ડાયાબિટીસ અને હાઈ બિપિ જેવી સાઈલેન્ટ કિલર બીમારીથી મળશે કાયમી છુટકારો, અજમાવો આ સરળ દેશી ઉપચાર… આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ…

આજના યુગમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવી બીમારી છે જેને તમે દુર કરવા માટે ઘણી દવાઓનું સેવન કરો છો. આ એવી બીમારી છે જેને આપણે સાઈલેન્ટ કિલર કહીએ છીએ. તેની ગતી ધીમી હોય છે પણ તે તમને અંદરથી ખુબ જ નબળા કરી દે છે. આથી તમે જો તેનાથી દુર રહેવા માંગતા હો તો અહી આપેલ કેટલાક યોગ અપનવી શકો છો. 

ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર બે ગંભીર સમસ્યાઓ છે જેનાથી ઘણા લોકો પીડિત રહે છે. દુનિયા આખીમાં દર વર્ષે લાખો લોકોનું મૃત્યુ આ બે રોગોને કારણે થતું હોય છે. જ્યાં ડાયાબિટીસમાં બ્લડ શુગર વધવાથી ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે, તો હાઇપરટેન્શનમાં બ્લડ પ્રેશર વધવાથી હ્રદયના રોગ અને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે.ધ્યાન રહે કે ડાયાબીટીસ એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી અને બ્લડ પ્રેશર ધીરે-ધીરે કોઈ પણ ગંભીર લક્ષણો વગર શરીરને તબાહ કરે છે. બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખીને જ દર્દી એક સ્વસ્થ જીવનની કલ્પના કરી શકે છે. બેશક આ બંને રોગો માટે બજારમાં ઘણા પ્રકારની દવાઓ રહેલી છે પરંતુ, તમે તેને અમૂક યોગાસનથી પણ કંટ્રોલ કરી શકો છો. અમે તમને અમુક ખાસ યોગાસન જણાવી રહ્યા છીએ જે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેને એક સાથે કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. 

હાઇ બ્લડ પ્રેશર માટે યોગાસન:- હાઇ બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા માટે તમારે અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ અને શીતકારી પ્રાણાયામ જેવા પ્રાણાયામનો અભ્યાસ દિવસમાં બે વખત કરવો જોઈએ. તેના યોગ નિદ્રાનો અભ્યાસ કરો અને ઓછામા ઓછા 7-8 કલાકની ઊંઘ જરુરથી લો. યોગાસન હાઇ બ્લડ પ્રેશરનો પ્રાકૃતિક રૂપથી ઉપચાર કરવામાં મદદ કરે છે. યોગ મુદ્રામાં એક નિશ્ચિત પેટર્નમાં શ્વાસ લેવો સમાવિષ્ટ છે. જે રક્તચાપને નિયંત્રણ કરવાની સાથે સાથે તણાવ પણ દૂર કરી શકે છે.બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની અન્ય રીત:- હાઇ બ્લડ પ્રેશર વાળા લોકોએ આખો દિવસ એક્ટિવ રહેવું જોઈએ. તેમણે સવાર-સાંજ વર્કઆઉટ કરવું જોઈએ. 30 મિનિટ સવારે અને 30 મિનિટ સાંજે. તે સિવાય લાંબી સેર અને સ્વિમિંગ પણ કરવું. સૌથી મહત્વપૂર્ણ વાત ઓછામાં ઓછું ખાવું, પૌષ્ટિક ભોજન અને આહારમાં સોડિયમની માત્રા ઓછી રાખવી. 

બ્લડ પ્રેશર માટે આયુર્વેદિક ઉપચાર:- હાઇપરટેન્શન કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે ખાલી પેટ આમળાનું જ્યુસ પીવું. અશ્વગંધા એક પ્રાકૃતિક જડીબુટ્ટી છે જેને તમે તમારી સાંજની ચામાં ઓછી માત્રામાં મિક્સ કરી શકો છો. તે રક્તચાપ ઘટાડવા માટે સિદ્ધ કરવામાં આવ્યું છે. લસણ તમારા રક્તચાપને ઘટાડવા માટે મદદ કરી શકે છે કારણ કે તે પ્રાકૃતિક રક્ત પાતળું કરનાર પદાર્થ છે અને તે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. જો તમે દરરોજ સવારે ગરમ પાણી સાથે બે ચમચી મધનું સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કારી કામ કરી શકે છે.બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે યોગાસન:- યોગ તમારા શરીરને પોતાના ઇન્સુલિનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની અનુમતિ આપવા માટે આગ્નાશયના કાર્યોને ફરીથી જીવિત અને મજબૂત કરે છે. તે માટે વજ્રાસન, પવન મુક્તાસન અને અર્ધ મત્સ્યેંદ્રાસન જેવા યોગાસનનો અભ્યાસ કરવો. સૂર્ય નમસ્કારથી પ્રાણ શક્તિ વધે છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપાય:- મીઠાઇ, કાર્બોહાઈડ્રેડ અને ડેરી ઉત્પાદકોના વધુ સેવનથી બચવું જોઈએ. વધારે તાજા શાકભાજી અને કડવી જડીબુટ્ટી લેવી. લીમડાના પાવડરનું સેવન દિવસમાં એક વાર કરી શકો છો. સ્વસ્થ ફાઈબરની સાથે પ્રકૃતિક ભોજન લેવું. સવારે આદું, હળદર, તજ પાવડરથી બનેલી હર્બલ ચા પીવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment