ગાયત્રી મંત્રમાં હોય છે અદ્દભુત શક્તિ, કરે છે આ સમસ્યાઓનો નાશ. એક વાર જરૂર વાંચો.

લગભગ લોકો ગાયત્રી મંત્રથી પરિચિત જ હશે, મિત્રો ગાયત્રી મંત્રથી તમારી ત્વચામાં ચમક આવે છે, તામસિકતાથી સામે નફરત અને પરમાર્થમાં રૂચી જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, આંખોમાં તેજ આવે અને સપનાઓ સિદ્ધ થવા લાગે છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. તો આજે આ લેખમાં અમે તમને ગાયત્રી મંત્રની વિશેષતાઓ વિશે તમને વિશેષ માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

વિદ્યાર્થીઓ માટે : ગાયત્રી મંત્રનો જાપ બધા જ લોકો માટે ખુબ જ ઉપયોગી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ખુબ જ લાભદાયક છે. રોજ આ મંત્રના 108 કરવાથી વિદ્યાર્થીઓ બધા જ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવામાં આસાની થાય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં મન ન લાગતું હોય, અથવા યાદ કરેલું ભૂલી જવું, તરત જ યાદ ન રહેવું જેવી સમસ્યાઓથી પણ નિજાત મળી જાય છે.

દરિદ્રતાનો નાશ : જો કોઈ પણ વ્યક્તિના વ્યાપાર, નોકરીમાં હાનિ થઈ રહી હોય અથવા કાર્યમાં સફળતા નથી મળતી, કમાણી ઓછી હોય તથા વ્યય વધુ હોય તો તેના માટે ગાયત્રી મંત્રનો જાપ ખુબ જ ફાયદાકારક હોય છે. શુક્રવારના રોજ પીળા વસ્ત્ર પહેરીને હાથી પર બિરાજમાન થઈને ગાયત્રી માતાનું ધ્યાન કરીને ગાયત્રી મંત્રની આગળ અને પાછળ શ્રી સંપુટ લગાવીને જપ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે. તેની સાથે જ રવિવારેના રોજ વ્રત કરવામાં આવે તો ખુબ જ લાભ થાય છે. 

સંતાન સંબંધી પરેશાની દુર કરવા માટે : કોઈ દંપતિને સંતાન પ્રાપ્તિ કરવામાં સમસ્યાઓ આવી રહી હોય, અથવા તો સંતાનથી દુઃખી થઈ રહ્યા હોય, અથવા સંતાન રોગગ્રસ્ત હોય તો વહેલા સવારે પતિ-પત્નીએ એક સાથે સફેદ વસ્ત્ર ધારણ કરીને યોં બીજ મંત્રનો સંપુટ લગાવીને ગાયત્રી મંત્રનો જાપ કરવો. સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાથી શીઘ્ર મુક્તિ મળે છે. 

શત્રુઓ પર વિજય : જો કોઈ વ્યક્તિ શત્રુઓના કારણે પરેશાનીઓ સાથે લડી રહ્યા હોય, તો તેને રોજ અને વિશેષ કરીને મંગળવાર, અમાસ અથવા રવિવારના રોજ લાલ વસ્ત્ર પહેરીને માતા દુર્ગાનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રની આગળ અને પાછળ “ક્લીમ” બીજ મંત્ર લગાવીને ત્રણ વાર સંપુટ લગાવીને 108 વાર જાપ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. મિત્રોમાં સદ્દભાવ, પરિવારમાં એકતા આવે છે અને કોર્ટ જેવા કાર્યોમાં વિજય મળે છે. 

વિવાહ કાર્યમાં મોડું થઈ રહ્યું હોય : જો કોઈ પણ વ્યક્તિના વિવાહમાં મોડું થઈ રહ્યું હોય, તો સોમવારના રોજ સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરીને માતા પાર્વતીનું ધ્યાન કરતા “હિં” બીજ મંત્રનું સંપુટ લગાવીને 108 વાર મંત્રનો જાપ કરવાથી વિવાહ કાર્યમાં આવતી બધી જ સમસ્યાઓ દુર થાય છે. આ સાધના સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. 

કોઈ રોગના કારણે સમસ્યા : જો કોઈ પણ રોગના કારણે પરેશાન હો અને રોગની સમસ્યામાંથી બહાર નીકળવું હોય, તો કોઈ પણ શુભ મુહુર્તમાં એક કાંસાના વાસણમાં સ્વચ્છ પાણી ભરીને રાખી દેવાનું અને તેની સામે લાલ આસન પર બેસીને ગાયત્રી મંત્રની સાથે જ “ऐं ह्रीं क्लीं ” સંપુટ લગાવીને ગાયત્રી મંત્રનો જાપ કરવાનો. જપ કર્યા બાદ પાત્રમાં ભરેલ જળનું સેવન કરવાનું, તેનાથી ગંભીરમાં ગંભીર રોગનો નાશ થઈ જાય છે. આ જળ કોઈ અન્ય રોગીને પીવડાવવામાં આવે તો તેના રોગોનો પણ નાશ થાય છે. 

રોગ નિવારણ માટે : કોઈ પણ શુભ મુહુર્તમાં દૂધ, દહીં, ઘી અને મધ મિક્સ કરીને એક હજાર ગાયત્રી મંત્રોની સાથે હવન કરવાથી ચેચક, આંખના રોગ અને પેટના રોગ સમાપ્ત થઈ જાય છે. તેમાં હોમવાનું સમિધ પીપળાના વૃક્ષનું હોવું જોઈએ. ગાયત્રી મંત્રોની સાથે નારિયેળ હોમવાનું અને ઘીનો હવન કરવાથી શત્રુઓનો નાશ થાય છે. સાથે સાથે સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે.

Leave a Comment