આ દેશી શાકભાજી ખાવાનું ભૂલતા નહિ, કેમ કે જીવલેણ બીમારીઓનો કરી દેશે કાયમ માટે ખાત્મો…જાણીને રહી જશો હેરન….

શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કોઈપણ શાક આપણા ભોજનમાં સ્વાદ તો વધારે જ છે પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું પણ કામ કરે છે. આવા શાકભાજીમાં એક વાલોળ પાપડીનું શાક છે. જે લગભગ દરેકને ભાવતું હોય છે, અને દરેકના ઘરમાં બનતું જ હોય છે. ઊંધિયામાં વાલોળ પાપડી નાખવાથી તેનો સ્વાદ જ અનોખો તરી આવે છે. લીલોતરીની રાણી તરીકે ઓળખાતા આ શાક ને દરેક લોકો અલગ અલગ રીતે અને અલગ અલગ શાક સાથે બનાવે છે. જેમ કે કોઈ રીંગણ સાથે, તો કોઈ બટાકા સાથે, તો કોઈ ઊંધિયામાં, તો કોઈ એકલા વાલોળનું શાક પણ બનાવે છે.

વાલોળમાં પ્રોટીન, ફાઇબર, વિટામીન અને ખનીજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. વાલોળ વજન ઘટાડવામાં એકદમ અસરકારક છે. તથા પારકીસન્સ જેવા રોગોથી પણ છુટકારો અપાવે છે. આ શાકમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે જેથી આ વાલોળ અનેક સમસ્યામાં ફાયદાકારક છે. આ શાકમાં પોટેશિયમ ઉપલબ્ધ હોવાથી હાઇપર ટેન્શનની સમસ્યાને ઘટાડે છે. 1) હૃદય રોગ માટે ફાયદાકારક:- હૃદય રોગના દર્દીઓ માટે આ શાક અત્યંત ફાયદાકારક છે કારણ કે આ શાકનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે. આ શાકમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ઉપલબ્ધ હોવાથી તે રક્તવાહિનીઓને આરામ આપવાનું કામ કરે છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો ફાયદાકારક હોય છે. તેથી વાલોળ પણ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભદાયક છે. આ શાકનું સેવન કરવાથી લોહીમાં શુદ્ધિ થાય છે.

2) રોગપ્રતિકારક શક્તિ વધારે:- રોગપ્રતિકારક ક્ષમતા વધારવા નિયમિત રૂપે વાલોરનું સેવન કરવું જોઈએ. વાલોળમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ હોય છે. એન્ટિઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે મહત્વનું હોય છે.3) હાડકા મજબૂત બનાવે:- વાલોળમાં મેંગેનીઝ અને તાંબુ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ હાડકાને થતા નુકસાનથી બચાવે છે અને હાડકાને મજબૂત બનાવે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે જો મેંગેનીઝ અને તાંબાની ઉણપ હોય તો હાડકા પર તેની નકારાત્મક અસર થાય છે અને કેલ્શિયમનું ઉત્સર્જન વધવા લાગે છે.

4) પાચનતંત્ર સ્વસ્થ રાખે:- વાલોળના શાકમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને અપચાની સમસ્યા પણ દૂર થાય છે. કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ વાલોરનું શાક અત્યંત ફાયદાકારક છે. વાલોળમાં વિટામીન બી, ફોલેટ, કેલ્શિયમ અને સેલેનીયમ ઉપલબ્ધ હોય છે. વાલોર આયર્નનો સારો એવો સ્ત્રોત છે જેથી એનિમિયાની સમસ્યા થતી નથી અને હિમોગ્લોબિન વધે છે.5) વજન ઘટાડવામાં ફાયદાકારક:- જે લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે અને પોતાનું વજન ઘટાડવા માંગે છે તેઓએ નિયમિત રૂપે વાલોળને પોતાના ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. સાથે જ વ્યાયામ પણ કરવો જરૂરી છે જેથી વધતા વજનની સમસ્યાને દૂર કરી શકાય.

6) એજિંગ ના લક્ષણો દૂર કરે:- એક કપ વાલોળમાં 187 કેલરી, 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે. આથી વાલોળ વજન ઘટાડવામાં સહાયક છે. આમ વાલોળનું નિયમિત રૂપે સેવન કરવાથી એજિંગના લક્ષણોને દૂર કરી શકશો અને યુવાની જળવાઈ રહેશે તેની સાથે સ્વાસ્થ્યની તંદુરસ્તી પણ જળવાશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment