શ્રાવણ માસમાં સોમવારનું વ્રત રાખી આ રીતે કરો શિવજીની પૂજા, દરેક મનોકામના થશે પૂર્ણ.

મિત્રો તમે જાણો છો કે અત્યારે અષાઢ માસ ચાલી રહ્યો છે અને હવે પછી શ્રાવણ માસ શરૂ થશે. શ્રાવણ માસ એટલે કે વ્રતોનો માસ. ઘણા પ્રકારના વ્રતો આ માસમાં આવે છે અને દરેક વ્રતનું અલગ અલગ મહત્વ છે, પરંતુ આ બધા વ્રતોમાં શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે. ઘણા પ્રકાના સોમવાર જેમ કે ભાખારીયો સોમવાર, ઉભો સોમવાર, મૂંગો સોમવાર વગેરે. 

શ્રાવણ માસ એટલે શિવજીનો માસ. આ એક મહિનો પૂજા કરવાથી આખા વર્ષનું ફળ મળે છે. ભગવાન શિવને મનાવવાનો, પૂજવાનો આ પવિત્ર માસ દરેકની મનોકામના પૂર્ણ કરનાર છે. પરંતુ જો તમે શ્રાવણ માસમાં સોમવારનું વ્રત કરો છો અને તેનું ધાર્યું ફળ નથી મળતું તો તમે વિચાર્યું છે કે કંઈ જગ્યા પર ભૂલ થઈ રહી છે ? જો તમે ખોટી રીતે શ્રાવણ માસના સોમવારનું કરી રહ્યા હો તો એક વાર આ લેખ જરૂર વાંચી લો અને ત્યાર પછી શ્રાવણ માસનો સોમવારનું વ્રત કરવાની શરૂઆત કરો. 

આપણી એવી ધાર્મિક માન્યતા છે કે જે લોકો સોમવારનું વ્રત કરે છે, તેને જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે, તેના દરેક કષ્ટ દુર થાય છે. તેનું જીવન તંદુરસ્ત બની રહે છે. આમ સોમવારનું વ્રત કરવાથી લોકો સુખી, નીરોગી તેમજ સમૃદ્ધ જીવન જીવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં જે કોઈ સોમવારનું વ્રત કરે છે તેમજ જે કોઈ સંપૂર્ણ વિધિ-વિધાન દ્રારા શિવજીની આરાધના કરે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે અને શિવજીનો વિશેષ આશીર્વાદ મેળવે છે. એવું કહેવામાં આવે છે કે, શ્રાવણ માસનો સોમવાર કરવાથી અનેક ઈચ્છાઓ પૂરી થાય છે. જેમ કે બાળકો બીમાર ઓછા પડે છે, અકાળે આવનાર મૃત્યુનો ખતરો પણ ટળે છે, મનવાંછિત જીવનસાથી મળે છે, વિવાહિત જીવનમાં જો ક્લેશ હોય તો તે દુર થાય છે. જો તમારી સરકારી કોઈ મુશ્કેલી હોય તો તે પણ દુર થાય છે. તેમજ ભક્તની ભક્તિ પણ મજબુત બને છે. 

જો તમે પણ પોતાની મનોકામના પૂરી કરવા માંગતા હો, તો તમે પણ શ્રાવણ માસના આ સોમવારનું વ્રત કરી શકો છો. આ વ્રતનું વિશેષ મહત્વ છે કે તે ઈચ્છા પૂરી કરનાર વ્રત છે. પણ જો આ વ્રત કરવાની વિધિ ખોટી હોય તો ફળની પ્રાપ્તિ નથી થતી. તેથી જ શિવજીને પ્રસન્ન કરવા માટે ખાસ પ્રકારની વિધિ અનુસાર જો વ્રત કરવામાં આવે તો દરેક ઈચ્છાઓ પૂરી થાય છે. ચાલો તો આપણે શિવજીના આ વ્રત કરવાની વિધિ અંગે વિસ્તારથી વાત કરીએ. 

> જો તમે શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવા માંગો છો, તો તમારે સવારે વહેલા બ્રહ્મમુર્હુર્ત ઉઠવું જોઈએ. ત્યાર પછી પાણીમાં થોડા કાળા તલ નાખી તેનાથી ન્હાવું જોઈએ. ભગવાન શિવનો પાણીથી અભિષેક કરવો જોઈએ. અથવા તમે ગંગાજળ પણ લઇ શકો છો. આ સિવાય વિશેષ મનોકામનાની પુરતી માટે તમે દૂધ, ઘી, દહીં, મધ, ચણાની દાળ, સરસોનું તેલ, કાળા તલ, જેવી સામગ્રીઓ દ્વારા પણ અભિષેક કરી શકો છો. 

> ત્યાર બાદ તમારે  ૐ નમઃ શિવાય મંત્ર દ્વારા સફેદ ફૂલ, સફેદ ચંદન, ચોખા, પંચામૃત, ફળ અને ગંગાજળ અથવા તો શુદ્ધ પાણી દ્વારા ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજા કરવી જોઈએ. એવી પણ માન્યતા છે કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે કોઈ પણ મંત્રનો જાપ કરવો જોઈએ, એ મંત્ર ભગવાન શિવનો પંચાક્ષર મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય કે પછી મૃત્યુંજય મંત્ર હોય. તેનો જાપ કરવો જોઈએ. 

> ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજા કર્યા બાદ શ્રાવણ માસના સોમવારની કથા કરવી. આમ પૂજા કર્યા બાદ આરતી કરવી તેમજ ભોગ ધરાવો જોઈએ. ત્યાર પછી આ પ્રસાદ પરિવારના દરેક સભ્યને આપવો અને સ્વયં પણ ગ્રહણ કરવો જોઈએ. 

> દિવસમાં એક સમયે માત્ર મીઠા રહિત ભોજન લેવું જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક વ્રત કરવું જોઈએ. જો આખો દિવસ વ્રત ન કરી શકાય તો સૂર્યાસ્ત સુધી કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં દુધને ચંદ્ર સાથે જોડવામાં આવે છે. કેમ કે બંનેની પ્રકૃતિ શીતળ છે. તેથી ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત કોઈ પણ દોષના નિવારણ માટે સોમવારે ભગવાન શિવને દૂધ અવશ્ય ચડાવવું જોઈએ. જો તમે તમારી દરેક મનોકામના પૂરી કરવા માંગતા હો તો શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચડાવવું જોઈએ. 

Leave a Comment