શા માટે માળામાં 108 મણકા હોય છે ? જાણો તેના અદ્દભુત જ્યોતિષી, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો.

મિત્રો આપણા સનાતન ધર્મમાં મંત્ર સાથે માળાનું પણ ખુબ જ મહત્વ છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે કોઈ પણ મંત્ર હોય તેને 108 વાર શા માટે જપ કરવા કહેવામાં આવે છે, તેની પાછળ ધાર્મિક, જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણો ક્યાં છે તેના વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. તમને ઘણી માર્મિક માહિતી જાણવા મળશે. હિંદુ ધર્મમાં 108 ની સંખ્યાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શુભ અને ધાર્મિક સંસ્કારોની દ્રષ્ટિએ જોવામાં આવે તો 108 ખુબ જ મંગલકારી સાબિત છે. તો હવે પ્રશ્ન થાય કે, માળામાં 108 મણકા શા માટે હોય? તો તેની પાછળ મહત્વના જ્યોતિષ, ધર્મ અને વિજ્ઞાનના અમુક ખાસ સિદ્ધાંત છે. 

પહેલો સિદ્ધાંત : એવું કહેવામાં આવે છે કે, 108 મણકા અને સૂર્યની કળાઓ સાથે ખુબ જ ઘાટો સંબંધ છે. એક વર્ષની અંદર સૂર્ય 2 લાખ, 16 હજાર કળાઓ બદલે છે, બે વાર પોતાની સ્થિતિમાં પરિવર્તન કરીને છ મહિના ઉત્તરાયણ અને છ મહિના દક્ષિણાયણમાં રહે છે. તો આ પ્રકારે દર છ મહિનામાં સૂર્ય 1 લાખ 8 હજાર વાર કળાઓમાં પરિવર્તન કરે છે. સંખ્યા 108,000 માં અંતિમ ત્રણ શૂન્યોને હટાવીને 108 મણકાને નિર્ધારિત કરવામાં આવ્યા છે. દરેક મણકું સૂર્યની કળાઓનું પ્રતિક માનવામાં આવે છે. તેની પછાળ એવી પણ માન્યતા છે કે, સૂર્યનું તેજ માળાના દરેક મણકા દ્વારા વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે. 

બીજો સિદ્ધાંત : આયુર્વેદની માન્યતા અનુસાર એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 21,600 વાર શ્વાસ લેતો હોય છે. એવું કહેવામાં આવે છે કે, પરમાત્માએ દરેક પ્રાણીને નિશ્વિત શ્વાસ આપ્યો છે. કોઈ પણ ક્ષણે તેને ભૂલવું ન જોઈએ. એટલા માટે માળાના મણકાની સંખ્યાને 108 નિર્ધારિત કરવામાં આવી છે કે, તે રોજ બે માળામાં શ્વાસના રૂપે ઈશ્વરનું સ્મરણ કરી શકે. 

ત્રીજો સિદ્ધાંત : આ પ્રકારે જ્યોતિષ શાસ્ત્રની પણ અલગ માન્યતા છે, જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ નિશ્વિત છે. તેમાં નવ ગ્રહો ભ્રમણ કરે છે, ગ્રહો અને રાશિઓની સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો તેના બરાબર 108 થાય છે. માળાનું દરેક મણકુ ગ્રહો અને રાશિઓને અભિવ્યક્ત કરે છે. કોઈ ગ્રહ કે દુષ્પ્રભાવને દુર કરવા માટે વિશેષ મંત્રનો માળાથી જાપ કરવા પછાળ પણ આ સિદ્ધાંત છે. 

ચોથો સિદ્ધાંત : જ્યોતિષની એક માન્યતા અનુસાર, કુલ નક્ષત્રોની સંખ્યા 27 છે. દરેક નક્ષત્રને ચાર ચરણ પણ હોય છેઆ પ્રકારે બધા જ નક્ષત્રના કુલ ચરણ 108 થાય છે. માળાના દરેક મણકા નક્ષત્રના એક ચરણને પણ અભિવ્યક્ત કરે છે. 

આ બાબતનું ધ્યાન રાખો : માળામાં એક મુખ્ય મણકુ પણ હોય છે, જેને સુમેરૂ કહેવામાં આવે છે. ત્યાંથી જ મંત્રનો જાપ શરૂ થાય છે, જ્યારે જાપ પૂર્ણ થઈ જાય તો સુમેરૂનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે, સુમેરૂનું ઉલ્લંઘન કરવાથી મંત્ર જાપ નિષ્ફળ થઈ જાય છે. સંખ્યાહિન મંત્રોના જાપથી પુણ્ય નથી મળતું. માટે જ્યારે પણ મંત્રનો જાપ કરો, પુરા 108 જ કરો. 

Leave a Comment