચિંતા ન હોવી જોઈએ. પણ નાના ગોલ પર ધ્યાન રાખવું જોઈએ. એટલે કે મોટા ગોલને છોડીને આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે અત્યારે શું જોઈએ છે. જેમ કે ટેબલ ટેનીસ રમતા ખેલાડીને ખબર હોય છે કે તેને પોતાના બોલને સામે પેલે પાર પહોંચાડવાનો છે. જો તે સારો શોર્ટ મારે છે તો પણ તેને તરત જ ખયાલ આવી જાય છે. આમ તમને એ ખબર હોવી જોઈએ કે તમે કોઈ કામ કરી રહ્યા છો તેમાં તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો. 

feeling of control : જ્યારે પણ કોઈ કામ કરો છો, ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારે ક્યાં અને કેટલું કામ કરવાનું છે. એકદમ પરફેક્ટ રીતે કામ થતું હોય છે, જેમ કે જ્યારે કોઈ બેટ્સમેન બોલને મારે છે ત્યારે તેને ખબર હોય છે કે, તેનો પગ કેટલો પાછળ જાય છે. 

transformation of time :  ગહન ધ્યાન જેવી મજા બીજા એકપણમાં નથી આવતી. ન્યુરો સર્જન કહે છે કે, જ્યારે હું સર્જરી કરું છું ત્યારે ખ્યાલ જ નથી આવતો  કે કેટલો સમય પસાર થઈ ગયો. પણ મિત્રો, ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈ કામ અડધા મનથી કરો છો ત્યારે તે કામ ક્યારેય પૂરું નથી થતું. કારણ કે અડધું ધ્યાન કામમાં અને અડધું ધ્યાન બીજે ભટકતું હોય છે. આમ ધ્યાનની એકાગ્રતા ખુબ જરૂરી છે. 

Leave a Comment