આપણા દેશમાં આજે પણ એક રૂપિયામાં મળે છે આ કિંમતી વસ્તુઓ, જાણીને ચોંકી જશો. 

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના મામલામાં સુપ્રીમ કોર્ટની બેંચના વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ (Contempt of Court Case Against Prashant Bhushan) ને દોષી કરાર આપતા એક રૂપિયો જુર્માનો આપવાનો ફેસલો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એ પણ કહ્યું કે, જુર્માનો ન આપવા માટે સુરતમાં ભૂષણને ત્રણ મહિના સુધીની કેદ થશે અને ભૂષણ વકીલ તરીકે પ્રેક્ટિક પણ નહિ કરી શકે. તો આ કારણે હાલ આ ઘટના સોશિયલ મીડિયામાં મજાકના રૂપે સામે આવી છે. જો કે એ જાણવું ખુબ ખુબ જ મજેદાર વાત છે કે, આપણે ત્યાં હજુ 1 રૂપિયામાં ઘણી સારી વસ્તુઓ મળી જાય છે.

જો એક રૂપિયાનો દંડ ભરવામાં ન આવે તો કોર્ટ ત્રણ મહિનાની સજા પણ આપી શકે. તો આપણા ભારતમાં હજુ ઘણી વસ્તુ એવી છે, જેની કિંમત માત્ર એક જ રૂપિયો છે. આજના આ લેખમાં અમે તમને જણાવશું કે તમે 1 રૂપિયાની અંદર શું શું ખરીદી શકો છો. માટે આ લેખને અંત સુધી વાંચો. 

મિત્રો એક રૂપિયામાં બજારમાં હજુ પણ ઘણા પ્રકારની કેન્ડી મળે છે. તેમાં એક્લેયર્સથી લઈને, મેંગો બાઈટ, કોફી બાઈટ અને ઘણા ફ્લેવર વાળી ચ્યુઇંગમ પણ શામિલ છે. બાળકો માટે મળતા મેગા બર્થ-ડે પેકેજમાં પણ એક રૂપિયા વાળી કેન્ડી હોય છે. જો તમે બજારમાં કોઈ વસ્તુ લેવા માટે જાવ અને તેની પાસે પાછા આપવા માટે છુટા પૈસા ન હોય, તો કેન્ડી આપી દેતા હોય છે. હાજમોલાની ટીકડી પણ એક રૂપિયામાં અપચો દુર કરે છે. જો તમે તામિલનાડુમાં હો તો, માત્ર એક રૂપિયામાં ઈડલી સંભાર પણ ખાઈ શકો છો. ત્યાં સબ્સિડાઇઝ્ડ ઈડલી માત્ર એક રૂપિયામાં મળી જાય છે, જે ભૂતપૂર્વ સીએમ જયલલિતાએ શરૂ કર્યું હતું. તેને અમ્મા ઈડલી પણ કહેવામાં આવે છે. જો કે કોરોના વાયરસના આ સમયમાં ઘણી જગ્યાઓ પર આ યોજનાથી લોકો પ્રભાવિત થયા છે. 

મિત્રો માચીસનું નાનું બોક્સ પણ માત્ર એક રૂપિયામાં ખરીદી શકાય છે. એ જ રીતે પ્લાસ્ટિકના નાના ગ્લાસ પણ એક રૂપિયામાં મળી જાય છે. જો કે તેની ક્વોલિટી થોડી લો હોય, એટલા માટે તેને પકડવામાં પણ ધ્યાન રાખવું જોઈએ કે દબાઈ ન જાય. એક વસ્તુ એવી પણ જે એક રૂપિયામાં એક નહિ, પરંતુ બે બે મળી શકે છે. તે વસ્તુ છે પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ. મિત્રો પોસ્ટકાર્ડ માત્ર પચાસ પૈસાનું જ આવે છે. જો હવેના સમયમાં પોસ્ટકાર્ડનું ચલણ નહિ બરાબર થઈ ગયું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને દુઃખદ કે સુખદ સમાચાર મોકલવા માટે આજે પણ ફોન કરતા પોસ્ટકાર્ડ પસંદ કરવામાં આવે છે. 

મશીનનું ઠંડુ પાણી પણ એક રૂપિયામાં પિય શકીએ છીએ. જી હા, ગરમીઓમાં સડકો પર જગ્યા-જગ્યા પર મશીનનું પાણી લખેલા ડબ્બા મળી જશે. તે એક રૂપિયાના બદલામાં ઠંડુ પાણી આપે છે. તેનાથી આપણા ગળાની તરસ છીપાવી શકીએ છીએ. રસ્તા પર ચાલતા ઘણા લોકો આ પાણીનું સેવન કરે છે. જો કે એ પાણીની શુદ્ધતાને લઈને ઘણી બધી સમસ્યાઓ અને હંગામા થઈ ચુક્યા છે. પરંતુ છતાં એક રૂપિયામાં ઠંડુ પાણી મળે એ સારી વાર કહેવાય. 

એક રૂપિયામાં સ્ટાન્ડર્ડ મીણબત્તી પણ ખરીદી શકાય છે, જે ગ્રામીણ વિસ્તારોમાં અથવા એ વિસ્તારોમાં જ્યાં વીજળી જવાની સંભાવના વધુ હોય. તેવા વિસ્તારોમાં દુકાનદાર છુટા પૈસા ન હોવાના કારણે કેન્ડીની જગ્યાએ મીણબત્તી આપે છે. જેની કિંમત માત્ર એક રૂપિયો જ હોય છે. બાળકો માટે ઈરેઝર પણ માત્ર એક રૂપિયામાં મળી રહે છે. તે સિમ્પલ અને ચોરસ હોવા છતાં પણ એક રૂપિયામાં સારી એવી ક્વોલિટીના હોય છે. જો કે આજકાલ તો માર્કેટમાં ઘણા પ્રકારના અને સુગંધ વાળા ઈરેઝર આવે છે. જેની કિંમત પણ વધારે હોય છે. 

ઘર વપરાશ માટે ઘણો જરૂરી સમાન, જેમ કે હેર પિન, સેફ્ટી પિનથી લઈને નાની નાની ખીલ્લી ખરીદો તો એક રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં પડે છે. તો હજુ ઘણી બધી એવી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે જેની કિંમત એક રૂપિયા કરતા ઓછી અને એક રૂપિયામાં મળે છે. 

Leave a Comment