ભારતમાં ચીની એપ પર પ્રતિબંધ લાગવાથી ચીનને થઈ રહ્યું છે નુકશાન, જાણો તેનો આંકડો.

છેલ્લા કેટલાય સમયથી ચીનની સરહદ પર આવેલ આપણી ભારતીય સરહદ પણ ખુબ જ તણાવ જોવા મળી રહ્યો હતો. લદ્દાખની સીમા પર આવેલ ગલવાન ઘાટી પર ચીની સૈનિકો દ્વારા જ્યારે ભારતીય જવાનોને ધોક્કો કરીને મારવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશવાસીઓને ખુબ જ ગુસ્સો આવ્યો હતો. ઠેર-ઠેરથી બસ એક જ અવાજ સંભળાઈ રહ્યો હો કે ચીની એપ તેમજ ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવો. જેના પરિણામે સરકારે લોકોની માંગને ધ્યાનમાં રાખતા કુલ 59 જેટલી ચાઈનીજ એપ પર પ્રતિબંધ લગાવી દીધો. 

જો કે ભારતમાં પોતાની 59 એપ પર લાગેલા પ્રતિબંધને લીધે જે નુકસાન થયું એ ચીન નથી જણાવતું. પરંતુ ચીનને જે નુકશાન થાય છે તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું, માટે આ લેખને નાત સુધી અવશ્ય વાંચો. 

મોદી સરકારે કુલ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આપણે એ વિશે વાત કરીએ કે આ એપ દ્વારા ચીનને આવકમાં કેટલી કમાણી થતી હતી. જો તેના પર ધ્યાન આપવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ પ્રતિબંધિત એપમાં સામેલ tik tok દ્વારા ચીન યુઝર સ્પેન્ડીંગથી જુન 2019 થી જુન 2020 સુધીમાં tik tok એ લગભગ 6.9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ કંપનીને 2019 ના ચોથા ક્વાર્ટરમાં 377 કરોડની કમાણી કરી હતી. આમ દરેક વર્ષના ચોથા ક્વાર્ટરમાં tik tok ની કમાણી લગભગ 310 ગણી વધી જાય છે. 

જ્યારે આપણે ગયા વર્ષ એટલે કે 2019 માં જ માત્ર tik tokની કમાણી 720 કરોડની થઈ ગઈ હતી. આ સિવાય અમે તમને જણાવી દે કે ભારતમાં લગભગ 11.9 કરોડ લોકો tik tok નો યુઝ કરે છે. જ્યારે આ એપ પર પ્રતિબંધ લાગવાથી ભારતમાં બાઈટડાંસ કંપનીના tik tok, હેલ્લો જેવી એપ પર પ્રતિબંધ લાગવાથી આ વર્ષે લગભગ 45000 કરોડનું નુકસાન ચીનને થયું છે. કારણ કે કંપનીનો નફો ખુબ ઝડપથી વધી રહ્યો હતો. 

લોકો શોર્ટ વિડીયો બનાવીને tiktok પર મુકે છે. આ શોર્ટ વિડીયો બનાવનારી લાઈકી એપથી જ ચીનને મોટી કમાણી થતી હતી. શું તમે જાણો છો કે માત્ર યુઝર સ્પેન્ડીંગ દ્વારા જ લાઈકીથી તેની વાર્ષિક કમાણી 7.76 લાખ ડોલર એટલે કે 5.79 કરોડની કમાણી થતી હતી. જ્યારે ભારતમાં લાઈકી પર જ પ્રતિબંધ લાગવાથી આ કમાણી બંધ થઈ જશે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ વિજ્ઞાપનથી મળનાર રેવન્યુ પરની કમાણી જોડવામાં આવી નથી. 

આખી દુનિયાની વાત કરીએ તો UC બ્રાઉઝરના યુઝર કુલ 43 કરોડ લોકો છે. એટલે કે 43 કરોડ લોકો uc બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. આ કુલ આંકડામાં 13 કરોડ યુઝર તો માત્ર ભારતમાં જ છે. ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયું બ્રાઉઝર એ મોબાઈલ બ્રાઉઝર છે. ગુગક્રોમ પછી 14.5% માર્કેટ ભાગીદારીની સાથે uc બ્રાઉઝરનો જ નંબર આવે છે. 

આ ઉપરાંત જો મોબાઈલ ફોનની વાત કરવામાં આવે તો ભારતમાં ચીનના ઘણા મોબાઈલ વહેંચાય છે. આજે ચાઈનીઝ મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી રહી છે અને જો સરકાર તેના પર પ્રતિબંધ લગાવે તો ચીનને ઘણું નુકસાન થઈ શકે છે. શાઓમીનું ભારતમાં માર્કેટ શેર 27% છે. જ્યારે વર્ષ 2018 માં કંપનીને 301 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઓપ્પો, વિવો અને રીયલમી એ પણ ઘણી કમાણી કરી હતી. વર્ષ 2019 માં આ ત્રણેય કંપનીઓએ લગભગ 707 કરોડની કમાણી કરી હતી અને જો આ બધી કંપની પર પ્રતિબંધ લાગશે તો ચીનની મોટાભાગની કમાણી બંધ થઈ જશે. 

Leave a Comment