ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન ક્ષીર સાગર, જાણો ક્યાં છે એ પવિત્ર સ્થળ.

આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના ઘણા અવતારોનું વર્ણન છે. તો આપણા દરેક દેવતાઓના એક નિશ્વિત નિવાસ સ્થાન પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. જે સ્થળો આજે પણ આ દુનિયામાં હયાત છે. એ સ્થાનો પર આજે પણ ભારતીય સમાજના કરોડો લોકો આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. તો આજે અમે તમને એક એવી જ ધાર્મિક બાબત વિશે જણાવશું. આ લેખમાં અમે તમને ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

મિત્રો આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શિવજીનું નિવાસ સ્થાન કૈલાસ પર્વત જણાવવામાં આવ્યું છે. અને ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન ક્ષીર સાગર કહેવામાં આવ્યું છે. તો એ ક્ષીર સાગર ક્યાં આવ્યો છે તેના વિશે જાણીએ એ પહેલા તેની વિશેષતા અને શું છે ક્ષીર સાગર તેના વિશે જાણીએ.

ક્ષીર સાગરના ઘણા બધા ચમત્કારિક ગુણો છે, પુરાણો અનુસાર માનવામાં આવે તો ક્ષીર સાગરની પરિક્રમા કરનાર વ્યક્તિ એક જન્મમાં ઘણા પાપોથી અને કર્મ બંધનોથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ ક્ષીર સાગરની દસ પરિક્રમા કરી લે, તેના દસ હજાર જન્મોના પાપમાંથી મુક્તિ મળી જાય છે. તેમજ ક્ષીર સાગરની 108 પરિક્રમા કરનાર વ્યક્તિને જીવન અને મરણના આ ચક્રમાંથી મુક્તિ મળી જાય છે અને પરમપિતા પરમાત્મામાં વ્યક્તિ લીન થઈ જાય છે. 

ક્ષીર સાગર એ કોઈ સમુદ્ર નથી, પરંતુ તે એક સરોવરના સ્વરૂપમાં છે, જેને શાસ્ત્રો અને પુરાણોમાં ક્ષીર સાગર કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ ક્ષીર સાગર સરોવરનું જલપાન કરે તે શિવજી દ્વારા બનાવવામાં આવેલ સ્વર્ગમાં સ્થાન મેળવવાનો અધિકારી બની જાય છે. ત્યાં કુબેરે ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને સખા અને અને ઈશ્વરીય ખજાનાના ખજાંચી થવાનું વરદાન મળ્યું હતું. 

મિત્રો આ ક્ષીર સાગર ભગવાન શિવજીની જટામાંથી નીકળતી ગંગાના વેગ નિર્મિત માનવામાં આવે છે. ભગવાન શિવજીના નિવાસ સ્થાન કૈલાસ પર્વતથી લગભગ 40 કિલોમીટર દુર ક્ષીર સાગર આવેલ છે, જેને માનસરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ સરોવરમાં એક ડૂબકી લગાવવાથી રુદ્રલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કૈલાસ પર્વતની યાત્રા દરમિયાન આ પવિત્ર સ્થાન સરોવર સ્થિત છે. ત્યાંથી શ્રદ્ધાળુ કૈલાસ પર્વતના દર્શન કરીને પોતાની યાત્રાને સફળ માને છે. ટૂંકમાં માનસરોવરને જ ક્ષીર સાગર માનવામાં આવે છે અને ત્યાં જ ભગવાન વિષ્ણુનું સ્થાન માનવામાં આવે છે.

Leave a Comment