વર્ષો જુનો માથાનો દુખાવો મટી જશે માત્ર ગણતરીની મિનીટોમાં, અજમાવો આ એક ઉપચાર ઈન્સ્ટન્ટ મળશે રાહત…

આજની વ્યસ્ત જીવનશૈલી, તણાવ, ટેન્શન, મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર વધુ સમય સુધી કામ કરવું, વાતાવરણમાં પ્રદૂષણના કે બદલાવના કારણે માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકોને આ સમસ્યા સતાવતી હોય છે. આમ તો આ વધારે ગંભીર સમસ્યા ન કહેવાય, પરંતુ આપણા કામ કાજ પર તેની ખરાબ અસર પડે છે. તેની સામે લડવા માટે આપણે અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આવી દવાઓ અને પેનકિલર લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

અહીંયા અમે કેટલાક પ્રકારના તેલના ફાયદા જણાવ્યા છે જેને લગાવીને તમે માથાના દુખાવામાં તુરંત જ આરામ મેળવી શકો છો. માથાના દુખાવા માટે તમે અનેક પ્રકારના ઘરેલું કે કુદરતી ઉપચારને આજમાવી શકો છો. સૌથી મોટી વાત એ છે કે, ઘરેલું ઉપાય અસરકારક હોય છે અને તેની કોઈ આડઅસરનું જોખમ રહેતું નથી.

માથાના દુખાવાથી રાહત મેળવવા માટે સૌથી અસરકારક ઉપાય એસેન્સીયલ તેલ પણ છે. એસેન્સીયલ તેલનો આમ તો અનેક પ્રકારે ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ માથાના દુખાવાને દૂર કરવા માટે દવાઓથી પણ સૌથી સારો વિકલ્પ છે. અમે તમને એવા પ્રકારના એસેન્સીયલ તેલ જણાવી રહ્યા છે જે માથાના દુખાવાને દૂર કરવામાં તમને ફાયદો પહોંચાડશે.

1) ફુદીનાનું તેલ : ફુદીનાના તેલનો ઉપયોગ તેના ઔષધીય ગુણો માટે અનેક વર્ષોથી કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે ફુદીનાના તેલનો ઉપયોગ માથાનો દુખાવો માસ પેશીઓનો દુખાવો, ખંજવાળ અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે. ફુદીનાના તેલની કુલિંગ ઇફેક્ટ હોય છે આનો ઉપયોગ સામાન્ય રીતે ઘરે બનેલા માઉથ વોશમાં કરવામાં આવે છે. તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે આનો ઉપયોગ કરી શકો છો.

2) કેમોમાઈલ ઓઈલ : કેમોમાઈલ ઓઈલ અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. આ તમને અપચો, ઉબકા, ત્વચા પર લાલ ચકામાં અને સોજાથી લડવામાં મદદ કરે છે અને આ ઊંઘમાં પણ વધારો કરે છે. કેમોમાઈલ ઓઈલનો ઉપયોગ માથાનો દુખાવો અને તણાવ તથા ચિંતાને દૂર કરવા માટે કરી શકાય છે. કેમોમાઈલની ચા પીવાથી તમારા શરીર અને મગજને આરામ મળે છે.

3) નીલગીરીનું તેલ : એક અધ્યયન પ્રમાણે નીલગીરીના તેલમાંથી પણ અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આ તેલનો ઉપયોગ ઘાવને કીટાણું રહિત બનાવવા, બ્લડ સુગરને નિયંત્રિત કરવા અને ઠંડા ઘાવોને શાંત કરવા માટે ઉપયોગ કરી શકાય છે. નીલગીરીના તેલનો ઉપયોગ સાયનસને સાફ કરીને સોજાને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી દુખાવામાં ખુબ જ રાહત મળે છે.

4) લવંડરનું તેલ : લવંડરનું તેલ સામાન્ય રીતે ત્વચા માટે ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ અનેક પ્રકારના સૌંદર્ય લાભ પ્રદાન કરે છે આ તેલ ઉદાસી, તણાવ અને ચિંતાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. આનો ઉપયોગ માઈગ્રેનના દુખાવાથી લડવા માટે કરી શકાય છે. 

5) એસેન્સીયલ ઓઈલનો ઉપયોગ કેવી રીતે કરવો ? : એસેન્સીયલ ઓઈલને સીધું તમારી ત્વચા પર  ન લગાવવું જોઈએ. આ પ્રકારના તેલને હંમેશા કોઈ દરરોજ ઉપયોગમાં લેવાતા તેલ સાથે મેળવીને લગાવવું જોઈએ. આ મિશ્રણનો ઉપયોગ માલિશ કરવા માટે કરી શકાય છે. તમે એક ટીશ્યુ પેપર પર તેલના કેટલાક ટીપા નાખીને તેને સૂંઘી શકો છો. તમે રૂમ ફ્રેશનર કે બાથરૂમના ઓઈલમાં એસેન્સીયલ ઓઈલના કેટલાક ટીપા મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment