ભગવાન શ્રી કૃષ્ણની સુરીલી વાંસળી બની હતી આ વસ્તુમાંથી, આ ભગવાને આપી હતી ભેટમાં.

મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ, આ નામ સાથે જેટલી ઉપાધિઓ આપવામાં એટલી ઓછી પડે. જેણે ધર્મના વિજય માટે અર્જુનનો સાથે આપ્યો, એક ગોવાળ બનીને ગોકુલની રક્ષા કરી, માખણ ચોર, મુરલીધર વગેરે ઘણા નામોથી લોકો ભગવાન શ્રી કૃષ્ણને ઓળખે છે. તેમણે અર્જુનના મનનું સમાધાન કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કર્યું હતું. તો ભગવાન શ્રી કૃષ્ણએ આખી ભગવદ્ ગીતાનો પાઠ આપ્યો, ઉપદેશો વગેરે જીવનકલાને ઘણું બધું આપ્યું. 

ભગવાન શ્રી કૃષ્ણ પાસે વાંસળી હતી. તો તે વાંસળી પણ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને મોહિત કરતા હતા. પરંતુ આજે અમે તમને આ લેખમાં એ વાંસળીના એક મહત્વના રહસ્ય વિશે જણાવશું. ભગવાન શ્રી કૃષ્ણની એ વાંસળી કોઈ સામાન્ય વાંસળી ન હતી. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે ભગવાન શ્રી કૃષ્ણને એ વાંસળી કોણે આપી અને તે કંઈ વસ્તુ માંથી બનેલી હતી. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

એક પૌરાણિક કથા અનુસાર, દ્વાપરયુગમાંના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ ધરતી પર જન્મ લીધો, ત્યારે દેવી-દેવતા વેશ બદલીને સમયે-સમયે તેને મળવા માટે આ ધરતી પર આવતા હતા. તો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ વધારવા માટે દેવતાઓ આવતા હતા, તેવી જ રીતે ભગવાન શિવજી પણ શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને જોવા માટે ઉત્સુક થયા. 

પરંતુ તેવોને ભગવાન શ્રી કૃષ્ણને મળવા જતા પહેલા વિચાર આવ્યો કે, બાળ કૃષ્ણ માટે કંઈક ભેટ તો લઈ જવી પડે.  તેવો આ વિચારને લઈને થોડા પરેશાન થવા લાગ્યા. તેવો વિચારતા હતા કે, એવી કંઈ વસ્તુ ભેટમાં લઈ જવી જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણને પસંદ પણ આવે અને હંમેશા તેની સાથે જ રહે. ત્યારે મહાદેવને યાદ આવ્યું કે તેની પાસે દધીચિ ઋષિની એક મહાશક્તિશાળી હાડકું પડ્યું છે. 

મિત્રો દધીચિ ઋષિએ એ જ મહાન ઋષિ છે જેમણે ધર્મ માટે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો અને પોતાના શક્તિશાળી શરીરના બધા જ હાડકાઓનું દાન કરી દીધું હતું. તે હાડકાઓની સહાયતાથી વિશ્વકર્માજી એ ત્રણ પિનાક, ગાંડિવ, શારંગ તથા ઇન્દ્ર માટે વજ્રનું નિર્માણ કર્યું હતું. 

તો ભગવાન શિવજીએ તે હાડકાઓને ઘસીને એક સુંદર અને મનોહર વાંસળીનું નિર્માણ કર્યું. જ્યારે ભગવાન શ્રી શિવજી કૃષ્ણને મળવા માટે ગોકુલ પહોંચે છે તો તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ભેટના સ્વરૂપે તે વાંસળી પ્રદાન કરી અને આશીર્વાદ આપ્યો. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પાસે આ વાંસળીને રાખે છે. 

Leave a Comment