પૂજામાં વપરાતી આ વસ્તુ શરીરને અનેક રોગોથી રાખશે આજીવન દુર, બાળકોથી લઈ વૃદ્ધોમાં પણ ભરી દેશે ગજબની તાકાત… ફાયદા જાણીને ચોંકી જશો…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, હિન્દૂ ધર્મમાં દરેક દેવી દેવતાના પૂજનમાં અનેક સામગ્રીનો ઉપયોગ થાય છે. તેમાંથી મોટાભાગની વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. જેની ખાતરી ઘણી વખત વિજ્ઞાને પણ સાબિત કરી છે. તો એવી જ એક વસ્તુ છે પંચામૃત. જી હા મિત્રો, પંચામૃત પૂજામાં જેટલું પવિત્ર માનવામાં આવે છે, એટલું જ મહત્વ શરીર માટે પણ ધરાવે છે. તેના અનેક સ્વાસ્થ્ય લાભો છે. અને જેની વિશે આજે આ લેખમાં અમે તમને માહિતી આપીશું. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો પંચામૃતના ચમત્કારિક અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા.

પંચામૃત પવિત્ર હોવાની સાથે જ સ્વાસ્થ્યમંદ પણ હોય છે, તે શરીરને તાકાત આપવાની સાથે બાળકોના માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. આમ તો તેને કોઈ પવિત્ર પૂજા પાઠમાં પ્રસાદી સ્વરૂપે બનાવવામાં આવે છે, પરંતુ તેનું સેવન નિયંત્રિત માત્રામાં નિયમિત રૂપે કરી શકીએ છીએ.

પંચામૃતનો મતલબ છે પાંચ અમૃત સમાન ખાદ્ય પદાર્થોનું મિશ્રણ. આમ તો આ ભગવાનનો ભોગ લગાવવા માટે બનાવવામાં આવેલું પવિત્ર પીણું હોય છે, પરંતુ આનાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ જોડાયેલા છે. જેને ઘણા ઓછા લોકો જાણે છે.

આયુર્વેદ એક્સપર્ટે પંચામૃત બનાવવાની રીતથી લઈને તેના સેવનના ફાયદા જણાવ્યા છે. તેમને જણાવ્યું કે દહીં+ દૂધ એક અસંગત સંયોજનો છે કે નહીં, તે સમજવા માટે આ પંચામૃતના મૂલ્યોને જાણવું જરૂરી છે. જ્યારે આપણે પંચામૃતમાં દૂધ અને દહીંને એક સાથે મેળાવીએ છીએ તો આને સંગત સંયોજન માનવામાં આવે છે. કારણ કે તેમાં સાકર જેવા પદાર્થ મેળવવામાં આવે છે. સાથે જ તેમાં મેળવવામાં આવતા પાંચ પદાર્થોથી સંપૂર્ણ મિશ્રણનું પરિણામ એકલું દહીં અને દૂધને મેળવવાથી અલગ થઈ જાય છે.

પંચામૃત બનાવવા માટેની સામગ્રી : ગાયનું દૂધ ચારથી પાંચ ચમચી, સાકર એક ચમચી, મધ એક ચમચી, ઘી બે ચમચી અને દહીં એક ચમચી. પરંતુ તમને ખાસ જણાવી દઈએ કે દહીં, દૂધ અને ઘી ગાયનું જ હોવું જોઈએ.

બનાવવાની રીત : આયુર્વેદ પ્રમાણે ઘી અને મધને ક્યારેય પણ એક સમાન માત્રામાં સેવન ન કરવું જોઈએ. તેથી પંચામૃત બનાવતા સમયે ઘી અને મધની માત્રાને સાવધાની પૂર્વક લેવી. ત્યારબાદ દરેક સામગ્રીને એક સાથે સ્ટીલની કે ચાંદીની વાટકીમાં મેળવીને પંચામૃત તૈયાર કરવું.

પંચામૃતના ફાયદા – 1) ઓજસ વધે : ઓજસ એ મહત્વપૂર્ણ ઉર્જા છે. જે આપણી પ્રતિરક્ષા, શક્તિ અને ખુશીને નિયંત્રિત કરે છે – ત્રણ વસ્તુઓ જેને આપણે પુષ્કળ પ્રમાણમાં ચાહિયે છીએ. જો આપણું ઓજસ નબળું હોય તો આપણુ સ્વાસ્થ્ય, આપણી આત્મા અને આપણી ઊર્જા કમજોર બની જાય છે. માટે ઓજસ વધારવા પંચામૃતનું સેવન અવશ્ય કરવું જોઈએ.

2) ત્વચા : પંચામૃત તમારી ત્વચા અને વાળને સારી રીતે પોષણ આપે છે. પંચામૃતની દરેક પાંચ સામગ્રીઓ તમારી ત્વચાને સાફ કરવા અને તમારા વાળને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. આ તણાવ અને પર્યાવરણીય ક્ષતિના પ્રભાવને  ઘટાડતી ત્વચા કોશિકાઓને  ફરીથી ઉત્પન્ન કરે છે. જેનાથી તમને ચમકદાર ત્વચા મળે છે.

3) બાળકોના વિકાસમાં સહાયક : પંચામૃત નાના બાળકોના વિકાસમાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી બાળકોના માનસિક સ્તરનો વિકાસ ઝડપથી થાય છે. એવામાં એક્સપર્ટ બાળકોમાં થોડી માત્રામાં પંચામૃતનું સેવન કરવાની સલાહ આપે છે. 

4) ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક : પંચામૃતમાં અનેક પોષક ખાદ્ય પદાર્થો જેમ કે દૂધ, ઘી, સાકર મેળવેલું હોય છે. આજ કારણથી ગર્ભવતી મહિલાઓને તાજા પંચામૃતનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આનાથી ગર્ભવતી મહિલાનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. જો તમને કોઈ મેડિકલ કન્ડિશન ન હોય તો તમે આરામથી આનું સેવન કરી શકો છો.

5) એસીડીટી ઉબકામાં ફાયદાકારક : પંચામૃત પેટને ઠંડુ રાખવાનું કામ કરે છે. એવામાં જો કોઈક ગડબડ યુક્ત ખાવાનું ખાવાથી એસિડિટી કે ગભરામણ થવાની સમસ્યા ઊભી થવા પર પંચામૃતનું સેવન એક સારો વિકલ્પ છે. તેનાથી તરત જ રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment