આ છે રોજ સવારે પેટને હળવું ફૂલ જેવું કરવાના મફત ઘરેલું ઉપચાર… પેટ થઈ જશે એકદમ સાફ અને વારંવાર ટોઇલેટ જવાની નોબતથી મળશે છુટકારો…

આજની ખાણીપીણી અને અનિયમિત જીવન શૈલીના કારણે પાચન ને લગતી અનેક સમસ્યાઓ થાય છે. તેમાં અપચો, એસીડીટી, પેટમાં દુખાવો વગેરે જેવી તકલીફો થાય છે. આવી સ્થિતિમાં તમારે બને એટલો હળવો ખોરાક લેવો જોઈએ જેથી કરીને તકલીફમાં વધારો ન થાય. મોટાભાગના લોકોને અપચો, ગેસ, કબજિયાત, પેટમાં ભરાવો વગેરે જેવી સમસ્યા થાય છે. આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપચાર દ્વારા આ પેટની સમસ્યાને દૂર કરવાના ઉપાયો જણાવીશું.

પેટમાં વારંવાર ગેસ થવાથી બીજી અન્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. જેમ કે છાતીમાં દુખાવો, માથું દુખવું, ઉલટી થવી વગેરે જેવી સમસ્યામાં વધારો થાય છે. આવી તકલીફ થવા પર આપણે તુરંત જ દવા લઈ લઈએ છીએ. પરંતુ વધુ પડતું દવાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે  તેથી આપણે ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ આ તકલીફો દૂર કરી શકીએ છીએ. પેટ ફુલવાની સમસ્યા પણ વ્યક્તિમાં વધુ જોવા મળે છે વધારે પડતો ગેસ થવાના કારણે આ સમસ્યા થવા લાગે છે પરંતુ તેને હલકામાં ન લેતા તેનો ઉપચાર કરવો જોઈએ નહીંતર જીવલેણ બીમારી નો ભોગ પણ બનાય છે. આજે અમે પેટની દરેક સમસ્યાને દૂર કરવાના સચોટ ઈલાજ જણાવીશું.પેટની સમસ્યાથી કઈ કઈ તકલીફો થાય છે? વ્યવસ્થિત રીતે પેટ  સાફ ન થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે ભૂખ ન લાગવી,ચહેરા પર ફોલ્લી, ખીલ, જેવી સમસ્યાઓ થાય છે. ચહેરા પર ખીલ અને ફોલ્લીના કારણે ચહેરાની સુંદરતા ગાયબ થઇ જાય છે.

જો આપણું પેટ સાફ ન હોય તો તેના દ્વારા જ બધી બીમારીઓ ઉભી થતી હોય છે. પેટની તકલીફ ના કારણે નાની ઉંમરે સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, શરદી, તાવ, કમળો, હાર્ટ એટેક, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થવાનું કારણ ખરાબ પેટ જ હોય છે. જો પેટ સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ રહેશે.

પેટ સાફ ન થવાથી માનસિક શાંતિમાં પણ તેની અસર વર્તાય છે. બાળક હોય, પુખ્ત વયના વ્યક્તિ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય જો પેટ સાફ ન થાય તો માણસ ચીડિયો બની જાય છે, વારંવાર માથું દુખે છે, પારિવારિક ઝઘડા વધે છે જેના કારણે તેના જીવન પર પણ ઘણી ખરાબ અસર થાય છે તેથી પેટનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે.પેટ સાફ રાખવાના ફાયદા:- 

1) ચોખા અને દહીં:- દહીં અને ચોખા એક હળવો ખોરાક છે. પેટની સમસ્યામાં તમે આ ખાઈ શકો છો જે સરળતાથી પચી જાય છે. આમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોવાથી મળ ત્યાગ કરવામાં એકદમ સરળતા રહે છે. આ માટે તમારે ચોખાને વધારે સમય પકવવાના છે અને તેમાં દહીં મિક્સ કરીને સેવન કરવું. જો તમે ઈચ્છો તો તેમાં શેકેલું જીરું અને મીઠું પણ નાખી શકો છો. દહીમાં પ્રોબાયોટિક્સ હોવાના લીધે આ તમારા આંતરડામાં સારા બેક્ટેરિયા માં વધારો કરે છે. આને ખાલી પેટે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. કોઈપણ ખોરાક સાથે દહીંનું સેવન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય  છે. આના સેવનથી પેટ સાફ થવામાં સરળતા રહે છે.

2) લીંબુ:- ક્યારેક દવાઓનું સેવન કરવા છતાં પણ પેટ વ્યવસ્થિત રીતે સાફ નથી થતું. જો આમ થતું હોય તો દરરોજ સવારમાં ઉઠીને ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવું જોઈએ. પેટને સાફ કરવામાં આ સૌથી સરળ અને અસરકારક ઉપચાર છે.3) કેળા:- કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. પેટની સમસ્યામાં દરરોજ એક કેળું ખાવામાં આવે તો કબજિયાત, પેટનો દુખાવો, ગેસની સમસ્યા કે પેટ ને લગતી કોઈપણ તકલીફ હોય તો દૂર કરવામાં મદદ મળે છે. કેળા પેટમાં સંક્રમણને પણ દૂર કરવાનું કામ કરે છે. માટે પેટની સમસ્યામાં કેળું એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

4) લસણ:- લસણથી હૃદયને સંબંધીત અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. લસણમાં એન્ટી ઈમ્પ્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે જે મળને નરમ બનાવવાનું કામ કરે છે અને પેટ સરળતાથી સાફ થઈ જાય છે. આંતરડામાં કોઈપણ પ્રકારનો કચરો ચોંટી રહ્યો હોય તો તેને પણ લસણ દૂર કરી દે છે. તેથી આપણા ખોરાકમાં લસણનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.આમ પેટની સમસ્યામાં લસણ ખૂબ જ ફાયદાકારક છે.

5) પાણી:- જેવી રીતે દરેક બીમારીઓ પેટથી શરૂ થાય છે તેવી રીતે તેને દૂર કરવા માટે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ. પાણી પીને આપણે અનેક બીમારીઓને દૂર કરી શકીએ છીએ. તેમાં પેટની બીમારીને દૂર કરવા માટે વધુ પાણીનું સેવન અતિ જરૂરી છે. પાણી પીવાથી પેટ સાફ અને સ્વસ્થ રહે છે.પેટ સરળતાથી સાફ કરવા માટે આખા દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ અને જો સવારમાં ઊઠીને નવશેકું ગરમ પાણી પીવામાં આવે તો તેના અદભુત ફાયદા થાય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણીને એક સામટુ ન પી લેવું. પાણી પીવો ત્યારે બેસીને અને થોડા થોડા ઘૂંટડામાં પાણી પીવું. આ પાણી પીવાની એકદમ સાચી રીત છે. જો આ રીતે પાણી પીવામાં આવે તો શરીરને ચોક્કસ લાભ થશે.

જો તમને માથાનો દુખાવો, ગેસ, ત્વચાની સમસ્યા, મોંમાંથી દુર્ગંધ, ચહેરા પર ડાઘ, ધબા, ખીલ વગેરે જેવી સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે તમારે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. જમ્યા બાદ તુરંત જ પાણી પીવાનું ટાળવું જોઈએ. જો બને તો જમ્યા ના કલાક કે  અડધો કલાક બાદ પાણી પીવાથી શરીરમાં ખૂબ જ સારા ફાયદા થાય છે.

અમુક લોકોને જમતી વખતે વચ્ચે પાણી પીવાની આદત હોય છે. તો આવી આદતમાં થોડું  પરિવર્તન લાવવું જોઈએ અને વધુ પાણી ન પીતા થોડું પાણી પીવું. આમ કરવાથી ખોરાક સારી રીતે પચશે. આમ, પેટની તકલીફમાંથી મુક્તિ  મેળવવા માટે વધુમાં વધુ પાણી પીવું.6) આદુ:- આદુમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો ઉપલબ્ધ  હોય છે. પેટની સમસ્યાઓને દૂર કરવા માટે આદુનો નાનો ટુકડો લેવો તેમાં થોડો મરી પાવડર અને એક ચપટી હિંગ નાખી ને તેનું સેવન કરવાથી પેટની દરેક સમસ્યાથી છુટકારો મળે છે.

પેટની સમસ્યામાં આ વસ્તુઓ ટાળવી:- જો પેટની તકલીફ હોય તો ચા અને કોફીનું સેવન ન કરવું જોઈએ. ચા અને કોફી માં કેફીન પદાર્થો હોવાથી પાચનતંત્રને નુકસાન કરે છે. બહારના ફાસ્ટ ફૂડ, મેદાવાળા ખાદ્ય પદાર્થો, તળેલા, તીખા અને વાસી ખોરાક ખાવાથી ટાળવો. રાત્રિના સમયમાં હળવા ખોરાકનું સેવન કરવું જેથી પચવામાં સરળતા રહે અને વધુ પાણીનું સેવન કરવું.

આમ, તમે આ ઘરગથ્થું ઉપચાર દ્વારા પેટની સમસ્યાઓ દૂર કરી શકો છો. જો પેટની સમસ્યામાં આ ઉપચાર કામ ન લાગતા હોય અને સમસ્યા વધુ હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. તમે દરરોજ અનુલોમ- વિલોમ, પ્રાણાયામ, કપાલભારતી જેવા યોગ કરી શકો છો. તેનાથી પણ પેટ સાફ કરવામાં મદદ મળે છે અને નીરોગી રહી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment