ઘરે બેઠા તમે લઈ શકો છો કપિલ શર્મા શોમાં ભાગ, જાણો તેની સરળ વિધિ.

મિત્રો કોરોના વાયરસના કારણે લગભગ માર્ચ મહિના બાદ દેશમાં દરેક વસ્તુ બંધ હતી, જેટલો સમય લોકડાઉન કરવામાં આવ્યું તે દરમિયાન ફિલ્મોના શુટિંગ અને ટીવી સિરિયલ્સ બધું જ બંધ હતું. પરંતુ હવે અનલોક કર્યા બાદ ધીમે ધીમે શુટિંગ અને નવા શો શરૂ થવા લાગ્યા છે. અમુક શોના નવા એપિસોડ ટેલીકાસ્ટ પણ થવા લાગ્યા છે. જેમાં પણ અમુક નિયમોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

તો તેની વચ્ચે ચાર મહિના બાદ હવે ફરી કપિલ શર્માનો શો શરૂ થવા જઈ રહ્યો છે. જો કે કોરોના વાયરસના ઘણી મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવા મુદ્દે શોમાં લાઈવ ઓડિયન્સ જોવા નહિ મળે, પરંતુ જે લોકો કપિલ શર્મા શોનો હિસ્સો બનવા ઈચ્છતા હોય તેના માટે કોમેડિયને એક ઉપાય જણાવ્યો છે. જો તમે પણ આ શોમાં ભાગ લેવા ઈચ્છતા હો, તો જાણો આ ઉપાય. 

કપિલ શર્માએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, હેલો મિત્રો, હવે તમે પણ બધા ઘરે બેઠા-બેઠા વિડીયો કોલ દ્વારા કપિલ શર્માના શો નો હિસ્સો બની શકશો. તેના માટે તમારે માત્ર એક ઇન્ટ્રો વિડીયો બનાવવાની જરૂર છે, જેમાં તમારું નામ, શહેરનું નામ જેવી વસ્તુ જણાવી શકો છો. તેને તમે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરો, મને ટેગ કરો અને @tkssaudience ને ટેગ કરવાનું. 

ત્યાર બાદ કપિલ શર્મા જણાવે છે કે, અમારી ટીમ આ વિડીયો જોઇને તમારી સાથે લાઈવ વાતચીત કરશે. આ ટ્વિટની સાથે કપિલ શર્માએ પોતાનો વિડીયો પણ અપલોડ કર્યો હતો. આ પહેલા પણ કપિલ શર્માએ સોનુ સુદને હિરો કહ્યો હતો. કપિલ શર્માએ સોનુ સુદના વખાણ કરતા પોતાના ટ્વિટમાં હિરો કહ્યું હતું. કેમ કે નેશનલ લોકડાઉનના સમયે હજારો જરૂરિયાત વાળા મજદૂરોને મદદ કરવા માટે સોનુ સુદે પોતાનાથી થતી દરેક સંભવ કોશિશ કરી હતી. તેમજ હજુ પણ તેઓ લોકોની મદદ કરી રહ્યા છે. હમણાં જ તેમણે એલાન કર્યું હતું કે, કિર્ગિસ્તાનમાં ફસાયેલા 2500 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.

કપિલ શર્માએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, સોનુ પાજી આ સમય પર તમે જે કામ જરૂરિયાત વાળા લોકો માટે કરી રહ્યા છો, તેના વખાણ કરવા માટે દરેક શબ્દ નાના પડે છે. ફિલ્મોમાં ભલે તમે ખલનાયકની ભૂમિકા નિભાવી હોય પણ અસલ જિંદગીમાં તમે અમારા હિરો છો. ભગવાન કરે તમે દીર્ઘાયુ અને હંમેશા ખુશ રહો. 

Leave a Comment