માખણની જેમ ચરબી ઓગાળવી હોય તો આજથી જ ખાવા લાગો આ વસ્તુ, વજન ઘટવા સાથે શરીરમાં થશે અઢળક ફાયદા…

કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે. અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે. આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આને વર્ષોથી આયુર્વેદમાં અનેક રોગોના ઉપચાર રૂપે ઉપયોગમાં લેવાય છે. આવી જ ઔષધીઓમાં એક સરગવો છે જેને શાક રૂપે દરેકે સેવન કર્યું જ હશે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે અનેક પ્રકારની બીમારીઓમાં દવા રૂપે પણ અત્યંત અસરકારક છે.

સરગવામાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જેમ કે, પ્રોટીન એમિનો એસિડ,બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલીક વગેરે હોય છે. સરગવાને તાજો પણ ખાઈ શકાય છે અને પાવડર રૂપે પણ તેનું સેવન કરાય છે.સરગવાનું આખુ વૃક્ષ અસંખ્ય બીમારીઓનો ઈલાજ છે ,આના ફળ-ફૂલ, પાન,બીજ ના ઔષધીય ગુણ દરેક બીમારીને જડમૂળથી દૂર કરવામાં અસરકારક છે.

મુખ્ય રૂપે સરગવાની ખેતી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, હિમાલયના પ્રદેશોમાં અને અફઘાનિસ્તાનના ઉપરી ભાગમાં કરવામાં આવે છે. સરગવામાં રહેલા પૌષ્ટિક ગુણો અને ફાયદાને જોતા સરગવાની ખેતી આફ્રિકામાં પણ કરવામાં આવે છે. સરગવાના ઔષધીય ગુણો ના ફાયદા જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

સરગવાના અદભુત ફાયદા:- સ્તનપાન કરાવતી મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ, મોનોપોઝ, ટીબી, આર્થરાઇટિસ વગેરેની સારવારમાં સરગવાના પાન અને તેની શીંગ અતિ ઉપયોગી છે. સરગવાના પાંદડાનો રસ કાઢીને તેના ઉકાળાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોને ફાયદો થાય છે. આ ઉપરાંત આ ઉકાળાના સેવનથી ગભરામણ, ચક્કર અને ઉલટી જેવી સમસ્યા માંથી મુક્તિ મળે છે.

વજન ઘટાડવા માટે અને શરીરમાં વધારાની જમા થયેલી ચરબીને ઘટાડવા માટે સરગવો એક ઔષધીનું કામ કરે છે. આ શરીરમાંથી કેલરી ને ઓછી કરે છે અને ચરબીને દૂર કરીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમાં ફોસ્ફરસ હોવાના કારણે શરીરની એક્સ્ટ્રા કેલેરી ઘટાડે છે તેમજ ચરબી ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો નિયમિત રૂપે સરગવાના પાંદડાના રસનું સેવન કરવામાં આવે તો ધીમે ધીમે ચરબી ઘટવા લાગે છે અને શરીર એકદમ સુડોળ બની જાય છે.સરગવો વિવિધ પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, સ્વાઈન ફ્લૂ જેવા રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે. સરગવો વજન ઘટાડવા માટે એક અસરકારક ઔષધીનું કામ કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને પાચન ક્રિયામાં સુધારો થાય છે, જેથી વધારાની ચરબી બર્ન થાય છે.

સરગવાના પાંદડાનો એક ચમચી રસ અને એક ચમચી મધ લઈ તેમાં નાળિયેર પાણી ઉમેરી લો. આનુ સેવન કરવાથી પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરી શકાય છે. સરગવાના શાક નું સેવન કરવાથી કબજિયાત માં રાહત થાય છે. કિડની અને મૂત્રાશયમાં રહેલી કિડની ને આ શાક ઓગાળીને બહાર કાઢવામાં મદદ કરે છે.જો કાનનો દુખાવો થયો હોય તો સરગવાના પાંદડા નો રસ કાઢીને કાનમાં નાખવાથી દુખાવો દૂર કરી શકાય છે. દાંતની સમસ્યાઓ, મોઢામાં કીટાણુ તેમજ પાયરીયા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે સરગવાના પાંદડા ચાવવાથી લાભ થાય છે. બાળકોને સરગવાના ફૂલનું સેવન કરાવવાથી કૃમિ દૂર કરી શકાય છે તથા આ પિત્ત અને કફ નું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.

સરગવાની સિંગનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તામાં વધારો થાય છે અને શુક્રાણુઓની સંખ્યામાં પણ વધારો કરી શકાય છે. માસિક ધર્મની દરેક સમસ્યાઓ દૂર કરવા માટે  સરગવાની સિંગનું રાત્રે દૂધ સાથે સેવન કરવું જોઈએ. પાચન, એસીડીટી, ગેસ વગેરે જેવી સમસ્યાઓને પણ દૂર કરવામાં  સરગવો અત્યંત અસરકારક છે.સરગવામાં રહેલા પોષક તત્વો વ્યક્તિના રેઝિસ્ટન્ટ પાવરને વધારતા હોવાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી તે રોગો સામે લડવામાં વધુ સક્ષમ બને છે. નાડી ને લગતી તકલીફો જેમકે મેમરી નબળી પડવી, સ્ટ્રેસ, ખાલી ચડી જવી જેવી માનસિક બીમારીઓમાં સરગવો અત્યંત લાભદાયક છે.

સરગવો કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કીમોથેરાપીની જે નકારાત્મક અસરો વ્યક્તિ પર પડે છે તે અસરને દૂર કરવા માટે સરગવો ઘણો ફાયદાકારક છે. સરગવો શરીરમાં ડિટોક્સિફિકેશન કરીને શરીરમાં રહેલી ગંદકી કે જેને ફ્રી રેડીકલ્સ કહે છે તેને બાંધીને શરીરમાંથી દૂર કરે છે. સરગવાથી શરીરનું ડિટોક્સીફાઇ થવાથી ત્વચા અને વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન થતા બચાવી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment