આ છે વજન, કોલેસ્ટ્રોલ, કબજિયાત, બ્લડ પ્રેશરનો છે 100% ઈલાજ, પિય લ્યો ફક્ત 1 ગ્લાસ… શરીરની અઢળક બીમારીઓ કરી દેશે ગાયબ…

સામાન્ય રીતે આપણે ફળ અને શાકભાજીના જ્યુસના ફાયદા જાણીએ જ છીએ, અને તેનું સેવન પણ કરીએ છીએ. પરંતુ કેટલાક જ્યુસ એવા પણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે વિશેષ રૂપે ફાયદાકારક હોય છે. પરંતુ, આપણને તેના વિશે સંપૂર્ણ જાણકારી હોતી નથી. આવી જ શાકભાજીઓમાં એક છે કોળું, જેના જ્યુસના પણ અસંખ્ય ફાયદા છે. જી હા મિત્રો, કોળાના જ્યુસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ઘણું જ મદદરૂપ થાય છે. 

કોળામાં વિટામીન, ફાઇબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોય છે. આનું સેવન કરવાથી તમારું મેટાબોલીઝમાં તંદુરસ્ત રહે છે અને અનેક પ્રકારની બીમારીઓના જોખમોને દૂર કરી શકાય છે. કોળામાં વિટામીન ડી પણ પૂર્તિ માત્રામાં હોય છે જે શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તો આવો આપણે આ લેખના માધ્યમથી વજન ઘટાડવા માટે કોળાનું જ્યુસ કેવી રીતે કામ કરે છે તે જાણીશું. 1) કોળાના જ્યુસમાં કોઈપણ જ્યુસની જેમ ઘણી બધી વિશેષતાઓ હોય છે. પરંતુ તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ જ્યુસ વિટામિન ડી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે તમને બીજા કોઈ અન્ય જ્યુસમાં નહિ મળે. તો તેનો અર્થ એ થયો કે તમે તડકામાં ગયા વગર પણ વિટામિન ડી ની ઉણપને પૂરતી કરી શકો છો, કોળાના જ્યુસનું સેવન કરીને. કોળામાં વિટામીન ડી સિવાય કોપર, આયર્ન અને ફોસ્ફરસ હોય છે.

2) કોળાના જ્યુસમાં વિટામીન b1, b2, b6, સી, ઈ અને બીટા કેરોટીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન પણ કોળાના જ્યુસમાં ઉપલબ્ધ હોય છે.3) કોળાનું જ્યુસ લીવર અને કિડની માટે અત્યંત લાભદાયક છે. એવામાં લોકોએ જેમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે કોળાનું જ્યુસ દરરોજ દિવસમાં ત્રણ વાર અવશ્ય પીવું જોઈએ.

4) કોળાનાં જ્યુસમાં ધમનીઓને સાફ રાખવાનો ગુણ હોય છે, જેનાથી હૃદયની બીમારીઓ અને હૃદયનો હુમલો આવવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. કોળાના જ્યુસમાં એન્ટિઓક્સિડન્ટ વધુ માત્રામાં હોય છે જે શરીરમાં ઓસ્ક્લેરોસિસ રોગ એટલે કે ધમનીઓને સખત થવાથી રોકવામાં ખુબ અસરકારક છે.5) કોળાનો એક વધારે ચમત્કારીક ગુણ એ છે કે, તે પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. તે ન માત્ર કબજિયાતમાં અસરકારક છે, પરંતુ ઝાડા થવા પર પણ અત્યંત લાભદાયક છે અને કોળાનું જ્યુસ વજન ઘટાડવામાં પણ અસરકારક છે.

6) કોળાના જ્યુસમાં અલ્સર અને ગેસને પણ ઠીક કરવાનો ગુણ હોય છે. તેનામાં કિડની અને યુરીનરી સિસ્ટમને વ્યવસ્થિત રાખવાનો ગુણ હોય છે.7) કોળાના રસમાં એક ખાસ પ્રકારનો ગુણ હોય છે, મગજને શાંતિ આપવાનો. તેનો આ ગુણ અનિંદ્રા એટલે કે ઊંઘ ન આવવાની બીમારીમાં લાભદાયક છે. અનિંદ્રાના રોગીઓને આ જ્યુસ મધ સાથે પીવાની સલાહ આપવામાં આવે છે.

8) કોળાનું જ્યુસ હાઈ બ્લડ પ્રેશરના જોખમને દૂર કરે છે, તેમાં પેક્ટિન નામનું એક તત્વ હોય છે જેનાથી કોલેસ્ટ્રોલને પણ ઘટાડવાનો ગુણ હોય છે.9) કોળાના જ્યુસને મધ સાથે મેળવીને પીવાથી શરીરને ઠંડકનો અહેસાસ થાય છે અને આ પ્રકારે આ શરીરના તાપમાનને પણ ઘટાડવામાં મદદ કરે છે.

10) કોળાના જ્યુસમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને સવારમાં થતી સમસ્યા મોર્નિંગ સિકનેસથી પણ છુટકારો મેળવવાનો ગુણ હોય છે.

11) કોળાના જ્યુસમાં વિટામિન સી અને બીજા ઘણા બધા મિનરલ્સ હોય છે, જે શરીરની ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે અને આ પ્રકારે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી રક્ષણ આપે છે.12) કોળાના જ્યુસમાં વાળને ફરીથી ઉગાવવાનો ગુણ હોય છે. આમાં વિટામીન A ની માત્રા વધારે હોય છે, જે માથાની ત્વચાને વધારે ફાયદો પહોંચાડે છે. તેના સિવાય આમાં પોટેશિયમ પણ ઉપલબ્ધ હોય છે, જેનાથી નવા વાળ ઉગી શકે છે.

13) કોળાના જ્યુસમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તેનું સેવન કરવાથી શરીરમાં હાજર ફ્રી રેડીકલથી લડવામાં ફાયદો થાય છે. તેના સિવાય સોજાને ઘટાડવામાં પણ અસરકારક છે.

14) કોળાના જ્યુસમાં હાજર ડાએટ્રી ફાઇબર મેટાબોલીઝ્મને વધારવામાં મદદ કરે છે, જેનાથી તમારું વજન નિયંત્રિત રહે છે.15) ડાયાબિટીસના દર્દીઓએ વજન ઘટાડવા માટે કોળાનાં જ્યુસનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેમાં હાજર ગુણ વજન ઘટાડવાની સાથે શરીરને હેલ્ધી રાખવાનું કામ પણ કરે છે.

કેવી રીતે બનાવવું કોળાનું જ્યુસ?:- પાકેલા કોળાને લઈ અને તેના નાના નાના ટુકડા કાપી લો, હવે એ ટુકડાની છાલ હટાવી લો. ત્યાર બાદ તેને ઓવનમાં કે કોઈ બીજી વસ્તુમાં બેક કરી લો. બેક થઈ ગયા બાદ કોળાના ટુકડાને ઠંડા થવા દો. કોળાના ટુકડા ઠંડા થયા બાદ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લો અને તેમાં તમે સફરજનના ટુકડા મેળવી લો. સરસ રીતે મિક્સ થયા બાદ, જ્યુસ થયા બાદ તેને મિક્સર માંથી કાઢી લો અને એક ગ્લાસ દરરોજ કોળાનું જ્યુસ પીવો.

આમ દરરોજ કોળાનું એક ગ્લાસ જ્યુસ પીવાથી તમને ઘણો ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે, સાથે જ શરીરની અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ કોળાનું આ જ્યુસ પીતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment