કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને ચામડીના રોગોથી કાયમી છુટકારા માટે અજમાવો ઘરમાં રહેલી આ ઔષધીને, શરીરના અનેક રોગો ભગાડી વાળ અને ત્વચા કરી દેશે એકદમ સુંદર…

મિત્રો આપણે લસણનો ઉપયોગ અનેક રીતે કરીએ છીએ. ખાસ કરીને રસોઈમાં તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. જો કે લસણ એ પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. તેના સેવનથી તમને ફાયદાઓ પણ થાય છે અને નુકશાન પણ થાય છે. ચાલો તો આપણે જાણી લઈએ લસણના સેવનથી તમને શું લાભ મળે છે. લસણના તેલના ઘણા ફાયદાઓ છે જેને ઉપયોગમાં લેવા ખૂબ જ સરળ છે. આ આર્ટીકલથી તમે લસણના તેલના ફાયદા અને નુકસાનની સાથે સાથે ઘરમાં લસણનું તેલ બનાવવાની વિધિ વિશે પણ જાણકારી પ્રાપ્ત કરશો. 

નાની-દાદીની પાસે મોટાભાગની બીમારીઓના ઘરેલુ ઉપાયો તૈયાર રહેતા હતા. અને આ ઉપાય સરખી રીતે કરવાથી અસર પણ કરતાં હતા. જેમકે, ઉધરસ થાય ત્યારે આદુંનો રસ પીવો, સાંધાના દુખાવા માટે તલના તેલની માલિશ, પેટમાં દુખાવો થાય ત્યારે અજમો અને મીઠું ખાવું. આ જ ઉપાયોમાં તમે કદાચ લસણના તેલ વિશે પણ સાંભળ્યુ હશે. જો ન સાંભળ્યું હોય તો કોઈ વાંધો નહીં, આજે આપણે અહીં લસણના તેલના ફાયદા અને નુકસાન વિશે વાત કરીશું.લસણના તેલને જૂના જમાનામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. તેમ લસણના તેલના પણ ઘણા બધા ફાયદાઓ છે જેમકે, લસણના તેલમાં એન્ટિ-ફંગલ, એન્ટિ-વાઇરલ ગુણ રહેલા હોય છે. લસણના તેલનો ઉપયોગ સરખી રીતે કરવાથી તમને લસણના તેલના ફાયદાઓ સરળતાથી મળી શકે છે. લસણના તેલનો ઉપયોગ કરવાથી તમને સ્વાસ્થ્ય, ત્વચા, વાળ વગેરેથી જોડાયેલી સમસ્યાઓમાં ફાયદો મળે છે. જો તમે લસણનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા હોય અથવા પછી ઉપયોગ કરવા માંગતા હોય તો, તેનાથી જોડાયેલ બધી જ જાણકારી તમે નીચે પ્રાપ્ત કરી શકો છો. 

લસણના તેલના ફાયદાઓ સ્વાસ્થ્ય માટે:-

1) લસણના તેલના ફાયદા હાઇ કોલેસ્ટ્રોલ માટે:- આજના સમયમાં હાઇ કોલેસ્ટ્રોલ એ સામાન્ય વાત થઈ ગયી છે પરંતુ, બધાએ એ સમજવું જરૂરી છે કે, આ સામાન્ય વાત ખૂબ જ ખતરનાક છે. લસણના તેલના ઉપયોગથી હાઇ કોલેસ્ટ્રોલથી બચાવ થઈ શકે છે કારણ કે લસણના તેલના ઉપયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. જેનાથી ઘણી બીમારી ખાસ કરીને હ્રદયની બીમારી થવાના અણસાર ઓછા થઈ જાય છે. કહેવામા આવે છે કે, ખાલી પેટ લસણ ખાવાના ફાયદાઓ ઘણા છે અને તેમાથી એક કોલેસ્ટ્રોલથી જોડાયેલ છે.2) લસણના તેલના લાભ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે:- ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બનાવવા માટે લસણનું તેલ ઉપયોગી બની શકે છે. લસણના તેલમાં વિટામિન સી, વિટામિન બી1, વિટામિન બી6 આયરન અને ફૉસ્ફરસ જોવા મળે છે જે ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે જરૂરી છે. જો ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ રહે તો, તમારું શરીર બીમારીઓથી દૂર રહે છે. શરદી, તાવ અથવા કોઈ પ્રકારના ઇન્ફેક્શનમાં તમે લસણના તેલનો ઉપયોગ કરી શકો છો. 

3) લસણના તેલનો ઉપયોગ હાડકાં મજબૂત કરવા માટે:- જો વૃદ્ધાવસ્થામાં તમારા હાડકાં નબળા થવાને કારણે થતી બીમારીઓથી બચીને રહેવું હોય તો અત્યારથી જ શરૂઆત કરવી જોઈએ. વધતી ઉંમરમાં સામાન્ય રીતે હાડકાં નબળા પડતાં જાય છે. હાડકાંને મજબૂત કરવા માટે લસણના તેલનો ઉપયોગ કરવો સારી વાત છે.4) તેલના ફાયદા ડાયાબિટીસ માટે:- ડાયાબિટીસ વાળા લોકોને સામાન્ય રીતે લસણના તેલનો ઉપયોગ કરવાનું કહેવામા આવે છે. લસણના તેલના લાભ ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકો માટે ખાસ કરીને છે. આ તેલના સેવનથી ડાયાબિટીસનું લેવલ કંટ્રોલમાં રાખવામા મદદ મળી શકે છે. 

5) લસણના તેલના લાભ ત્વચા માટે:- લસણના તેલના ઉપયોગથી તમને ત્વચાથી જોડાયેલી સમસ્યાઓ જેવીકે ઇન્ફેક્શન, ખીલ વગેરેમાં પણ રાહત મળી શકે છે. લસણના તેલના લાભ તેમાં રહેલ એન્ટિ-ફંગલના કારણે સૌથી વધારે હોય છે. લસણના તેલનો ઉપયોગ ત્વચા પર સરખી રીતે કરવો લાભદાયી થઈ શકે છે.6) લસણના તેલના ફાયદા વાળ માટે:- લસણના તેલના ઉપયોગથી વાળને ખરતા અટકાવી શકાય છે. લસણના તેલની વાળમાં હળવી માલિશ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે અને વાળ ખરતા અટકે છે. લસણના તેલમાં રહેલા બધા જ પૌષ્ટિક તત્વોને કારણે તેનો ઉપયોગ વાળ માટે ખૂબ જ લાભદાયી છે. 

લસણના તેલના નુકસાન:- ત્વચા પર લસણના તેલનો વધારે ઉપયોગ કરવાથી લાલ ચકામાં થઈ શકે છે. લસણના તેલનું સેવન કરવાથી ખરાબ શ્વાસ થઈ શકે છે. ઘણા લોકોને લસણના તેલનું સેવન કરવાથી ઉલ્ટી કે ઊબકા થઈ શકે છે. વધારે માત્રામાં લસણના તેલથી ગેસની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશર સામાન્ય માત્રાથી ઘણું ઓછું થઈ શકે છે. સર્જરી થવાના 2 અઠવાડીયા પહેલા લસણના તેલનું સેવન બંધ કરવું જોઈએ કારણ કે લોહીના સ્ત્રાવમાં સમસ્યા થઈ શકે છે. ઘરમાં લસણનું તેલ બનાવવાની વિધિ:- લસણના તેલના ફાયદાઓ જાણ્યા પછી જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો, માર્કેટ માંથી લસણનું તેલ ખરીદવા કરતાં સારું છે કે તમે ઘરે જ લસણનું તેલ બનાવો. ઘરે બનેલ લસણના તેલથી શુદ્ધ બીજું શું હોય શકે છે. લસણનું તેલ બનાવવાની વિધિ ખૂબ જ સરળ છે. 

લસણનું તેલ બનાવવા માટે સૌથી પહેલા લસણના ફોતરાં ઉતારી લેવા અને તાજી કળીઓનો જ ઉપયોગ કરવો. હવે ફ્રાઈ પેનમાં તેલ લઈ તેમાં લસણની કળી ઉમેરો. ગેસ ધીમો રાખવો અને લસણની કળી સોફ્ટ થાય ત્યાં સુધી તેલમાં રહેવા દો. હવે સાફ ડબ્બામાં લસણનું તેલ રાખો અને બે અઠવાડીયા માટે ફ્રિજમાં રાખી લો.વાળ માટે લસણનું તેલ બનાવવાની વિધિ:- લસણના ફોતરાં ઉતારી તેની કળીઓ વાટી લેવી. હવે વાટેલ લસણમાં ઓલિવ ઓઇલ અને નારિયેળનું તેલ મિક્સ કરો. હવે આ બધી વસ્તુઓને ફ્રાઈ પેનમાં ગરમ કરી લો. ઠંડુ થાય એટલે ડબ્બામાં ભરી ઠંડી જગ્યા પર 1 અઠવાડીયા માટે રાખી લો. 1 અઠવાડીયા પછી લસણનું તેલ વાળ માટે તૈયાર છે. 

લસણના તેલના ફાયદા ઘણા બધા છે. લસણના તેલના ફાયદા લેવા માટે લસણના તેલનો ઉપયોગ સરખી માત્રામાં અને સરખી રીતે કરવો ખૂબ જરૂરી છે. વધુ માત્રામાં સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. પોતાની જરૂરિયાત મુજબ લસણના તેલનો ઉપયોગ કરવો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment