રીઢના હાડકાંની નસ દબાવાથી છો પરેશાન? તો અપનાવો આ ઘરેલું ઉપાય… વગર સર્જરીએ મળશે કમર, ખભા અને ગરદના ગંભીર દુખાવાથી કાયમી છુટકારો..  

આપણા શરીરમાં રીઢના હાડકાનું ખુબ જ મહત્વ છે અને જો તેમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો તમને દુખાવો થવા લાગે છે. આ સિવાય રીઢ ના હાડકામાં જો નસ પર દબાણ થતું હોય તો પણ તમને સમસ્યા વધી શકે છે. આથી તમારે જરૂરી છે કે આ નસને ખોલવા માટે કેટલાક ઉપાયો અજમાવવા જોઈએ. ચાલો તો આપણે આ લેખમાં તેના ઉપાયો વિશે વિસ્તારથી જાણી લઈએ.

નસ દબાવાની સમસ્યા લોકોમાં ઘણી સામાન્ય છે. આ સમસ્યા માથાથી લઇને પગ સુધી શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, જેમાં રીઢના હાડકાંની નસ દબાવી ઘણું સામાન્ય છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશન, ખાણી પીણી સરખી ન હોવી, ગતિહિન જીવનશૈલી અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરવી વગેરે તેના અમુક સામાન્ય કારણો છે. લાંબા સમય સુધી બેસી કે સૂઈ રહેવું અથવા શરીરનો કોઈ ભાગ દબાઈ જવાથી નસ દબાવાની સમસ્યા થાય છે. રીઢના હાડકાની નસ દબાવાથી કમરથી લઈને ખભા અને ગરદન સુધી ગંભીર દુખાવાની સમસ્યા થાય છે. જેના કારણે લોકોને ઘણી સમસ્યા થાય છે.એક સલાહકાર ન્યૂરોલોજિસ્ટ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટના મત મુજબ, નસ દબાવાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે લાંબા સમય સુધી રીઢના હાડકાંની નસ દબાવાથી તેમાં રક્તસંચાર સરખી રીતે થઈ શકતો નથી અને દબાણના કારણે લોહી એક જ જગ્યાએ અટકીને જામવા લાગે છે. તેનાથી નસ બ્લોક થઈ જાય છે. જેના કારણે નસોમાં સોજો અને ગંભીર દુખાવો થાય છે. આપણા હાથ પગમાં ખાલી ચડવી કે પિન વાગવા જેવી સ્થિતિ નસ દબાવા અને બ્લડ સર્ક્યુલેશન અટકવાને કારણે થાય છે. લોકો સામાન્ય રીતે પૂછે છે કે રીઢના હાડકાંની નસ દબાવાનો ઈલાજ શું છે? આ લેખમાં આપણે રીઢના હાડકાંની દબાયેલી નસ ખોલવાના 5 ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ. 

રીઢના હાડકાંની નસ દબાય છે એ કઈ રીતે જાણવું?:- ડોક્ટર મુજબ, રીઢના હાડકાની દબાયેલી નસ ખોલવા માટે તમારે સૌથી પહેલા તેનું નિદાન કરવું જરૂરી છે. દબાયેલી નસ ખોલવાની 2 રીત છે. 1) રેડિયોલોજિકલ:- જેમાં એક્સ-રે, એમઆરઆઇ અને સિટી સ્કેનની મદદથી દબાયેલી નસનું નિદાન કરવામાં આવે છે. 2) નર્વ ફંક્શન ટેસ્ટ:- જેમાં ઇલેક્ટ્રોમાયોગ્રાફીની મદદથી દબાયેલી નસનું નિદાન કરવામાં આવે છે.

રીઢના હાડકાંની દબાયેલી નસનો ઈલાજ:- ડોક્ટર મુજબ, દબાયેલી નસના ઈલાજને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું નોન-સર્જીકલ અને બીજું સર્જીકલ. નોન-સર્જીકલ મેડિકલ મેનેજમેંટની સાથે સાથે ફિઝિયોથેરેપિ પણ સમાવિષ્ટ છે. ફિઝિકલ થેરેપિના વિભિન્ન પહેલું છે અને તેને સમગ્ર દ્રષ્ટિકોણ સાથે જોડી શકાય છે. ગાબાની (GABA) પ્રક્રિયાને વ્યક્તિ, લક્ષણો અને પ્રભાવિત ક્ષેત્રોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં રોગીની આવશ્યકતા મુજબ ઉપચારની સાથે સાથે ફિઝિયોથેરેપિની મદદ લેવામાં આવે છે.

અમુક કેસમાં રોગીને નસો સંકોચાઇ જવાને કારણે કે બ્લોક થઈ જવાને કારણે સર્જરીની સલાહ આપવામાં આવે છે. સર્જરીની પ્રક્રિયાઓમાં હર્નિએટેડ ડિસ્કની સારવારની સાથે સાથે રીઢના હાડકાંને પહોળા કરવા માટે જ્યાં જગ્યા ઓછી હોય, એક નાના ભાગને કાપીને દૂર કરવામાં આવે છે. તે વ્યક્તિગત રોગીના આધારે બધી જ ચિકિત્સાઓની સાથે સાથે સર્જરીનો પ્રબંધક પણ છે.એક્સપર્ટ શું સલાહ આપે છે:- ડોક્ટરના મત મુજબ ઈલાજથી વધુ જરૂરી છે કે, નસ દબાવાની સમસ્યાને અટકાવવી. અટકાવવું એ હંમેશા ઈલાજ કરતાં સારું ગણાય છે. કારણ કે તેનો ઉપચાર ખૂબ જ મુશ્કેલ છે અને તે એક ક્રોનીક દુખાવો છે. તે માટે તમારે બસ અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખવાનું છે જેમકે, જ્યારે પણ તમે ખુરશી પર બેસો છો, ડ્રાઈવિંગ કરો છો, તો તમારી પોઝિશન સીધી રાખો. શારીરિક રૂપથી એક્ટિવ રહો અને ફિઝિકલ એક્ટિવિટી કરવી. નિયમિત વ્યાયામ, યોગ અથવા સ્ટ્રેચિંગ જરૂરથી કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment