મોંઘી દવાઓ અને નુસ્ખા કર્યા વગર બ્લડ શુગર ઘટાડવું હોય, તો રોજ ખાવા જોઈએ આ ફળો… જાણો કેટલી માત્રામાં ખાવાથી જલ્દી ઘટે છે…

આપણા દેશમાં હવે ડાયાબીટીસની સમસ્યા સર્વ સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીસની બીમારી લાઈલાજ બીમારી છે પરંતુ સુગર લેવલને ઘટાડીને તેને નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી બ્લડ સુગર મેન્ટેઇન રહે. આવી સ્થિતિમાં લોકો એવી વસ્તુઓનું સેવન કરવાનો પ્રયાસ કરે છે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય. પરંતુ જ્યારે ફળોની વાત આવે છે, ત્યારે આ લોકો ખૂબ જ મૂંઝવણમાં હોય છે કે તેઓએ કયા ફળોનું સેવન કરવું જોઈએ અને કયા નહીં. તો ચાલો જાણીએ કે કયા ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કેટલાક એવા ફળ છે જેનું સેવન ફાયદાકારક બને છે. પરંતુ કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓએ ફ્રુટનું સેવન ન કરવું જોઈએ ફળોમાં કાર્બોહાઈડ્રેટ અને નેચરલ શુગર હોય છે જેને ફ્રુક્ટોઝ કહેવાય છે. તે છતાં તમારે તમારા ભોજનમાં ફળોને જરૂર સામેલ કરવા જોઇએ. કારણકે ફળોમાં, વિટામિન, મિનરલ અને ફાઈટોકેમિકલ્સ હોય છે.ફળોમાં ઉપલબ્ધ ફાયટોકેમિકલ ના કારણે હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે અને આ તમારી ઓવરઓલ હેલ્થને બૂસ્ટ કરે છે. ફળોનું સેવન એટલા માટે પણ જરૂરી હોય છે કે ડાયાબિટીસની બીમારી હ્રદયરોગ અને અન્ય સમસ્યાઓના જોખમથી પણ જોડાયેલી હોય છે. ઘણા બધાં ફળમાં ફાઈબરની માત્રા પણ ઉપલબ્ધ હોય છે ફાઇબર તમારા પાચનને ધીમું કરીને બ્લડ શુગર સ્પાઈકને વધતા અટકાવવામાં મદદ કરે છે. સાથે જ આનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ કરો છો જેના કારણે તમારું વજન વધતું નથી.

બ્લડ સુગર પર કેવી અસર થાય છે ફ્રુટની?:- ફળોમાં કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે આ બ્લડ શુગર લેવલને વધારવાનું કામ કરે છે તેથી જરૂરી છે કે તમે દિવસમાં કેટલા કાર્બોહાઈડ્રેટનું સેવન કરી રહ્યા છો તેના કાઉન્ટ કરો અને દવાઓ, હેલ્ધી લાઈફ સ્ટાઈલથી આને બેલેન્સ કરો. પરંતુ જો તમને તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મુશ્કેલી થઈ રહી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો.એક વાટકી ફ્રુટમાં 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે પરંતુ સર્વિંગ સાઈઝ તમે કયું ફળ ખાઈ રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે કે તમે કયું ફળ ખાઇ રહ્યા છો. તો જાણીશું કે કયા ફળમાં હોય છે 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ. અડધું મિડીયમ સાઈઝનું સફરજન અને કેળું, 1 કપ બ્લેકબેરી અને રાસબેરી, 3/4 કપ બ્લુબેરી, 11/4 કપ સ્ટ્રોબેરી, 1 કપ હનીડ્યુ તરબૂચ, 1/8 કપ કિસમિસ.

ડાયાબિટીસમાં માત્ર કાર્બોહાઇડ્રેટ્સ જ નથી ધ્યાનમાં રાખવું જોઈએ એવું નથી પરંતુ ગ્લાયસેમિક ઇન્ડેક્સને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ માપે છે કે કેવા ફૂડ તમારા બ્લડ શુગરને પ્રભાવિત કરે છે. જે ખાદ્ય પદાર્થોનો જીઆઈ લેવલ ઓછો હોય છે તે શરીરમાં બ્લડ શુગર લેવલને ધીરે ધીરે વધારવાનું કામ કરે છે. જે ખાદ્ય પદાર્થોનો જીઆઈ લેવલ વધારે હોય છે તે વધારે ઝડપથી બ્લડ શુગર લેવલને વધારવાનું કામ કરે છે. ખૂબ જ ઓછા જીઆઈ ફૂડનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે પરંતુ તે હંમેશા તમારા માટે યોગ્ય નથી હોતા. એક કેન્ડી બાર અને એક કપ બ્રાઉન રાઈસની જીઆઈ વેલ્યુ એક સરખી હોય છે. એવામાં જરૂરી છે કે તમે કાંઈ પણ ખાતા સમયે નુટ્રીશનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.આ છે લો જીઆઈ ફ્રૂટ્સ:- તાજા ફળોમાં હાજર ફાઇબર તેમાંથી વધારે લો જીઆઈ સ્કેલ એટલે કે 55 થી ઓછું રાખવામાં મદદ કરે છે. તેમાં સામેલ છે, સફરજન, સંતરા, કેળા, કેરી, ખજૂર, નાસપતિ વગેરે. 

આ છે હાઈ જીઆઈ ફ્રૂટ્સ:- કેટલાક એવા ફળો પણ છે જેનું જીઆઈ લેવલ 70 કે તેનાથી વધારે હોય છે, તેમાં સામેલ છે, અનાનસ અને તરબૂચ.

ડાયાબિટીસના દર્દીઓ આ હેલ્ધી ફ્રુટને:- દરેક ફ્રૂટમાં વિટામિન-સી, ફાઈટોકેમિકલ્સ અને બીજા એવા અનેક પોષક તત્વો હોય છે જે તમારા માટે ઘણા ફાયદાકારક સાબિત થાય છે પરંતુ કેટલાક એવા પણ હોય છે જે ક્રોનિક રોગના જોખમને ઘટાડી શકે છે. તો આવો જાણીએ તે ફ્રુટ્સ વિશે. 

બ્લેકબેરી:- એક કપ બ્લેકબેરી માં કેલેરી 14 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 7.6 ગ્રામ ફાઈબર હોય છે.

સ્ટ્રોબેરી:- એક કપ સ્ટ્રોબેરી મા 46 કેલેરી 11 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ત્રણ ગ્રામ ફાઈબર હોય છે.

ટામેટા:- એક કપ ટામેટા માં 32 કેલેરી 7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 2 ગ્રામ ફાઇબર હોય છે.

ઓરેન્જ:- એક મિડીયમ ઓરેન્જ માં 69 કેલેરી,17ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 3 ગ્રામ ફાઈબર હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment