ભારતીય ઈતિહાસના આ યોદ્ધાને એકપણ દુશ્મન હરાવી શક્યો નથી, દરેક યુદ્ધમાં મળી હતી જીત.

ભારત એક એવી ભૂમિ છે, જ્યાં હજુ વીર સપૂતો જન્મે છે અને દેશની રક્ષા માટે પોતાના જીવને ત્યાગીને શહીદીને ગળે લગાવે છે. જેની ગાથામાં પૌરાણિક સમયથી ચાલી આવે છે. કેમ કે હિંદુ ધર્મમાં અસંખ્ય એવા વીર સપૂતોએ જન્મ લીધો છે, જેણે પોતાના લોહીથી આ દેશની રક્ષા કરી છે. તો આજે અમે તમને એક એવા જ યોદ્ધા વિશે જણાવશું જેણે આ દેશને બચાવવા માટે એવા ખુબ જ નાની ઉંમરમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેઓ ક્યારેય એક પણ યુદ્ધ નથી હાર્યા. આ દેશને બચાવવા માટે ઘણા એવા સપૂતોએ બલિદાન આપ્યા, પરંતુ આ યોદ્ધા કંઈક અલગ જ હતા. તેઓ એક પણ યુદ્ધ હાર્યા ન હતા. તો ચાલો જાણીએ એ મહાન યોદ્ધા વિશે. 

ભારતના ઈતિહાસમાં એક એવો પણ યોદ્ધા છે જે ક્યારેય પણ યુદ્ધમાં પરાજીત નથી થયો. તેનું નામ છે પેશ્વા બાજી રાવ પ્રથમ. તેનું પૂરું નામ શ્રીમંત પેશ્વા બાજીરાવ બલ્લાલ ભટ્ટ હતું. તેઓ મરાઠા સામ્રાજ્યના ચોથા છત્રપતિ શાહુજી મહારાજ પેશ્વા રહ્યા હતા. તેમનું નેતૃત્વ એટલું કુશળ હતું કે તેઓ રણ કૌશલના બળ પર મરાઠા સામ્રાજ્યને વધાર્યું હતું. અને જેટલા યુદ્ધમાં બાજીરાવે ભાગ લીધો એ બધા જ યુદ્ધમાં જીત મળી હતી. 

બાજીરાવે પ્રથમ યુદ્ધ 12 વર્ષની આયુષ્યમાં કર્યું હતું. તે યુદ્ધ બાજીરાવે તેના પિતાજીના નેતૃત્વમાં લડવામાં આવ્યું હતું. પેશ્વા બાજીરાવે 20 વર્ષનું સૈનિક જીવન જીવ્યું હતું. તેમાં 20 વર્ષના સૈનિક જીવનમાં ક્યારેય પરાજિત થયા ન હતા. પેશ્વા બાજીરાવેના અમુક મુખ્ય યુદ્ધો પણ હતા, જે ખુબ જ જાણીતા હતા. જેમાં માલવા(1723), ધર(1724), ઔરંગાબાદ(1724), પલખેડ(1728), ભોપાલ(1738), ફિરોઝાબાદ(1737), દિલ્લી(1737) અને વસઈ(1739). આ યુદ્ધો તેમના મુખ્ય હતા. જેમાં ખુબ જ સંઘર્ષ સાથે આ યુદ્ધોને જીતવામાં આવ્યા હતા. 

આ બધા જ યુદ્ધોમાં પાલખેડનું યુદ્ધ સૌથી મહત્વપૂર્ણ હતું. એ યુદ્ધ નિઝામ ઉલ મુલ્કની વિરુદ્ધ લડવામાં આવ્યું હતું. પેશ્વા બાજીરાવની યુદ્ધ નીતિઓ ખુબ જ અલગ હતી. અને પોતાની કુશળ યુદ્ધ નીતિઓથી નિઝામને હારવું પડ્યું અને ભાગવા પર મજબુર થઈ ગયો હતો. બ્રિટીશ જનરલ બર્નાર્ડ મોન્ટગોમરીએ બાજીરાવની પાલખેડની જીતને રણનીતિક ગતિશીલતાની ઉત્કૃષ્ટ કૃતિ કહી હતી અને બાજીરાવ પેશ્વાનું માન પણ વધાર્યું હતું. 

તત્કાલીન મુઘલ બાદશાહ મુહમ્મદ શાહ પેશ્વા બાજીરાવથી એટલો બધો ડરતો હતો કે, તેને બાજીરાવને મળવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. પેશ્વા બાજીરાવ હિંદુઓના એક નાયક તરીકે હતા. કેમ કે તેને હિંદુઓને માત્ર મુઘલોથી નહિ, પરંતુ પોર્ટુગલોના અત્યાચારોથી પણ બચાવ્યા હતા. બાજીરાવ પેશ્વા એક ખુબ જ મોટા શિવ ભક્ત હતા. પરંતુ તેઓનું અવસાન ખુબ જ નાની ઉંમરમાં થયું હતું અને પરંતુ સદા માટે વિજય બની રહ્યા હતા. 

Leave a Comment