મફતમાં મળતી આ શાકભાજીનું સેવન પગથી લઈ માથા સુધીને અનેક બીમારીઓનો કરશે સંહાર… ફાયદા જાણીને રોજ કરશો તેનું શાક…

આપણો ભારત દેશ એવો છે કે જે અલગ અલગ રાજ્યોની ખાણી-પીણી રહેણીકરણી ક્યારેક તો પહેરવેશ પણ અપનાવી લે છે, તેમાંય આપણે વિશેષ રૂપે ખાણીપીણીને વધારે અપનાવીએ છીએ. તેવું જ એક રાજસ્થાનનું  પ્રસિદ્ધ શાક સાંગરી લોકો ખૂબ પસંદ કરે છે. રાજસ્થાનના લોકોનું આ પ્રિય શાક છે. કારણ કે આ અનેક ગુણોથી ભરપૂર છે. આ સ્વાદમાં પણ ખૂબ જ સારું હોય છે 

તે શાકાહારી હોવાથી ગુજરાતીઓ પણ તેનું સેવન કરે છે. કારણ કે તેનાથી અનેક રોગો મટે છે. તેનું શાકની જેમ જ સેવન કરવામાં આવે છે. સાંગરીનું શાક જેસલમેરમાં અતિ પ્રસિદ્ધ છે. સાંગરી શરીરમાં અંદરથી ઠંડક આપે છે તેથી શરીર માટે આ અતિ આવશ્યક છે. આજે આપણે આ લેખના માધ્યમથી સાંગરીના શાકની રેસિપી અને તેના ફાયદા વિશે જાણીશું.

સાંગરીનું શાક બનાવવાની રીત:- સૌપ્રથમ વપરાશ પૂરતી સાંગરી લેવી. ત્યારબાદ તેને એક વાસણમાં ઉકાળવા મૂકવી. આ શાક બનાવવા માટે જરૂરી સામગ્રીમાં જીરુ, મરચા, તેલ, ગરમ મસાલો, લાલ મરચું, કોથમીર વગેરે તૈયાર કરી લેવું.એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે વઘાર કરીને તૈયાર કરેલી બધી જ સામગ્રી નાખો. ત્યાર બાદ તેમાં સાંગરી નાખો. શાક સરસ રીતે શેકાઈ જાય એટલા માટે તેમાં થોડું પાણી રેડો. જો તમારે આ શાક વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે તમારી મરજી પ્રમાણેના મસાલા પણ એડ કરી શકો છો અને છેલ્લે કોથમીર નાખીને ગાર્નિશ કરી લો. તો આવી રીતે એકદમ ટેસ્ટી સાંગરીનું શાક તૈયાર થઈ જશે.

સાંગરીમાં બીજા શાકભાજીની તુલનાએ વધુ પ્રમાણમાં પોષક તત્વો મળે છે. તેથી સાંગરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શાક આપણી તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થાય છે અને શરીર ને અનેક બીમારીઓ સામે લડવામાં સક્ષમ બનાવે છે.

સાંગરી ના ફાયદા:- 

1) પાચનતંત્ર:- આજના ફાસ્ટ ફૂડના જમાનામાં મોટાભાગના લોકોનું  પેટ દિવસે ને દિવસે વધતું જાય છે. તેમાંય પાછું બેઠાડું જીવન હોવાથી પાચનને લગતી અનેક સમસ્યાઓ થાય છે. જેમકે અપચો, ગેસ, પેટમાં દુખાવો, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આ બધી જ સમસ્યાઓ દૂર કરવામાં સાંગરી ખૂબ જ મદદરૂપ થાય છે.સાંગરીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ઉપલબ્ધ હોય છે. તેથી ફાઇબર પાચનશક્તિને મજબૂત કરીને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદરૂપ થાય છે. સાંગરીમાં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોવાથી મળ ત્યાગ સહેલાઈથી થઈ શકે છે. તેથી કબજિયાતની તકલીફ થતી નથી.

2) વજન ઘટાડે:- સાંગરીમાં ફાઇબર હોવાના કારણે દિવસ દરમિયાન ભૂખ લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. માટે વજન ઘટાડવા માટે સાંગરી સહાયક થાય છે. આ શાકનું સેવન અઠવાડિયામાં બે વાર કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. વજન ઘટાડવાનો આ એક સચોટ ઈલાજ છે.

3) કોલેસ્ટ્રોલ લેવલ:- શરીરમાં વધુ પડતી ચરબી જમા થવાથી મોટાભાગના લોકોને નળી બ્લોકેજ થવાની સમસ્યા થતી હોય છે. શરીરમાં ચરબી જામવાના કારણે શરીર સ્થૂળ બની જાય છે. અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી અનેક પ્રકારની બીમારીઓમાં વધારો થાય છે.કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગના જોખમો વધી જાય છે. આ જોખમથી ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, અને જો હૃદયનો હુમલો આવે તો લકવો કે અન્ય કોઈ બીમારી આજીવન માટે શરીરમાં ઘર કરી જાય છે. જો એકવાર કોલેસ્ટ્રોલ વધી જાય તો તેને ઘટાડવો ઘણો મુશ્કેલ બની જાય છે. તેના માટે અનેક પ્રયત્નો કરવા પડે છે. જેમ કે સવારમાં ઊઠીને એક્સરસાઇઝ, યોગા, વોકિંગ વગેરેને રોજિંદા જીવનનો નિયમ બનાવવો પડે છે.

સાંગરીનું શાક કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે એક અસરકારક દવાનું કામ કરે છે. સાંગરીમાં સિરેનીન સી નામનું  તત્વ હોવાથી કોલેસ્ટ્રોલ ઘટવામાં મદદ મળે છે. જો કોલેસ્ટ્રોલ ઓછો હોય તો તેનાથી કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી અને હૃદય તંદુરસ્ત રહે છે. પરંતુ જો વધુ હોય તો સાંગરીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આમાં સિરેનીન સી નામનું તત્વ ભરપૂર પ્રમાણમાં હોવાથી કોલેસ્ટ્રોલ ના લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.4) હાડકા:- હાડકાની તંદુરસ્તી અને તેના વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી હોય છે. જો કેલ્શિયમની ઉણપ હોય તો ડોક્ટર કેળું અને દૂધનું સેવન કરવાની સલાહ આપે છે. દરરોજ સવારમાં પણ એક કેળું ખાવાથી કેલ્શિયમની કમી થતી નથી અને હાડકા મજબૂત બને છે. જો ક્યારેક ફેક્ચર થયું હોય તો પણ ડોક્ટર કેળા અને દૂધ ને પ્રાધાન્ય આપે છે જેથી હાડકામાં પડેલી ક્રેક સંધાઈ જાય છે.

હાડકા મજબૂત બનાવવા માટે સાંગરીનું શાક પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તેમાં રહેલું ઝીંક અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને તેની બોન સીટીને વધારવાનું કામ કરે છે. તમે પણ હાડકાના વિકાસ અને મજબૂતી માટે તથા કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે સાંગરીના શાકનું સેવન કરી શકો છો.5) ઇમ્યુનિટી:- રોગપ્રતિકારક ક્ષમતા જાળવવા માટે આપણે ઘણીવાર વિટામિન્સથી ભરપૂર દવાઓનું સેવન કરીએ છીએ. રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોવાથી અનેક પ્રકારની બીમારીઓ તથા જીવલેણ રોગો પણ થાય છે. આવી સમસ્યાને દૂર કરવા માટે સાંગરીનું શાક શ્રેષ્ઠ છે.

સાંગરીના શાકનું સેવન કરવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે. સાંગરીમાં અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોવાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવે છે. કોરોના સમયમાં ઇમ્યુનિટી પાવર વધારવા માટે અનેક લોકો ઉકાળાનું સેવન કરતા હતા પરંતુ તેની જગ્યાએ સાંગરી શાકનું સેવન કરવાથી ઇમ્યુનિટીમાં સારો એવો વધારો થતો જોવા મળે છે. સાંગરી ખેજરી ટ્રી ના નામથી પણ ઓળખાય છે. સાંગરીમાં  ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ હોવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ સાંધાનો દુખાવો, પાઈલ્સ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવામાં અસરકાર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment