કરો ઘરમાં જ બનતી આ ચમત્કારિક સફેદ વસ્તુનું સેવન…પેટ, પાચન, હરસ, મસા, ડાયાબિટીસ સહીત શરીરની અનેક ગંભીર બીમારીઓનો જડમુળથી કરી દેશે સફાયો…જાણો સેવનની રીત અને અઢળક ફાયદા…

ડેરી ના દરેક ઉત્પાદકો આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ ડેરી ઉત્પાદકોમાં દૂધ, દહીં, ઘી, છાશ, માખણ વગેરેનો સમાવેશ થાય છે. દરેક ઘરમાં માખણનો ઉપયોગ તો થતોજ હોય છે. માખણ બનાવવા માટે સૌપ્રથમ દૂધને દહીંમાં મેળવવામાં આવે છે. અને ત્યારબાદ તેને 12 કે 15 કલાક પછી વલોણાની મદદ થી અથવા તો અત્યારે તો બ્લેન્ડર પણ આવી ગયા છે તેનાથી વલોવીને જે તત્વ ઉપર તરી આવે છે તેને માખણ કહેવામાં આવે છે. માખણ અત્યંત સુંવાળું હોય છે. માખણ પચવામાં ઘી કરતાં વધારે જલ્દીથી પચે છે. તાજુ માખણ ખૂબ જ સરસ લાગે છે, અને દરેકને ભાવતું પણ હોય છે.

માખણમાં કેલેરીની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જો તેનું સેવન દરરોજ કરવામાં આવે વજન વધવાના જોખમો વધી જાય છે. પરંતુ તેમાં એવા ઘણા બધા ગુણો છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આમાં વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેથી નાના બાળકોના માટે આ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને લીવરની સમસ્યા રહેતી હોય તેઓએ માખણમાં ભોજન બનાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે.માખણને દહીંમાંથી કાઢવામાં આવે છે અને આ ઘી કરતા વધારે જલ્દી પચે છે. તેનાથી શરીરની કોશિકાઓનું નિર્માણ થાય છે. માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે. તેમાં વિટામીન એ,ડી, કે2 અને ઇ ઉપરાંત લેસિથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે. આ હૃદય માટે અત્યંત ફાયદાકારક છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો આંખો ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. માખણમાં ઉપલબ્ધ ફેટી એસિડ અને કોંજુગેટેડ લિનોલેક એમિનો એસિડ વિશેષ રૂપે કેન્સરથી બચવામાં મદદરૂપ થાય છે.

ગાયના દૂધમાંથી બનતું માખણ અતિ ફાયદાકારક હોય છે. આનું નિયમિત સેવન કરવાથી વાયુના દોષો દૂર કરવામાં મદદ મળે છે. આનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે, આ શક્તિ પ્રદાન કરે છે. એસીડીટી, વાયુ, ગેસ અને લોહીના રોગો મટાડવામાં અસરકારક છે. ઉધરસ, ડાયાબિટીસ, આંખોના રોગ, તાવ, પાંડુરોગ અને સફેદ ડાઘમાં પણ તેની સારવાર અસરકારક છે.જેવું વલોણા માંથી બનતામાં જ એકદમ તાજુ કરેલું માખણ ખાવાથી શરદી થતી નથી અને તે શ્રેષ્ઠ ગણાય છે. તાજુ માખણ મધુરું અને સ્વાદિષ્ટ લાગે છે. આ માખણ પાતળા ઝાડા ને બાંધવામાં મદદરૂપ થાય છે. માખણના સેવનથી શારીરિક શક્તિમાં વધારો થાય છે અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરી શકાય છે. કામ કરીને થાક્યા બાદ રાત્રે ભોજનમાં બટર લેવાથી ખૂબ જ સારી ઊંઘ આવે છે. કારણ કે આમાં સેલેનિયમ હોય છે.

માખણમાં જરૂરી પ્રમાણમાં આયોડીન હોવાથી આ થાઈરોઈડ રોગમાં ફાયદાકારક  છે. તેની સાથે જ તેમા રહેલા વિટામીન્સ પણ થાઈરોઈડ ગ્લેન્ડને મજબુત બનાવામાં મદદરૂપ થાય છે. શારીરિક રીતે કમજોર હોય તેવા બાળકને દરરોજ સવારમાં ભૂખ્યા પેટે માખણ અને સાકર એક એક ચમચી ખવડાવવાથી તેનું શરીર મજબૂત બને છે. ટીબીના દર્દી માટે માખણ ખૂબ જ લાભદાયક છે. ક્ષય રોગના દર્દીઓએ ગાયના દૂધ ના માખણનું સેવન કરવું જોઈએ. તેનાથી વધુ લાભ થશે.જો તમે હરસ-મસાની સમસ્યાથી હેરાન થતા હોવ તો દેશી ગાયનું માખણ અને તલનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત થાય છે. જો હાથ પગમાં બળતરા થતી હોય તો માખણ અને સાકરને સરખા પ્રમાણમાં મિક્સ કરીને એક થી બે ચમચી દરરોજ સવાર સાંજ સેવન કરવાથી આરામ થાય છે.

ગીર ગાયના માખણમાં સાકર અને મધ મેળવીને નિયમિત સેવન કરવામાં આવે તો અનેક પ્રકારના રોગો દૂર કરી શકાય છે. આ માખણ માનસિક વિકાસ જાળવી રાખે છે અને યાદ શક્તિમાં વધારો કરે છે. આ માખણ ક્રોધને શાંત કરીને મગજને ઠંડું રાખે છે. માખણમાં હાજર સેન્ચુરેટેડ ફેટ્સ ફેફસા માટે અત્યંત લાભદાયક છે. દમ ના રોગમાં પણ રાહત પ્રદાન કરે છે.હંમેશા તાજા માખણનું જ સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ તેમાંથી જ પૌષ્ટિકતા મળે છે. ઘણા દિવસનું વાસી માખણ ખાટું અને ખારું હોય છે તેથી તેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જો આવા માખણનું સેવન કરવામાં આવે તો શરીરમાં તેની વિપરીત અસરો થાય છે. જેમકે ઉલટી, કોઢ, મેદસ્વિતા વગેરેનું જોખમ વધે છે. દરરોજ 40 ગ્રામ માખણનું સેવન કરી શકાય છે તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. માખણ ના સેવનથી આંતરડાની બીમારીઓથી બચી શકાય છે અને પાચનશક્તિ વધારવામાં મદદ મળે છે.

માખણના સેવનથી બુદ્ધિનો વિકાસ થાય છે. નવજાત શિશુ પર ગાયના તાજા માખણથી મસાજ કરીને અડધો કલાક સવારના કુણા તડકામાં સુવડાવવાથી તેનો સંપૂર્ણ વિકાસ થાય છે. દરરોજ ચહેરા પર માખણ લગાવીને એક કલાક બાદ હુફાળા પાણીથી ધોઈ લેવાથી ત્વચાનો રંગ ખીલી જાય છે. જો ત્વચા દાઝી ગઈ હોય તો માખણ લગાવવાથી ખૂબ જ રાહત થાય છે. માખણ નાના બાળકથી લઈને વૃદ્ધો દરેક માટે લાભદાયક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment