અચાનક જ બીપી ઘટી જાય તો શું કરવું જોઈએ ? ક્યાં છે તેના લક્ષણો… જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો અને શેર પણ કરો….

મિત્રો આજના સમયમાં જોઈએ તો નાની ઉંમરના લોકોમાં પણ લો બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. આવું થવાના કારણોમાં આજનું ખાનપાન, વાતાવરણ અને જીવનશૈલી જવાબદાર હોઈ શકે છે. આ બીમારી આખા દેશ માટે ચિંતા નો વિષય બની રહી છે. આપણા જીવનમાં જેટલું આધુનિકરણ આવ્યું તેટલી જ બીમારીઓ પણ વધતી ગઈ. તેથી દર ત્રીજા વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે. આ બીમારીના કારણે હૃદયની બીમારી, સ્ટ્રોક અને ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે.

લો બ્લડ પ્રેશર ના ઘરેલુ અસરકારક ઉપાય:- એલોપેથીમાં બ્લડ પ્રેશરની દવાઓ તો છે જ પરંતુ આયુર્વેદિક દવાઓની તુલના એ કોઈ ન આવી શકે. આયુર્વેદિક દવાઓ શ્રેષ્ઠ ઔષધીના રૂપે કામ કરે છે. ઘરેલુ ઉપચારમાં તમે ગોળમાં ભરેલા લીંબુનો રસ પી શકો છો. તેના માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને તેમાં 15 થી 20 ગ્રામ ગોળનું મિશ્રણ કરવાનું છે ત્યાર બાદ તેમાં મીઠું નાખો અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને દિવસમાં બે થી ત્રણ વખત પીવામાં આવે તો બ્લડ પ્રેશરને ખૂબ જ ઝડપથી નિયંત્રિત કરી શકાય છે.જો અચાનક બીપી લો થઈ જાય અને ચક્કર આવે તથા ચહેરા પર સંસનાટીનો અહેસાસ થાય હાથ પગ ધ્રુજવા લાગે છે. જો આવા લક્ષણો જોવા મળે તો તુરંત જ સૌથી પહેલા ખાંડ અને મીઠાનું પાણી આપવું અને આ ઉપચાર ઝડપથી કામ કરશે. તેના દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવી જશે. અજમો, વાવડીંગ, યવક્ષાર અને શુદ્ધ ઝેરકોચલા વગેરેથી અગ્નિતુંડીવટી ગોળી બનાવવી. એક-એક ગોળી જમ્યા બાદ લેવી. 10 મિલિગ્રામ દશમૂલારિષ્ટ દવા લેવી અને તેમાં તેટલી જ માત્રામાં પાણી ઉમેરીને જમ્યા પછી લેવું.

લસણનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સહાય મળે છે. લસણના સેવનથી શરીરમાં લોહીની ગાંઠ જામતી નથી. તેથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. ટામેટામાં જરૂરી વિટામીન હોવાથી તે લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવા દેતા નથી. બીટ અને મૂળોમાં નાઈટ્રેટ્સની માત્રા વધુ હોય છે, જેથી લો બીપી ને દૂર કરવામાં મદદ કરે છે. આને તમે તમારા સલાડમાં જરૂરથી શામેલ કરી શકો છો.લો બીપીની શ્રેષ્ઠ દવામાં ખાંડ અને માખણનો સમાવેશ થાય છે. ખાંડ અને માખણને મિક્સ કરીને ખાવાથી લો બીપી માં રાહત થાય છે. તમે ઘરમાં બનાવેલા માખણનો જ ઉપયોગ કરી શકો છો કારણકે બજારમાં પેકેટમાં મળતા  માખણમાં મીઠું વધારે હોય છે અને મીઠું લો બ્લડ પ્રેશર માટે નુકસાનદાયક છે. કેળામાં વધુ પ્રમાણમાં મિનરલ્સ અને પોટેશિયમ હોય છે તેથી આ કિડનીને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે ડાર્ક ચોકલેટ ખૂબ જ અસરકારક છે. ડાર્ક ચોકલેટને કોકો ના ઝાડના બીજમાંથી બનાવવામાં આવે છે તેમાં વધુ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. તેની સાથે જ તેમાં ફ્લેવાનોલ પણ હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. આના સિવાય તણાવથી દૂર રહો, તેના માટે યોગ કરો, સારી અને પૂર્તિ માત્રામાં ઊંઘ લો, દારૂનું સેવન ટાળો, ઘી ગોળ અને સૂંઠ ને સરખા પ્રમાણમાં લઇને સરસ રીતે મિક્સ કરીને અડધી થી પોણી ચમચી સેવન કરી શકાય છે. સૂંઠના બદલામાં તમે ગંઠોડા કે પેપરામૂળ પણ લઈ શકો છો.

લો બીપી ને ઝડપથી મટાડવા માટે દાડમના રસમાં મીઠું મેળવીને પી શકાય છે. તેના સિવાય અનાનસ નો રસ, શેરડીનો રસ, નારંગી નો રસ વગેરેમાં ખાંડ મિક્સ કરીને પી શકો છો. આ તમારા લો બ્લડ પ્રેશરને ઘટાડવામાં અત્યંત અસરકારક રહેશે.

લો બીપી ને તુરંત જ નિયંત્રિત કરવા માટે તમે કેફીન વાળી વસ્તુઓ ખાવાથી કે પીવાથી તથા એક કપ કોફી, હોટ ચોકલેટ નું સેવન કરી શકો છો. જો લાંબા સમયથી લો બીપી નો પ્રોબ્લેમ હોય તો સવારમાં ઉઠતા જ એક કપ કોફીનું સેવન કરવું અથવા નાસ્તાની સાથે કોફી પીવી જોઈએ. પરંતુ કોફી પીવાની આદત ન બનાવશો કારણ કે વધુ કૈફીન યુક્ત પીણાં શરીર માટે યોગ્ય નથી હોતા અને શરીર પર તેની નકારાત્મક અસર થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment