આ ભાજી પેટના અનેક રોગોને મટાડી શરીરને આપશે અસંખ્ય ફાયદા, જિંદગીભર નહિ જવું પડે ડોક્ટર પાસે… જાણો સંપૂર્ણ માહિતી અને શેર કરો…

આપણેને માર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી જોવા મળે છે. આવા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે. તેમાંય વિશેષ કરીને લીલા પાંદડા વાળા શાકભાજી ગુણકારી હોય છે. એવામાં દરેક લોકોએ મેથીની ભાજીનું સેવન તો અવશ્ય કરવું જ જોઈએ.

મેથીની ભાજીની ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. તેની સાથે જ આ આપણા સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે. મેથીની ભાજીનું શાક બનાવાય છે, ખાખરા, થેપલા, સૂપ, હાંડવો, ગોટા વગેરે જેવી વિવિધ વાનગી બનાવાય છે. મેથીની ભાજીના કારણે આ દરેક વાનગીમાં એક અલગ જ ટેસ્ટ આવી જાય છે. આ ભાજી ખાવાનો તો સ્વાદ વધારે જ છે સાથે અનેક રોગોને મટાડનાર પણ છે. તેથી આપણા વડીલો અને ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે.

આ લીલી ભાજી અનેક ગુણોનો ભંડાર છે. મેથીના શાકમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે.આના સેવનથી હૃદયનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ મેથીની ભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે તેનાથી શુગરનું લેવલ નિયંત્રિત રહે છે. મેથીના બીજમાં એમિનો એસિડ પણ હોય છે. મેથીની ભાજીમાં અનેક ગુણ છે જેમ કે તે તીખી, ઉષ્ણ ,વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્‍ટંભક, હ્રદ્ય અને બલ્ય છે. તેથી આ જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય વગેરે જેવા રોગો મટાડવામાં અસરકારક છે.

મેથીની ભાજી ને જો વ્યવસ્થિત રીતે ધોવામાં ન આવે તો તે ભવિષ્યમાં કિડનીમાં પથરીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. કારણ કે આ નદીના તટ પર ઉગે છે. અને તેને તેના મૂળિયા સાથે ખેંચવાથી નદીની રેતી અને કાકર પણ તેની સાથે આવી જાય છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તેને ખૂબ સરસ રીતે ધોઈ લેવી જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં પથરીની સમસ્યા ઉભી ન થાય.

આજે આપણે આ લેખના માધ્યમથી મેથીની ભાજી ખાવાના લાભ જાણીશું:- 

1) પેટની સમસ્યામાં ફાયદાકારક:- મેથીમાં ઔષધીય ગુણ રહેલો છે તેથી તે પેટની દરેક તકલીફો જેમ કે વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, પાતળા ઝાડા આ દરેક તકલીફમાં  મેથીની ભાજી એક દવા તરીકે શ્રેષ્ઠ કામ કરે છે. મેથીની ભાજી જાદુ થી સહેજ પણ ઓછી નથી તેમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેથીના બીજને બારેમાસ ઉપયોગમાં લઈ શકાય છે તથા મેથીની ભાજીની સુકવણી કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

2) વજન ઘટાડે:- મેથીની ભાજી વજન ઘટાડવામાં એકદમ અસરકારક છે. આમાં ફાઇબરનું પ્રમાણ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને આપણે વધારે ખાવાથી બચી જઈએ છે જેથી વજન નિયંત્રિત રહે છે. મેથીની ભાજીમાં પોટેશિયમ હાજર હોવાથી હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખે છે. મેથીની ભાજી ખાવાથી બોડીમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું બેલેન્સ જળવાય છે. અનેક પ્રકારની દવાઓ અને ઔષધીઓ બનાવવામાં મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીની ભાજીના પાન હોય કે બીજ હોય બધું જ પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક રીતે કામ કરે છે. મેથીની ભાજી પાચનતંત્ર થી લઈને એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, ત્વચા, હૃદય અને વાળ માટે પણ ફાયદાકારક છે.3) ખરતા વાળ અટકાવે:- પલાળેલી મેથીના દાણાની પેસ્ટ કરીને માથામાં લગાડવાથી વાળને ખરતા અટકાવી શકાય છે. જો વાળ વધુ પ્રમાણમાં કરતા હોય તો પલાળેલા મેથીના દાણાને પીસતી વખતે તેમાં નાળિયેરનું તેલ ઉમેરી દેવું અને આ પેસ્ટ વાળમાં લગાડવી. 30 મિનિટ સુધી આમ જ રહેવા દેવું અને ત્યારબાદ વાળ ધોઈ લેવા.

મેથીની ભાજીમાં ફોસ્ફરસનું પ્રમાણ હોવાથી દાંત મજબૂત બનાવે છે અને પેઢાની સમસ્યા દૂર થાય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ હોવાથી શરીરને એનર્જી મળે છે અને કમજોરી દૂર થાય છે. ડાયાબિટીસનું જોખમ દૂર કરવા માટે દરરોજ મેથીની ભાજી ખાવી જોઈએ જેથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે.4) મેથીના ગોટા:- મેથીના ગોટા એ દરેકને ભાવતું પ્રખ્યાત ફરસાણ છે. બાળકો કરમિયાના કારણે પેટમાં અપચો અને  દુખાવાની ફરિયાદ કરતા હોય છે. આમ તો બાળકો મેથીની ભાજીનું શાક નથી ખાતા તેથી તેમને આ મેથીના ગોટા ખવડાવવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે. મેથીની ભાજીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો ની સાથે સારા પ્રમાણમાં લોહતત્વ હોય છે અને શરીરને ઠંડક આપે  છે. 

આમ તો આપણે કોઈપણ વાનગીમાં મેથીના એક કે બે ચમચી જેટલા દાણા નાખીએ તો પણ તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. પરંતુ જ્યારે કોઈ વાનગીમાં વધુ પ્રમાણમાં મેથીનો ઉપયોગ કરવામાં આવે તો વાનગી એકદમ કડવી હોવા છતાં અલગ જ પ્રકારના ટેસ્ટ ની બની જાય છે. અને ખૂબ જ સરસ લાગે છે. ગરમીમાં લૂ લાગે તો સૂકવણી કરેલી ભાજી ને ઠંડા પાણીમાં થોડીવાર પલાળી રાખવી. ત્યારબાદ તેને મસળીને તે પાણીને ગાળીને પીવાથી લૂ માં રાહત થાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment